• Home
  • Utility
  • invest in this scheme of post office getting good return

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લગાવો પૈસા, બચત ખાતાથી ડબલ મળશે રિટર્ન

invest in this scheme of post office getting good return

divyabhaskar.com

Nov 10, 2018, 09:26 PM IST

યુટિલિટી ડેસ્ક: જો હાલના સમયમાં 50 હજારથી 1 લાખ રૂપિયા મંથલી સેલરી છે તો વધારે બચત કરવી સંભવ નથી. નોકરી કરનારમાં ઘણા એવા લોકો છે, જેમની મંથલી બચત 2,3 અથવા 5 હજાર રૂપિયા સુધી થઇ શકે છે. એવામાં ઘણા લોકો આ બચતને બેંકના સેવિંગ એકાઉન્ટમાં રાખે છે અથવા આ પ્રકારની કોઇ સ્કીમનો વિકલ્પ પસંદ કરે છે. પરંતુ અમે તમને કેટલીક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેના તમને બચતના પૈસા પર વધારે ફાયદો મળી શકશે. તે પણ ખુબ જ સુરક્ષિત રીતે.

ખરેખરમાં જ્યારે બચત ઓછી હોય ત્યારે તેને એવી જગ્યાઓ પર ઇન્વેસ્ટ ના કરવી, જ્યાં માર્કેટનો ખતરો હોય. એવામાં પોતાના બચત ખાતાના પૈસા પર વધારે રિટર્ન મેળવવાની પ્રક્રિયા આજે અમે તમને જણાવી રહ્યા છીએ. તેના માટે તમે પોસ્ટ ઓફિસની એક સ્મોલ સેવિંગ સ્કીમની પસંદગી કરી શકો છો. જ્યાં બચત ખાતાની જગ્યાએ પૈસા પોસ્ટ ઓફિસમાં તમે તે પૈસા પર વધારે રિટર્ન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે સ્કીમમાં તમે 10 રૂપિયા મંથલીથી પણ રોકાણ કરી શકો છો.

આ સ્કીમમાં બેંક એકાઉન્ટથી ડબલ રિટર્ન
અમે વાત કરી રહ્યા છીએ, સ્મોલ સેવિંગ સ્કીમ આરડી એટલે Recurring Depositની. ખરેખરમાં ઘણી બેન્કોમાં પણ આરડી સ્કીમ છે, પરંતુ આ સ્કીમ પર પોસ્ટ ઓફિસમાં અન્ય બેંકોની સરખામણીમાં વધારે વ્યાજ મળે છે. જ્યાં, એસબીઆઇ, દેના બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઇલાહાબાદ બેંક અને આંધ્રા બેંક 1 વર્ષથી 5 વર્ષની આરડી પર 5.50 ટકાથી 7 ટકા સુધીનું વ્યાજ મળે છે, તો બીજી તરફ પોસ્ટ ઓફિસની 1 વર્ષથી 5 વર્ષની આરડી સ્કીમ પર 7.3 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.

FDના બરાબર મળી રહ્યું છે વ્યાજ
સુરક્ષિત રોકાણ માટે એક માર્ગ બેંક એફડી પણ છે, જેમા તમને વધારે વ્યાજ તો મળે છે, પરંતુ તમારે મોટી રકમ એકસાથે લાંબા સમય માટે લોકઇન કરવી પડશે. જ્યારે, તને નાના જમા રકમને દર મહિને ડિપોઝિટ કરી એફડી જેટલું વ્યાજ મેળવી શકો છો. એવામાં બચત પર ડબલ વ્યાજ મેળવવાની સરળ રી છે રેકરિંગ ડિપોઝિટ.

બચત ખાતાથી કેટલું આવશે અંતર
માની લો કે તમે દર મહિને બચત ખાતામાં અને આરડીમાં 1 હજાર રૂપિયા જમા કરાવો છો. એવામાં તમે પણ એ જાણવા માંગતા હશો કે 1 વર્ષ બાદ તમને બંન્ને સ્કીમથી મળતા રિટર્નમાં કેટલું અંતર હશે.

