પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકો પૈસા, સેવિંગ એકાઉન્ટથી ડબલ મળશે રિટર્ન

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને થશે વધુ ફાયદો

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 03:07 PM
Invest in this scheme of post office and get good benefit

યુટિલિટી ડેસ્કઃ જો આજના સમયમાં તમારી 50 હજારથી 1 લાખ રૂપિયા મંથલી સેલેરી છે તો વધુ બચત શકય નથી. નોકરી કરનારા લોકો પૈકીના ઘણાં લોકો એેવા છે, જેમની મંથલી બચત 2,3 કે 5 હજાર રૂપિયા સુધી જ થઈ શકે છે. એવામાં ઘણાં લોકો આ બચતને બેન્કના સેવિંગ એકાઉન્ટમાં રાખે છે અથવા તો એવા પ્રકારની કોઈ સ્કીમનો વિકલ્પ પસંદ કરે છે. જોકે આજે અમે તમને જણાવી દઈએ કે કેટલીક સ્કીમ એવી છે, જેના દ્વારા તમે પોતાની બચતના પૈસા પર વધુ ફાયદો મેળવી શકો છો અને તે પણ સુરક્ષિત રીતે.

જોકે જયારે સેવિંગ ઓછું થતું હોય ત્યારે આપણે એવી જગ્યાએ પણ રોકાણ કરી શકતા નથી, જયાં બજાર જોખમને આધીન હોય. આ સંજોગોમાં અહીં અમે તમને પૈસા પર વધુ રિટર્ન

મેળવવાની એક રીત બતાવી રહ્યાં છે. તેના માટે તમે પોસ્ટ ઓફિસની એક સ્મોલ સેવિંગ સ્કીમની પસંદગી કરી શકો છો. જયા બચત ખાતાના સ્થાને પૈસા રોકીને તમે સારું એવું રિટર્ન

મેળવી શકો છો. ખાસ વાત એ છે કે તમે 10 રૂપિયા મંથલીથી પણ રોકાણ શરૂ કરી શકો છો.

આગળ વાંચો, શું છે આ સ્કીમ, કઈ રીતે મેળવી શકો છો વધુ ફાયદો...

Invest in this scheme of post office and get good benefit

આ સ્કીમ પર બેન્કોથી વધુ પોસ્ટ

 

ઓફિસ આપી રહી છે વ્યાજ

અમે અહીં વાત કરી રહ્યાં છે, સ્મોલ સેવિંગ સ્કીમ આરડી એટલે કે રિકરિંગ ડિપોઝીટ. ઘણી બેન્કોની પણ આરડી સ્કીમ છે, પરતું આ સ્કીમ પર પોસ્ટ ઓફિસમાં બીજી બોન્કોની સરખામણીમાં 

વધુ વ્યાજ મળી રહ્યું છે. એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક સહિતની બેન્કો 1થી 5 વર્ષની આરડી પર 6.5 ટકાથી 7 ટકાનું વ્યાજ આપી રહી છે. જયારે પોસ્ટ ઓફિસની 1થી 5 

વર્ષની આરડી સ્કીમ પર 7.10 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

 

એફડીની બરાબર મળી રહ્યું છે વ્યાજ

 

સુરક્ષિત રોકાણ માટે બીજો એક રસ્તો બેન્ક એફડી છે, જેમાં તમને વધુ વ્યાજ મળે છે. જોકે તમારે એક મોટી રકમ લાંબા સમય માટે લોક ઈન કરવી પડે છે. જયારે બીજી તરફ તમે નાની રકમને દર મહિને ડિપોઝીટ કરીને એફડી જેટલું જ વ્યાજ મેળવી શકો છો. એવામાં બચત ખાતા પર બેગણું વ્યાજ પ્રાપ્ત કરવાની સરળ રીત છે રિકરિંગ ડિપોઝીટ.

 

આગળ વાંચો, એક વર્ષમાં વ્યાજમાં કેટલું થઈ જશે અંતર

Invest in this scheme of post office and get good benefit

બચત ખાતાથી કેટલો છે ડિફરન્સ

 

માની લો કે તમે દર મહિને બચત ખાતામાં અને આરડીમાં 1 હજાર રૂપિયા જમા કરાવો છો. એવામાં તમે પણ એ જાણવા માંગશો કે છેલ્લા 1 વર્ષ બાદ તમને બંને સ્કીમમાંથી મળનારા 

રિટર્નમાં કેટલું અંતર આવશે.

 

સેવિંગ એકાઉન્ટઃ જો સેવિંગ એકાઉન્ટમાં દર મહિને 10 હજાર રૂપિયા જમા કરો છો તો તમારે 1 વર્ષમાં 1,20,000 રૂપિયા જમા કરવાના રહેશે. જયારે વર્ષના 3.5 ટકા મળનારા વ્યાજના 

હિસાબથી એક વર્ષમાં તમારા 1,24,420 રૂપિયા થઈ જશે. એટલે કે વર્ષમાં 4420 રૂપિયા વધુ મળ્યાં.

 

RD: જો આરડીમાં દર મહિને તમે 10 રૂપિયા સુધી જમા કરાવો છો તો વર્ષે 1,20,000 રૂપિયા જમા કરાવવાના રહેશે. જયારે તમને પોસ્ટ ઓફિસ આરડી પર વાર્ષિક 7.1 ટકા વધુ વ્યાજ આપે છે. એ પ્રમાણે તમાર પૈસા એક વર્ષમાં 128520 રૂપિયા થઈ જશે. એટલે કે તમને 8520 રૂપિયા વધુ મળશે. જો કમ્પાઉન્ડિંગ ઈન્ટરવલ કવાર્ટલી છે તો પણ તમને એક વર્ષમાં 

125420 રૂપિયા એટલે કે 5420 રૂપિયા વધુ મળશે.

 

આગળ વાંચો, શું છે આરડીના ફાયદા

Invest in this scheme of post office and get good benefit

આરડીના ફાયદા

 

રીકરિંગ ડિપોઝીટ રોકાણકારની સેવિંગ પર નિર્ભર કરે છે અને દર મહિને તમે એક નક્કી રકમ તેમાં રોકાણ કરી શકો છો. આરડીના લોક ઈન ફીચર અંતર્ગત શરૂઆતથી લઈને અંત સુધી વ્યાજ દર સમાન રહે છે અને ડિપોઝીટ પર ઈન્ટરેસ્ટ રેટ શરૂઆતમાં જ લોક ઈન થઈ જાય છે. એટલે કે વ્યાજ દર ઓછા થવા પર આરડીમાં ફાયદો થઈ શકે છે. આરડીમાં એકાઉન્ટ ખોલતી વખતે ટાઈમ પિરિયડ નક્કી હોય છે. ટાઈમ પિરિયડ ખત્મ થઈ જવા પર તમને વ્યાજ સહિત પૂરા પૈસા મળી જાય છે. આરડીની ખાસિયત એ છે કે તેમાં નિયમિત રોકાણની સાથે ફિકસ ડિપોઝીટના ફાયદા મળે છે. વ્યાજ નક્કી થવાથી આવકની નિશ્ચિતતા રહે છે અને બેન્ક તરફથી ઓફર મળવાની સરળતા રહે છે. આરડીમાં એક ખાસ લક્ષ્ય માટે રકમ ભેગી કરી 

શકાય છે. આરડી 10 વર્ષ સુધી થઈ શકે છે. તેમાં લાંબા સમયનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવી શકાય છે.

 

કઈ રીતે શરૂ કરશો રિકરિંગ ડિપોઝીટ

 

આરડી એકાઉન્ટ પોસ્ટ ઓફિસ, બેન્કમાં જઈને કે ઓનલાઈન પણ ખોલાવી શકાય છે. તમે મોબાઈલ એપથી પણ આરડી ખોલાવી શકો છો. તમે પોસ્ટ ઓફિસમાં આરડી ખોલાવી શકો છો. તમારું એકાઉન્ટ એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસ ટ્રાન્સફર થઈ શકે છે. બે એડલ્ટના નામથી જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આરડી એકાઉન્ટ ખોલતા પહેલા જોઈ લો કયા કેટલું વ્યાજ મળી રહ્યું છે. જો આરડી પર 10 હજારથી વધુ વ્યાજ મળે છે તો તે ટેક્સેબલ છે.

X
Invest in this scheme of post office and get good benefit
Invest in this scheme of post office and get good benefit
Invest in this scheme of post office and get good benefit
Invest in this scheme of post office and get good benefit
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App