Home » National News » Utility » Invest in this lic policy and get good return

31 માર્ચ સુધીમાં LICની આ પોલિસીમાં કરો રોકાણ, મળશે ડબલ ફાયદો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 06:41 PM

31 માર્ચ આવનાર છે લોકો ઈન્કમ ટેકસ બચાવવા માટે ખુબ જ ઝડપથી રોકાણ કરી રહ્યાં છે

  • Invest in this lic policy and get good return
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ 31 માર્ચ આવનાર છે લોકો ઈન્કમ ટેકસ બચાવવા માટે ખુબ જ ઝડપથી રોકાણ કરી રહ્યાં છે. તેના કારણે ઘણી વાર ખોટી જગ્યાએ રોકાણ થઈ જાય છે. બાદમાં નુકશાન વેઠવાનો વારો આવે છે. જોકે ભારતીય જીવન વીમા નિગમ(LIC)એ એક એવી પોલિસી બહાર પાડી છે, જેમાં રોકાણ કરીને ડબલ ફાયદો લઈ શકાય છે. જીવન વીમાનો સંપૂર્ણ લાભ મળશે અને સાથે જ ઈન્કમ ટેકસ પણ બચશે. આ સિવાય તેમાં પૈસા પણ એક જ વખત આપવા પડશે.

    કઈ છે યોજના

    એલઆઈસીએ જીવન ઉત્કર્ષ નામનો એક સિંગલ પ્રીમયમ પ્લાન બહાર પાડયો છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત તે છે કે તે 12 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે. 12 વર્ષ બાદ પૂર્ણ લાભની સાથે પૈસા પરત મળશે. આ પ્લાનને ન્યુનતમ 6 વર્ષની ઉંમરના બાળકના નામે પણ લઈ શકાય છે અને અધિકતમ 47 વર્ષની ઉંમરની વ્યક્તિ પણ આ પ્લાનને લઈ શકે છે.

    કેટલામાં મળશે ન્યુનતમ સમ એશ્યોર્ડ

    તેમાં પૈસા લગાવનારને ન્યુનતમ 75 હજાર રૂપિયાનો સમ એશ્યોર્ડ મળશે. જોકે અધિકતમ સમ એશ્યોર્ડ લેવાની કોઈ સીમા નથી. લોકો પોતાની ક્ષમતા અનુસાર તેનું સિલેકશન કરી શકે છે. આ સિવાય કોઈને લાગે છે કે તેને બાદમાં પૈસાની જરૂરિયાત છે તો સરન્ડર વેલ્યુની ગણતરીની રીત પણ ખુબ જ સરળ છે. જો કોઈ તેને એક વર્ષની અંદર સરન્ડર કરે છે તો તેને 70 ટકા વેલ્યુ પરત મળી જશે. પરતું જો કોઈ એક વર્ષ બાદ તેને સરન્ડર કરે છે તો તેને 90 ટકા વેલ્યુ પરત મળશે.

    લોન પણ લઈ શકો છો તેના બદલે

    એટલું જ નહિ જો કોઈને લાગે છે કે પૈસાની જરૂરીયાત છે અને તે પોતાનો વીમો પણ પરત કરવા માંગતો નથી તો તેના માટે એલઆઈસીએ એક વ્યવસ્થા કરી છે. એલઆઈસી આ વીમા પોલિસીના બદલે લોન પણ આપશે. જોકે આ લોન શરૂઆતના ત્રણ મહિના નહિ મળે. બાદમાં તેને સમગ્ર પોલિસી ટર્મમાં કયારે પણ લઈ શકાય છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, ફ્રી લુક પિરિયડના લાભ વિશે...

  • Invest in this lic policy and get good return

    ફ્રી લુક પિરિયડનો લાભ

     

    જો કોઈને લાગે છે કે તેણે ખોટી પોલિસી લીધી છે તો તે 15 દિવસના ફ્રી લુક પિરિયડ દરમિયાન પરત કરી શકે છે. આ 15 દિવસ પોલિસી મળ્યા બાદ ગણવામાં આવે છે. જો કોઈ પોલિસી પરત કરવા માંગો છે તો તેણે યોગ્ય કારણ બતાવવાનું રહેશે.

     

    ફાયદો એક નજરમાં 

     

    જો કોઈ સ્વસ્થ વ્યક્તિ 25 વર્ષની ઉંમરમાં આ પ્લાન લઈ લે અને ન્યુનતમ 75 હજાર રૂપિયાનો બેઝિક સમ એશ્યોર્ડ લે છે તો તેને 41242 રૂપિયા પ્રીમયમ આપાવાનું રહેશે. આ પ્લાન તેને 12 વર્ષ માટે મળશે. આ પ્લાનમાં તેનું મૃત્યું થઈ જાય તો ઘરવાળાને 412420 રૂપિયા મળશે. આ લાભ સમગ્ર પોલિસી ટર્મ દરમિયાન મળશે. જો કોઈ પણ પ્રકારનો અકસ્માત થશે નહિ તો 79875 રૂપિયા પરત મળશે.

     

    31 માર્ચની રાહ જોશો નહિ

     

    ઘણીવાર લોકો યોગ્ય સમયમાં રોકાણનો નિર્ણય લઈ શકતા નથી અને નાણાંકીય વર્ષના અંતમાં જઈને રોકાણ કરે છે. આ હડબડીમાં ઘણીવાર તેમનું ફોર્મ ઈનકમ્પલીટ રહી જાય છે અથવા તો ઘણીવાર વિવિધ કારણોથી ચેક બાઉન્સ થઈ જાય છે. એવામાં ન તો સમયથી રોકાણ થઈ શકે છે અને ન તો ઈન્કમ ટેકસનું રિબેટ મળે છે. એવામાં જરૂરી છે કે રોકાણનો નિર્ણય ઝડપથી લેવો જોઈએ, જેથી કરીને આ પ્રકારની મુશ્કેલી ન સર્જાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