સેવિંગ એકાઉન્ટ: જો સેવિંગ એકાઉન્ટમાં દર મહિને 10 હજાર રૂપિયા જમા કરાવો છો તો તમે એક વર્ષમાં 1,20,000 રૂપિયા જમા થશે. જ્યારે, વાર્ષિક 3.5 ટકા મળતા વ્યાજના હિસાબથી એક વર્ષમાં તમારા 1,24,420 રૂપિયા થઇ જશે. એટલે તમને વર્ષમાં 4420 રૂપિયા વધારે મળે છે.

RD: જો આરડીમાં દર મહિને 10 હજાર રૂપિયા સુધી જમા કરાવો છો તો વર્ષમાં 1,20,000 રૂપિયાની રકમ જમા થશે. તમને પોસ્ટ ઓફિસ આરડી પર વાર્ષિક 7.30 ટકા વ્યાજ આપે છે. જે હિસાબથી તમારા પૈસા એક વર્ષમાં 1,24,852 રૂપિયા થઇ જશે. એટલે તમને 4,852 રૂપિયા વધારે મળે છે.

RDના ફાયદા
- રેકરિંગ ડિપોઝિટ રોકાણકારના સેવિંગ પર નિર્ભર છે અને દર મહિને એક નક્કી રકમનું રોકાણ આમા કરી શકાય છે.
- આરડીના લોક ઇન ફીચર હેઠળ શરૂઆતથી અંત સુધી વ્યાજ દર એક સમાન રહે છે અને ડિપોઝિટ પર વ્યાજદર શરૂઆતમાં જ લોકઇન થઇ જાય છે. એટલે વ્યાજદર ઓછુ થવા પર પણ આરડીમાં ફાયદો થાય છે.
- રેકરિંગ ડિપોઝિટથી સેવિંગ મેનેજમેંટ સરળ હોય છે અને વારંવાર ફિક્સ ડિપોઝિટની મુશ્કેલીથી રાહત મળી જાય છે.
- આરડીમાં એકાઉન્ટ ખોલાવતી વખતે જ ટાઇમ પીરિયડ નક્કી થઇ જાય છે. ટાઇમ પીરિયડ સમાપ્ત થવા પર તમને વ્યાજ સહિત સંપૂર્ણ રકમની ચુકવણી કરી દેવામાં આવે છે.
- આરડીની ખાસિયત છે કે આમા નિયમિત રોકાણની સાથે ફિક્સ ડિપોઝિટના ફાયદા મળે છે. વ્યાજ નક્કી હોવાથી આવકની ચોક્કસતા રહે છે અને બેંકો તરફથી ઓફર મળવાથી સરળતા રહે છે. આરડીમાં એક ખાસ લક્ષ્ય માટે રકમ ભેગી કરી શકાય છે.
- આરડી 10 વર્ષ સુધી થઇ શકે છે. આમા લાંબા સમયનો ઇન્વેસ્ટમેંટ પ્લાન બનાવી શકાય છે.

કેવી રીતે શરૂ કરશો રેકરિંગ ડિપોઝિટ
RD એકાઉન્ટ પોસ્ટ ઓફિસ, બેંક જઇને અથવા ઓનલાઇન પણ ઓપન કરાવી શકાય છે. તમે મોબાઇલ એપથી પણ આરડી ઓપન કરાવી શકો છો. જો તમે પોસ્ટ ઓફિસમાં આરડી ખોલાવો છો તો કેશ અને ચેક દઇને તે થઇ શકે છે. તમારુ એકાઉન્ટ એક પોસ્ટ ઓફિસથી અન્ય પોસ્ટ ઓફિસમાં ટ્રાંસફર થઇ શકે છે. બે એડલ્ટના નામથી જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આરડી એકાઉન્ટ ખોલાવતા પહેલા જોઇ લો કે કેટલું વ્યાજ મળી રહ્યું છે. જો આરડી પર 10 હજારથી વધારે વ્યાજ મળે છે તો તે ટેક્સેબલ હશે.

X
invest in this scheme of post office getting good return
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી