50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, લોનના 4 લાખ રૂપિયા થઈ જશે માફ

આ સ્કીમ અંતર્ગત બિઝનેસ કરનાર વ્યક્તિને પ્રોજેકટ કોસ્ટના 5 ટકા ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 07:12 PM
Invest Rs 50000 and start this, get 40 percent subsidy

નવી દિલ્હીઃ તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો પણ તમારી પાસે વધુ પૈસા નથી, તો તમે માત્ર 50 હજાર રૂપિયામા એવા ઘણાં બિઝનેસ શરૂ કરી શકો છો. જેના માટે સરકાર 55 ટકા લોન આપશે અને 40 ટકા સબસિડી. એટલે કે તમારે લગભગ 4 લાખ રૂપિયા પરત આપવાન રહેશે નહિ. આજે અમે તમને આ સ્કીમ વિશે ડિટેલમાં જણાવીશું, જેથી તમે પણ આ સ્કીમનો ફાયદો લઈને બિઝનેસ શરૂ કરી શકો અને સારી એવી કમાણી કરી શકો.

શું છે આ સ્કીમનું નામ

આ સ્કીમનું નામ કોયર (COIR) ઉધમી યોજના છે. આ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીઝ(એમએસએમઈ)ના કોયર બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમનો હેતું યુવાઓને સેલ્ફ એમ્પલોયમેન્ટ અને કોયર પ્રોડકટસને પ્રમોટ કરવાનો છે. કોયર એટલે જાટ કે નાળિયેરમાંથી બનતી પ્રોડકટ્સ.

શું છે સ્કીમ

આ સ્કીમ અંતર્ગત બિઝનેસ કરનાર વ્યક્તિને પ્રોજેકટ કોસ્ટના 5 ટકા ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. જયારે પ્રોજેકટ કોસ્ટના 55 ટકા બેન્ક લોન આપે છે અને 40 ટકા પૈસા ભારત સરકાર દ્વારા સબસિડી તરીકે આપવમાં આવે છે.

શું છે લિમિટ

આ સ્કીમ અંતર્ગત પ્રોજેકટ કોસ્ટ મેક્સિમમ લિમિટ 10 લાખ રૂપિયા છે. એટલે કે તમે 10 લાખ રૂપિયા સુધીના પ્રોજેકટ કોસ્ટવાળો બિઝિનેસ જ કરી શકો છો. તેમાં તમે 25 ટકા સુધી વર્કિંગ કેપિટલ તરીકે ઉપયોગ કરી શકો છો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કયો બિઝનેસ કરી શકો છો તમે...

Invest Rs 50000 and start this, get 40 percent subsidy

કયો બિઝનેસ કરી શકો છો તમે

 

ક્વોયર એટલે કે નાળિયેર જાટનો ઉપયોગ ફલોર મેટસ, ડોર મેટસ, બ્રશ, મેટ્રેસ, ફલોર ટાઈલ, ફોમ મેટર્સ જેમ કે તમે જાણો છે કે શહેરી લાઈફ સ્ટાઈલમાં ગદ્દોનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ કારણે આ બિઝનેસનો ખુબ જ સ્કોપ છે. એટલું જ નહિ હવે તેનો ઉપયોગ ટેકસટાઈલમાં પણ કરવામાં આવી રહ્યો છે. ક્વોયર ફાઈબર(નાળિયેર રેસા)માંથી રસ્સી, કુલરમાં વાપરવામાં આવતા ઘાસની પણ ડિમાન્ડ છે. તેની સાથે-સાથે આજકાલ ફેન્સી ડિઝાઈન અને ડિઝાઈન આઈટમ્સ પણ તૈયાર કરવામાં આવી રહી છે.  ક્વોયર યાર્નને લઈને પણ ઘણાં બધા એક્સપરિમેન્ટ થઈ રહ્યાં છે.

 

આગળ વાંચો, આ લોકો કરી શકે છે એપ્લાઈ

Invest Rs 50000 and start this, get 40 percent subsidy

આ લોકો કરી શકે છે એપ્લાઈ

 

આ સ્કીમ માટે કોઈ પણ ઈન્ડિવિઝયુઅલ, કંપની, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એનજીઓ, સોસાયટી, કો-ઓપરેટિવ સોસાયટી, જોઈન્ટ ગ્રુપ, ચેરિટેબલ ટ્રસ્ટ એપ્લાઈ કરી શકે છે.

 

આગળ વાંચો, કઈ રીતે કરો એપ્લાઈ

Invest Rs 50000 and start this, get 40 percent subsidy

કઈ રીતે કરશો એપ્લાઈ 

 

આ સ્કીમ વિશે તમે ક્વોયર બોર્ડ ઓફિસ, જિલ્લા ઉધોગ કેન્દ્ર, ક્વોયર પ્રોજેક્ટ ઓફિસ, પંચાયતો અને બોર્ડ દ્વારા એપ્રુવ નોડલ એજન્સીમાં એપ્લાઈ કરી શકો છો. તેના માટે એનલાઈન એપ્લાઈ પણ કરી શકો છો. આ માટે તમે http://coirservices.gov.in/frm_login.aspx પર લોગ ઈન કરી શકો છો.

X
Invest Rs 50000 and start this, get 40 percent subsidy
Invest Rs 50000 and start this, get 40 percent subsidy
Invest Rs 50000 and start this, get 40 percent subsidy
Invest Rs 50000 and start this, get 40 percent subsidy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App