Home » National News » Utility » This scheme of government gives 1.20 lakh pension

વાર્ષિક 1.20 લાખ પેન્શનની ગેરન્ટી આપે છે સરકારની આ સ્કીમ, માર્ચ 2020 સુધી છે તક

Divyabhaskar.com | Updated - May 03, 2018, 08:19 PM

મોદી સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મોટી ગીફટ આપી છે

  • This scheme of government gives 1.20 lakh pension
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ મોદી સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મોટી ગીફટ આપી છે. વરિષ્ઠ નાગરિક પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના અંતર્ગત 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને વાર્ષિક 1.20 લાખ રૂપિયાનું પેન્શન સુનિશ્ચિત કરી શકશે. 10 વર્ષ બાદ પ્લાન મેચ્યોર થવા પર તેમને તેમના રોકાણ કરેલા પૈસા પણ પેન્શનની સાથે મળી જશે. વરિષ્ઠ નાગરિક આ યોજના અંતર્ગત તેમની સુવિધા અનુસાર મંથલી, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક પેન્શન લઈ શકો છો.

    સરકારે વધારી દીધી છે રોકાણની સીમા

    વરિષ્ઠ નાગરિક હવે પ્રધાનમંત્રી વ્યય વંદન યોજના અંતર્ગત 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે. આ લિમિટ 7.5 લાખ રૂપિયા હતી. પ્રધાનમંત્રી વ્યય વંદન યોજના વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષાનું કવર ઉપલબ્ધ કરાવનારી યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે વ્યય વંદન યોજના અંતર્ગત રોકાણ કરવાની સમય સીમાને વધારી દીધી છે. હવે સિનિયર સિટિઝન્સ આ સ્કીમમાં 31 માર્ચ, 2020 સુધી રોકાણ કરી શકશે.

    દર મહિને મળશે 10,000 રૂપિયા પેન્શન

    જો કોઈ સિનિયર સિટિઝન વ્યય વંદન સ્કમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે. પેન્શન દર મહિને, ત્રણ મહિને, છ મહીને કે વર્ષના આધાર પર લઈ શકાય છે. જો કોઈ ઓછું રોકાણ કરે છે તો તે વ્યક્તિને ઓછું પેન્શન મળશે.

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • This scheme of government gives 1.20 lakh pension

    અત્યાર સુધી 7.5 લાખ રૂપિયા હતી સ્કીમમાં રોકાણ કરવાની લિમિટ

     

    પ્રધાનમંત્રી વ્યય વંદન યોજનામાં રોકાણ કરનારની લિમિટ 7.5 લાખ રૂપિયા હતી. તેને વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. તેનાથી વરિષ્ઠ નાગરિક હવે આ સ્કીમમાં વધુ પૈસા રોકીને વધુ પેન્શન લઈ શકશે.

     

    કયાથી લઈ શકાય છે પ્રધાનમંત્રી વ્યય વંદન યોજના

     

    પ્રધાનમંત્રી વ્યય વંદન યોજના 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. કોઈ પણ વરિષ્ઠ નાગરિક ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી પાસેથી આ પ્લાન ખરીદી શકે છે. આ સ્કીમ અંતર્ગત પ્લાન ખરીદનારને 10 સુધી એક નક્કી રકમ પેન્શન તરીકે મળશે. આ સ્કીમમાં અધિકતમ એક વ્યક્તિ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ અંતર્ગત અધિકતમ 10000 મંથલી પેન્શન મળશે. 10 વર્ષ બાદ એટલે કે પ્લાન મેચ્યોર થવા પર તે વ્યક્તિને રોકાણની રકમ પરત મળી જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending