રેલવેની નવી ઓફર: 11 રાત અને 12 દિવસ સુધી આ 7 જગ્યાઓ પર ફેરવશે, ટૂરમાં ડોક્ટરથી લઇ સુરક્ષાકર્મી સુધી મદદ માટે 24 કલાક હાજર, રોકાવવા અને બસથી આસપાસના દર્શનીય સ્થળો પર ફેરવવાની સુવિધા પણ આપશે

divyabhaskar.com

Dec 04, 2018, 06:06 PM IST
irctc gives best offer for bharat darshan tour

ટ્રાવેલ ડેસ્ક: આઇઆરસીટીસીએ શ્રીરામાયણ મુસાફરીનું પેકેજ લોંચ કર્યું છે. ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનથી તેમા 11 રાત અને 12 દિવસ સુધી 7 ડેસ્ટિનેશન ફેરવવામાં આવશે. સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ સામેલ રહેશે. પ્રતિ પેસેંજરને 12 દિવસોના સંપૂર્ણ ટૂરનાં 11,340 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે એક દિવસનો ખર્ચ 945 રૂપિયા હશે. અમે તમને પેજેકની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ.

કયા-કયા ડેસ્ટિનેશન થશે કવર
અયોદ્યા,સીતામઢી,જનકપુર,વારાણસી, ઇલાહાવાદ, ચિત્રકૂટ અને નાસિક.

કયા હશે બોર્ડિંગ પોઇન્ટ
રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતિ, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ અને મેધનગર.

ક્યાંથી ક્યા સુધી રહેશે ટૂર
7 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર 2018 સુધી. રાજકોટથી 7 ડિસેમ્બરે સાંજે ટ્રેન રવાના હશે. 18 ડિસેમ્બરે અહીં જ લાસ્ટ સ્ટોપ હશે.

પેકેજમાં શું-શું સામેલ
- રોકાવવા માટે હોલની વ્યવસ્થા.
- બંન્ને સમયે શાકાહારી ભોજન
- આસપાસના દર્શનીય સ્થળો માટે ટૂરિસ્ટ બસ.
- સૂરક્ષાકર્મી અને ડોક્ટર ટ્રેનમાં જ ઉપલબ્ધ.
- આઇઆરસીટીસીના ઓફિશિયલ સુપરિન્ટેંડેંટ અવેલેબલ રહેશે.
- તમે આઇઆરસીટીસીની વેબસાઇટ www.irctctourism.com પર જઇને બુકિંગ કરાવી શકો છો.

X
irctc gives best offer for bharat darshan tour
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી