Divya Bhaskar

Home » National News » Utility » here are the use of Cancelled Cheques

શું તમે જાણો છો કેન્સલ ચેકનો યૂઝ? આ જગ્યાઓએ વપરાય છે આ Cheques!

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:04 AM

તમે કેન્સલ ચેક વિશે તો સાંભળ્યું જ હશે પણ શું તમે તેનો અર્થ સારી રીતે જાણો છો?

  • here are the use of Cancelled Cheques
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ તમે મોટાભાગે કેન્સલ ચેક વિશે સાંભળ્યું હશે પણ અનેક લોકોને તે ચેકનો ખ્યાલ હોતો નથી. અનેક લોકો એવા પણ છે જે કેન્સલ ચેક જમા કરે છે પણ આ શા માટે જમા કરાવવામાં આવે છે તે જાણતા નથી. આજે અમે આપને આ વિશેની જાણકારી આપી રહ્યા છીએ.

    શું હોય છે કેન્સલ ચેક?


    કેન્સલ ચેક પણ અન્ય ચેક જેવો જ હોય છે પણ તેની પર પેનથી ક્રોસ કરીને 'cancelled' લખેલું હોય છે. આ એક પ્રકારનું પ્રૂફ હોય છે જે જણાવે છે કે તમે ખરેખર સંબંધિત એકાઉન્ટના હોલ્ડર છે. ઇપીએફ ફંડ્સથી લઇને પ્રોપર્ટીના રજિસ્ટ્રી સુધી કેનસ્લ ચેકનો ઉપયોગ કરાય છે. આ ચેકથી કોઇ પણ વ્યક્તિ ફક્ત એકાઉન્ટની જાણકારી મેળવી શકે છે. તે એકાઉન્ટથી રૂપિયા કાઢી શકતા નથી.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ક્યાં કામમાં આવે છે કેન્સલ ચેક...

  • here are the use of Cancelled Cheques
    કેવાયસી અપડેટ કરાવતી સમયે તમારે કેન્સલ ચેક એટેચ કરવાનો રહે છે.

    ક્યાં ક્યાં કામમાં આવે છે કેન્સલ ચેક?

     

    - અનેક પ્રકારની લોનની EMIના પેમેન્ટ માટે તમારે કેન્સલ ચેકની જરૂર રહે છે.
    - કેવાયસી અપડેટ કરાવતી સમયે તમારે કેન્સલ ચેક એટેચ કરવાનો રહે છે.
    - વીમા પોલિસી લેતી સમયે તેની જરૂર રહે છે.
    - પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવતી સમયે બેંકમાં લોન માટે રજિસ્ટ્રી જમા કરાવવા માટે તેની જરૂર રહે છે.
    - મોબાઇલ ફોન, ટીવી, ફ્રિઝથી લઇને કાર લોન, હોમ લોન, એજ્યુકેશન લોનમાં પણ તેની જરૂર રહે છે. આ એક પ્રૂફની રીતે જમા કરાવવામાં આવે છે.
    - ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ સર્વિસ માટે કેન્સલ ચેક જરૂરી છે. તેનાથી તમે એકાઉન્ટથી ઓટોમેટિકલી મની ટ્રાન્સફર કરી શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending