ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» વર્ષે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ પર મળે છે 2 લાખનો વીમો|Insurance of Rs 2 million on premium of 330 rupees only

    વર્ષે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ પર મળે છે 2 લાખનો વીમો, જાણો પ્રોસેસ

    divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 02:01 PM IST

    18થી 50 વર્ષના વ્યક્તિ જેનું બેન્કમાં એકાઉન્ટ છે તે આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે
    • વર્ષે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ પર મળે છે 2 લાખનો વીમો, જાણો પ્રોસેસ
      વર્ષે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ પર મળે છે 2 લાખનો વીમો, જાણો પ્રોસેસ

      યુટિલિટી ડેસ્ક: પ્રધાનમંત્રી જીવન વીમા યોજનામાં વર્ષે 330 રૂપિયાના પ્રિમિયમ પર 2 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મળે છે. http://www.jansuraksha.gov.inની વેબસાઇટ પર જઇ તેના ફોર્મને ડાઉનલોડ કરી તેમા ડિટેલ ભર્યા બાદ બેંક અથવા ઇન્શ્યોરંસ કંપનીમાં જમા કરાવી શકો છો.

      ઇન્શ્યોરન્સ લેવાની ઉંમર મર્યાદા

      18થી 50 વર્ષના વ્યક્તિ જેનું બેન્કમાં એકાઉન્ટ છે તે આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. પોલિસી હોલ્ડરે આ સ્કીમમાં વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રકમ સંબંધિત વ્યક્તિના એકાઉન્ટમાંથી દર વર્ષે ઓટોમેટિક કાપી લેવામાં આવશે.

      ઇનરોલમેન્ટ સમયગાળો શું છે?

      1 જૂનથી 31 મે તેનો કવર પીરિયડ રહે છે. 14 મે 2018 સુધીમાં 5 કરોડ 35 લાખ લોકોએ આ સ્કીમમાં જોડાયા હતા,જેમા 1 લાખ 2849 હજાર લોકો ક્લેમ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આમા રિસ્ક કવર સ્કીમમાં ઇનરોલમેન્ટ કરાવ્યાના 45 દિવસ બાદ ઇન્શ્યોરન્સના પૈસા મળે છે.

      ઇનરોલમેન્ટ કેવી રીતે કરાવો

      આ સ્કીમ એલઆઇસી સહિત અન્ય પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરંસ કંપનીઓ મારફતે ઓપરેટ કરવામાં આવે છે. વ્યક્તિ પોતાની બેન્કમાં જઇને પણ તેની જાણ કારી મેળવી શકે છે. સાથે જ તમે http://www.jansuraksha.gov.inની વેબસાઇટ પર જઇ તેના ફોર્મને ડાઉનલોડ કરી તેમા ડિટેલ ભર્યા બાદ બેંક અથવા ઇન્શ્યોરંસ કંપનીમાં જમા કરાવી શકો છો.


      ક્લેમ કેવી રીતે કરશો?

      નોમિનીએ તે બેન્કમાં ક્લેમ કરવાનો રહેશે જ્યાં પોલિસી હોલ્ડરે ઇન્શ્યોરન્સ કરાવ્યો હતો. ત્યાં જઇ ડેથ સર્ટિફિકેટ, ડિસ્ચાર્જ રિસિપ્ટ સહિના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વર્ષે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ પર મળે છે 2 લાખનો વીમો|Insurance of Rs 2 million on premium of 330 rupees only
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `