ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» IRCTC નવી સાઇટ પર એડ થયેલા ફિચર્સ|IRCTCs new site has important features

  તમારી વેઇટિંગ અને RAC ટિકિટ કન્ફર્મ થશે કે નહીં જણાવશે IRCTCનું નવું ફીચર

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 01:03 PM IST

  વેટલિસ્ટ પ્રિડિક્શન સહિતના આ ફીચર યાત્રીઓની મુશ્કેલીઓને આસાન કરી દેશે
  • તમારી વેઇટિંગ અને RAC ટિકિટ કન્ફર્મ થશે કે નહીં જણાવશે IRCTCનું નવું ફીચર
   તમારી વેઇટિંગ અને RAC ટિકિટ કન્ફર્મ થશે કે નહીં જણાવશે IRCTCનું નવું ફીચર

   યુટિલિટી ડેસ્ક: IRCTCએ પોતાની વેબસાઇટને અપગ્રેડ કરી છે. આ નવી સાઇટમાં જૂના ફીચર્સ તો રહેશે સાથે જ તેમા એડ કરવામાં આવેલ વેઇટલિસ્ટ પ્રિડિક્શન સહિતના ફીચર્સ યાત્રીઓની મુશ્કેલીઓને સરળ કરી દેશે. આ વેબસાઇટ પર યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા ફીચર્સને એડ કરાવવામાં આવ્યા છે. આ સાઇટ પર ટ્રેનની દરેક જાણકારીને હવે તમે લોગિન કર્યા વિના ચેક કરી શકશો

   1. હવે કોઇપણ વ્યક્તિ આઇઆરસીટીસીની નવી વેબસાઇટ પર ટ્રેન માટે સર્ચ અને સીટના ઉપલબ્ધતાની જાણકારી મેળવી શકશે. જૂની વેબસાઇટ પર આ ફીચર્સનો યૂઝ કરવા માટે લોગિન કરવાની જરૂર પડતી હતી. પણ હવે લોગિન વગર પણ તમે દરેક ટાસ્ક પર્ફોર્મ કરી શકો છો. આ વેબસાઇટ પહેલી ઇન્ટરફેસ બૂક યોર ટિકિટવાળી છે. જ્યાં તમે ટ્રેન ચેકની સાથે PNR સ્ટેટસ પણ ચેક કરી શકશો.

   2. વેઇટલિસ્ટ પ્રિડિક્સ ફીચરની મદદથી યૂઝર્સ વેઇટલિસ્ટેડ અને આરએસી ટીકિટ કન્ફર્મ થવાની સંભાવનાને પણ ચેક કરી શકશે. દા:ત, જો તમે ટિકિટ બુક કરાવી રહ્યા છો અને ટ્રેનમાં કોઇપણ સીટ ઉપલબ્ધ નથી તો CNF Probability પર ક્લિક કરીને તમે જાણી શકો છો કે સીટ કન્ફર્મ થવાની સંભાવના છે કે નહીં. આ પેજ પર કન્ફર્મ એવેબલિટી ઓન ઑલ્ટર્નટ ટ્રેન્સ અને કલાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમા કન્ફર્મ ટિકિટને પણ ખરીદવાની સુવિધા યાત્રીને મળે છે.

   3.આ વેબસાઇટ પર હવે ક્લાસ, ટ્રેન, લક્ષ્યસ્થાન, આવા-જવાનો સમય અને કોટા આધારીત ફિલ્ટર એક જ પેજમાં જોવા મળશે. જેને તમે તમારી જરૂરિયાત અને પ્રાથમિકતા પ્રમાણે બદલી શકો છો. એક સ્કીન પર યૂઝર્સને ટ્રેનનું નામ, નંબર, ઓરિજનેટિંગ સ્ટેશન, ડેસ્ટિનેશન સ્ટેશન, તેના વચ્ચેની દૂરી અને યાત્રાનો સમય જાણવાની સુવિધાઓ આપેલી છે.

   આ પણ વાંચો: બેન્ક FDની ટક્કરમાં પોસ્ટ ઓફિસ લાવી નવી સ્કીમ, જાણો ફાયદા

   4.માય એકાઉન્ટ ટેબમાં હવે માય પ્રોફાઇલ, માય ટ્રાંજેક્શન અને લિંક યોર આધાર કાર્ડ જેવા વિકલ્પ મળશે. સાથે જ અંદર અપડેટ યોર પ્રોફાઇલ, ચેન્જ પાસવર્ડ, એડ/મોડીફાઇ લિસ્ટ, એડ/ડિલીટ ફેવરેટ જર્ની લિસ્ટ અને પ્રિફર્ડ બેન્કના વિકલ્પ એડ કરવામાં આવ્યા છે. માય ટ્રાંજેક્શનમાં બુક ટિકિટ હિસ્ટ્રી, ટીડીઆર સ્ટેટ્સ અને ટિકિટ કેન્સલેશન હિસ્ટ્રી જેવા વિકલ્પનો ઉપયોગ પણ કરી શકાશે.

   5.નવી સિસ્ટમમાં યૂઝર્સ બુક ટિકિટ હિસ્ટ્રી દ્વારા ઘણા કામ કરી શકે છે. સાથે જ ટિકિટ કેન્સલ કરવી, મોબાઇલ પર એસએમએસ, ટિકિટની પ્રિન્ટ, 'વિકલ્પ'ની મદદથી અન્ય ટ્રેન પસંદ કરવી અને બોર્ડિગ સ્ટેશન બદલાવાની પણ સુવિધા આપવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IRCTC નવી સાઇટ પર એડ થયેલા ફિચર્સ|IRCTCs new site has important features
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `