Home » National News » Utility » Invest Rs 2500 monthly and make fund of Rs 2 lakh

દર મહિને 2500 રૂપિયાનું રોકાણ કરીને આ રીતે બનાવો 2 લાખનું ફન્ડ

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 06:18 PM

અહીં રોકાણ કરવાથી મળે છે યોગ્ય વળતર

  • Invest Rs 2500 monthly and make fund of Rs 2 lakh
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ જો તમે ફયુચર માટે સેવિંગ્સનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો RD એટલે કે રિકરિંગ ડિપોઝીટ એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમારે એક સાથે મોટી અમાઉન્ટ નાખવાની જરૂરિયાત નથી. દર મહીને નાના-નાના ઈન્સ્ટોલમેન્ટમાં આરડી નાખી શકો છો. સાથે જ તેનો મેચ્યોરિટી પિરિયડ 6 માસથી લઈને 10 વર્ષ સુધીનો છે. તમે બેન્કોમાં 100 રૂપિયાના મિનિમમ મંથલી ઈનસ્ટોલમેન્ટથી પણ આરડી ખોલાવી શકો છો. જયારે પોસ્ટ ઓફિસ માત્ર 10 રૂપિયાથી શરૂઆત કરવાની સુવિધા આપે છે.

    મેચ્યોરિટી પિરિયડના હિસાબથી હાલ બેન્કોમાં આરડી પર વ્યાજનો દર 7 ટકા છે. સિનિયર સિટિઝનને 0.50 ટકા વધારાના વ્યાજ દરનો ફાયદો મળે છે. જો તમે પોસ્ટ ઓફિસમાં 2500 રૂપિયાના નાના મંથલી અમાઉન્ટથી આરડી શરૂ કરો છો તો સાડા પાંચ વર્ષ બાદ તમારી પાસે 2 લાખ રૂપિયાનું ફન્ડ એકત્રિત થઈ જશે. પોસ્ટ ઓફિસમાં RD પર વ્યાજ દર 6.9 ટકા છે.

    તો ચાલો જાણીએ વિવિધ બેન્કોમાં આરડી પર વ્યાજ દર શુ છે અને તમે કેટલા વર્ષમાં 2 લાખનું ફન્ડ બનાવી શકો છો.

    એસબીઆઈ

    એસબીઆઈમાં આરડી પર વ્યાજ દર અલગ-અલગ ટેન્યોરના હિસાબથી 6થી 6.25 ટકાની વચ્ચે છે. એટલે કે તમે 2500 રૂપિયા મંથલી ઈન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરો છો તો એસબીઆઈમાં 2 લાખ રૂપિયાની આરડી બનાવવામાં 5 વર્ષમાં 8 મહીનાનો સમય લાગશે.

    આગળ વાંચો, અન્ય બેન્કોમાં શુ છે દર...

  • Invest Rs 2500 monthly and make fund of Rs 2 lakh
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ICICI બેન્ક

     

    આ બેન્કમાં આરડી પર વ્યાજ દર 6થી 6.75 ટકા સુધીનો છે. અહીં 2500 રૂપિયાન ઈન્સ્ટોલમેન્ટથી 2 લાખ રૂપિયાનું ફન્ડ 5 વર્ષ 6 મહીનાથી લઈને 5 વર્ષ 8 મહીનામાં એકત્રિત થઈ જશે. 

     

    આગળ વાંચો, એક અન્ય બેન્ક

  • Invest Rs 2500 monthly and make fund of Rs 2 lakh
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એચડીએફસી બેન્ક અને યસ બેન્ક

     

    એચડીએફસી બેન્કમાં તમે આરડી ખોલાવવા માટે મિનિમમ ડિપોઝીટ 1000 રૂપિયા છે. અહીં તેના પર વ્યાજ દર અલગ-અલગ ટેન્યોરના હિસાબથી 5.75થી 7 ટકા વાર્ષિક છે એટલે કે 2500 રૂપિયાના ઈન્સ્ટોલમેન્ટમાંથી 2 લાખ રૂપિયાનું ફન્ડ બનાવવામાં 5 વર્ષ 6 મહીનાનો સુધીનો સમય લાગશે.

  • Invest Rs 2500 monthly and make fund of Rs 2 lakh
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બેન્ક ઓફ બરોડા

     

    અહીં આરડી ખોલાવવા મિનિમમ અમાઉન્ટ 50 રૂપિયા છે. અહીં વ્યાજ દર અલગ-અલગ મેચ્યોરિટી પિરિયડ માટે 6.25 ટકાથી 6.9 ટકા સુધી છે. એટલે કે 2500 રૂપિયા મંથલી તમે 5 વર્ષ 6 મહીનામાં 2 લાખ રૂપિયા એકત્રિત કરી શકો છો. એક્સિસ બેન્કમાં આ દર 6.25 ટકાથી લઈને 6.9 ટકા સુધી છે.

     

    આગળ વાંચો

  • Invest Rs 2500 monthly and make fund of Rs 2 lakh

    ઈન્ડસાઈન્ડ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક

     

    ઈન્ડસાઈન્ડ બેન્કમાં આરડી પર વ્યાજ દર અલગ-અલગ ટેન્યોરના હિસાબથી 6.5 ટકાથી લઈને 7 ટકા વાર્ષિક છે. કોટક મહિન્દ્રા બેન્કમાં વ્યાજ દર 6.25થી 6.80 ટકા સુધી છે. બંને જગ્યાએ 2500 રૂપિયાથી 2 લાખનું ફન્ડ 5 વર્ષ 6 મહીના સમયમાં એકત્રિત થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending