હોમલોન / 31 માર્ચ 2020 સુધી મિડલ ક્લાસને હોમ લોન પર સબસિડી મળતી રહેશે, સરકારે સમયમર્યાદા વધારી

divyabhaskar.com | Updated - Jan 04, 2019, 12:46 PM
Government increased validity of credit linked subsidy scheme till 31 march 2020

  • મિડલ ક્લાસને પહેલીવાર ઘર ખરીદવા પર આ સ્કીમ હેઠળ સબસિડી મળે છે 
  • આ સ્કીમની સમય મર્યાદા પહેલા માર્ચ 2019 સુધી હતી 

યુટિલિટી ડેસ્ક: ગૃહ અને શહેરી મંત્રાલયના મિડલ ઇન્કમ ગ્રુપ (MIG) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ની મર્યાદાને 12 મહિના સુધી વધારી દીધી છે. હવે આ સ્કીમ 31 માર્ચ 2020 સુધી લાગુ રહેશે. ગૃહ અને શહેરી કાર્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) હરદીપ સિંહ પુરીએ આ બાબતે ઘોષણા કરી. તેમણે કહ્યું કે, MIG માટે CLSSની વૃદ્ધિ અને પ્રદર્શન ઘણું સારું રહ્યું છે અને આ વર્ષના અંત સુધી લાભાર્થીઓની સંખ્યા એક લાખ સુધી પહોંચવાની છે.

પહેલા પણ છેલ્લી તારીખ બદલી ચુક્યા
શહેરી મિડલ ઇન્કમ ગ્રુપ માટે CLSS, 31 ડિસેમ્બર 2017એ શરુ થઇ ગઈ હતી. ત્યારે તેને 12 મહિના માટે લાગુ પડાઈ હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને ઘર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ સ્કીમના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાત્ર ઉમેદવારોને પહેલીવાર ઘર ખરીદવા માટે હોમ લોન લેવા પર સબસિડી મળે છે. પછી આ યોજનાની મર્યાદા 3 મહિના વધારવામાં આવી અને તેને 31 માર્ચ 2019 સુધી વધારી દીધી.

કેટલો ફાયદો મળે છે?
CLSSનો લાભ લેનારાઓ માટે સરકારે મિડલ ઇન્કમ ગ્રુપની બે કેટેગરી બનાવી છે. તેમાં 6 લાખથી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને MIG-1 કેટેગરીમાં આવે છે. જ્યારે, 12થી 18 લાખની વાર્ષિક આવક ધરાવનાર MIG-2 કેટેગરીમાં આવે છે. MIG-1 કેટેગરીવાળાઓને 20 વર્ષની મુદ્દત માટે 9 લાખ રૂપિયા હોમ લોન લેવા પર વ્યાજ દરમાં 4 ટકાની સબસિડી આપવામાં આવે છે. સબસિડીની મહત્તમ છૂટ 2.35 લાખ હશે. તેની સાથે જ MIG-2 કેટેગરીવાળાઓને 20 વર્ષની મુદ્દત માટે 12 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા પર વ્યાજદરમાં 3 ટકા છૂટ મળે છે, જે વધુમાં વધુ 2.30 લાખ સુધી હશે.


X
Government increased validity of credit linked subsidy scheme till 31 march 2020
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App