1.8 લાખ ખર્ચમાં થશે મહિને 50 હજારની આવક, આ સ્કીમનો ઉઠાવો ફાયદો

જો તમારી પાસે 2 લાખ રૂપિયા છે અને તમે તેના દ્વારા કારોબાર શરૂ કરવા માંગો છો તો આ વિકલ્પ તમારા માટે નફાનો સોદો બની શકે છ

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 07:21 PM
Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly

નવી દિલ્હીઃ જો તમારી પાસે 2 લાખ રૂપિયા છે અને તમે તેના દ્વારા કારોબાર શરૂ કરવા માંગો છો તો આ વિકલ્પ તમારા માટે નફાનો સોદો બની શકે છે. 2 લાખ રૂપિયાથી ઓછાના રોકાણમાં તમે વુડન ફર્નીચર બનાવવાનું યુનિટ લગાવી શકો છો. જોકે તેને માટે તમારી પાસે 700 વર્ગફુટ જગ્યા હોવી જરૂરી છે. વુડન ફર્નીચરની ડિમાન્ડ સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. એવામાં ફર્નીચર માર્કેટ તમારા માટે ફાયદાની ગેરન્ટી બની શકે છે.

ભારતની વાત કરવામાં આવે તો ફર્નીચર સાથે જોડાયેલી બ્રાન્ડની જગ્યાએ લોકો સારી પ્રોડકટ ખરીદવા પર વધુ ધ્યાન આપે છે. એવામાં અહીં બ્રાન્ડ ન હોવી પણ કોઈ મુશ્કેલીની વાત નથી. સરકાર તેની ખાસ સ્કીમમાં લોકોને વુડન ફર્નીચર માટે મેન્યુફેકચરિંગ યુનિટ લગાવવાની તક આપી રહી છે. જેમાં તમારે તમારી પાસે 1.87 લાખ રૂપિયા દેખાડવા જરૂરી છે. બાકીના ખર્ચનો સહયોગ સરકાર કરશે. જેનાથી થતા નફામાંથી સરળતાથી હપ્તા ભરી શકાય છે.

લેન્ડઃ 700 વર્ગફુટ પોતાની અથવા ભાડેથી પણ લઈ શકો છો.

ખર્ચાનું બ્રેક અપઃ કારોબાર શરૂ કરવા માટે તમારે પોતાના 20 ટકા જ ઈન્વેસ્ટ કરવાના છે. બાકીના તમામ ખર્ચ માટે સરકાર તરફથી સરળ ઈન્સ્ટોલમેન્ટમાં મદદ મળશે.

આગળ વાંચો, બિઝનેસના ગણિત વિશે...

Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly

પ્રોજેકટ પર કુલ કેટલો આવશે ખર્ચ

 

રો મટિરિયલ પર ખર્ચઃ 1.50 લાખ રૂપિયા પ્રતિ માસ

(તેમાં અલગ-અલગ પ્રકારના લાકડા, પ્લાઈવુડ, પ્લેન ગ્લાસ, ફેવિકોલ, સનમાઈકા જેવા પ્રોડકટ સામેલ છે. જો તેની પર શરૂઆતમાં 1.55 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે તો શરૂઆતના ઓર્ડર માટે તમારો કારોબાર શરૂ થઈ જશે.)

સેલેરે પર કેટલો ખર્ચઃ 40 હજાર રૂપિયા શરૂઆતી કારોબાર માટે તમારે રાખવા પડશે. આ સિવાય તમારે 4 વર્કર રાખવા પડશે. પ્રતિ વર્કર તમારે 10 હજાર રૂપિયા આપવાના રહેશે, આમ તમારે મંથલી 40 હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે. 

 

વિજળી પર ખર્ચઃ 4 હજાર રૂપિયા મંથલી

વર્કિંગ કેપિટલ પ્રતિ માસઃ 1,94,000 રૂપિયા

(નોટઃ કારોબાર શરૂ કરવા માટે તમારે શરૂમાં ઓછામાં ઓછા 3 મહિના માટે વર્કિંગ કેપિટલ રાખવી પડશે. જેખી કરીને બનનાર પ્રોડકટમાં કમી ન આવે અને ઓર્ડર મળવા પર વાર ન થાય.)

મશીનરી પર ખર્ચઃ 3.55 લાખ રૂપિયા

પ્રોજેકટ પર કુલ ખર્ચઃ 3.5 લાખ + 5.8 લાખ = 9.3 લાખ રૂપિયા

(પોતાનું રોકાણઃ 1.87 લાખ રૂપિયા
કંપોઝિટ લોનઃ 7.48 લાખ રૂપિયા)

 

આગળ વાંચો, વેચાણ અને નફાનું ગણિત

Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly

1 વાર્ષિક પ્રોડકશન કોસ્ટઃ 24.27 લાખ રૂપિયા ( 9.3 લાખ રૂપિયા પ્રોજેકટ કોસ્ટ પર)

 

- સમગ્ર વર્ષનો રો મટીરિયલ ખર્ચઃ 18 લાખ રૂપિયા
- સમગ્ર વર્ષનો સેલેરીનો ખર્ચઃ 4.80 લાખ રૂપિયા
- યુટિલિટીઝ પર ખર્ચઃ 48 હજાર રૂપિયા
- મશીનરીના મેન્ટેનન્સ પર ખર્ચઃ 48 હજાર રૂપિયા
- મશીનરીના મેન્ટેનન્ પર ખર્ચઃ 50 હજાર રૂપિયા
- બેન્ર લોન@12%: 90 હજાર રૂપિયા

2 વાર્ષિક ટર્નઓવરઃ 30.10 લાખ રૂપિયા

જો તમે 1.5 લાખ રૂપિયાના રો-મટિરિયલ પર કામ કરો તો વર્ષ દરમિયાન બનનાર સોફા, બેડ જેવા પ્રોડકટસના વેચાણથી 12 લાખ રૂપિયા, ચેરના વેચાણથી 4.2 લાખ રૂપિયા, વિન્ડોના વેચાણથી 4.9 લાખ રૂપિયા અને ડોરના વેચાણથી 9 લાખ રૂપિયાની રેવન્યું મળશે.

3. પ્રોફિટઃ 5.82 લાખ રૂપિયા 
30.10 લાખ રૂપિયા- 24.27 લાખ રૂપિયા= 5.82 લાખ રૂપિયા

 

આગળ વાંચો, કઈ રીતે શરૂ કરશો કારોબાર

Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly

આ રીતે કરો એપ્લાઈ

 

તેના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમે કોઈપણ બેન્કમાં એપ્લાઈ કરી શકો છો. તેના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે.

જેમાં આ ડિટેલ આપવાની રહેશે

નામ, એડ્રેસ, બિઝનેસ શરૂ કરવાનું એડ્રેસ, એજયુકેશન, હાલની ઈન્કમ અને કેટલી લોન જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફીસ કે ગેરન્ટી ફીસ આપવી પડતી નથી. લોનની અમાઉન્ટ 5 વર્ષમાં પરત કરી શકો છો.

X
Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly
Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly
Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly
Invest Rs 1.8 lakh and earn Rs 50000 monthly
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App