સરકારી કર્મચારીઓને 2019માં કુલ 101 રજાઓ મળી શકે, લાંબી ટૂરનું પ્લાનિંગ શક્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલથી મે વચ્ચે લોકસભા ચૂંટણીની વ્યસ્તતાને લીધે રજાઓ રદ્દ થઇ શકે
  • 10થી 18 ઓગષ્ટ સુધી સતત 9 દિવસની રજા મળી શકે
  • માર્ચ અને ઓક્ટોબરમાં 10-10 રજાઓની સંભાવના  

યુટિલિટી ડેસ્ક: વર્ષ 2019માં સરકારી નોકરી કરતા લોકો બમણી મજા લઇ શકશે કારણકે આખા વર્ષમાં તેમને 101 રજા મળી શકે એમ છે. આ વર્ષે ચાર તહેવાર રવિવારે આવશે, તે સિવાય સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની એક જ તિથિ છે માટે આ 5-6 રજાઓનો કાપ હશે. આખા વર્ષમાં જે રજાઓ છે તેમાં 52 રવિવાર, 24 બીજો તથા ચોથો શનિવાર, 19 તહેવાર, 3 સ્થાનિક રજાઓ અને 3 વૈકલ્પિક રજાઓનો સમાવેશ થાય છે.


1) આટલી મોટી સંખ્યામાં રજાઓ કેમ મળી રહી છે?

કેટલીયેવાર રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવાર રવિવારે અથવા અન્ય જાહેર રજાના દિવસે આવતા હોવાથી રજા ઓછી થઇ જાય છે પણ આ વર્ષે વર્કિંગ-ડેમાં તહેવાર હોવાથી રજાઓ વધી જશે. આ વખતે માત્ર 14 એપ્રિલે આંબેડકર જયંતિ, 13 ઓક્ટોબરે મહર્ષિ વાલ્મીકિ જયંતિ, 27 ઓક્ટોબરે દીવાળી અને 10 નવેમ્બરે ઈદ જ રવિવારે છે. આ સિવાય 15 ઓગષ્ટ તેમજ રક્ષાબંધન એક જ દિવસે હોવાથી એક રજા ઓછી થઇ ગઈ. આ તિથિઓમાં ફેરબદલ હોત તો રજાના આંકડાઓ વધી શકતા હતા.  

આ વર્ષે 19થી 21 એપ્રિલ અને 10થી 12 ઓગષ્ટએ સતત ત્રણ રજા મળશે. આ જ રીતે ઓગષ્ટમાં પણ એક સ્થાનિક તેમજ બે વૈકલ્પિક રજા લેવામાં આવે તો 10થી 18 ઓગષ્ટ સુધી સતત 9 દિવસની રજા મળી શકે છે. આ દરમિયાન પરિવાર સાથે ક્યાંય બહાર જવા ટુર પ્લાનિંગ કરવી શક્ય છે. માર્ચ અને ઓક્ટોબરમાં 10-10 રજાઓ મળવાની સંભાવના છે.  

આ સિવાય જુલાઈમાં 6 રજાઓ, એપ્રિલ અને ઓગષ્ટમાં 9-9 રજાઓ મળશે. જૂન-સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં 8-8 રજાઓની સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે અને નવેમ્બરમાં 7-7 રજાઓ મળશે. જોકે, એપ્રિલથી મે વચ્ચે લોકસભા ચૂંટણીની વ્યસ્તતાને લીધે રજાઓ રદ્દ થઇ શકે.   

અન્ય સમાચારો પણ છે...