તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લીંબુ કિચન ટિપ્સ, Easy Kitchen And Cleaning Tips Lemon In Daily Use

બટાકાં બાફવા કે ભાત બનાવવા બહુ કામનાં છે લીંબુ, 10 ટિપ્સ સરળ કરશે ઘણાં કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યુટિલિટિ ડેસ્ક: લીંબુનો ઉપયોગ રસોઇમાં સ્વાદ વધારવાની સાથે-સાથે બીજા પણ ઘણા કામ માટે થાય છે. લીંબુ આપણાં ઘણાં રોજિંદાં કામ સરળ પણ કરે છે. એટલે જ તો લીંબુ ક્લિનઝિંગ પ્રોડક્ટ્સનો સબ્સ્ટિટ્યૂટ પણ ગણાય છે. સાથે-સાથે લીંબુ કુકિંગની પણ અનેક સમસ્યાઓ સરળ બનાવી દે છે. અમે તમને જણાવી રહ્યા છીએ, લીંબુની આવી જ કેટલીક ટિપ્સ વિશે....

 


૧. બટાકાં બાફતી વખતે અંદર નાખો નાની ચમચી લીંબુનો રસ કે અડધું લીંબુ. બટાકા બ્રાઉન નહીં થાય અને કૂકર પણ કાળું નહીં પડે.

૨. એક લીંબુને વચ્ચેથી કાપી તેના પર 10 લવિંગ લગાવી ઘરના એક ખૂણામાં મૂકી દો. આસપાસ મચ્છર ફરકશે નહીં.

૩. જ્યાં વારંવાર કીડીઓ નીકળતી હોય ત્યાં લીંબુનો રસ લગાવવાથી કીડીઓથી છૂટકારો મળશે.

૪. કપડાં પરથી પરસેવાના ડાઘ જતા ન હોય તો ત્યાં લીંબુ ઘસો, ડાઘ સરળતાથી નીકળી જશે.

૫. કાચ, બારી-બારણાના ડાઘ અને તેલની ચિકાશ દૂર કરવા ઉપર લીંબુનો રસ લગાવી થોડીવાર રહેવા દો. પછી બેકિંગ સોડાથી સાફ કરો.

૬. કોટન બોલ કે સ્પંજમાં લીંબુનો રસ લઈ આખી રાત ફ્રિજમાં રાખવાથી અંદરથી આવતી સ્મેલ દૂર થશે.

૭. સુધારેલું સફરજન કાળું ન પડી જાય એ માટે ત્રણ કપ પાણીમાં એક મોટું લીંબુ નીચોવી અંદર એપલને ડુબાડીને મૂકી દો. 

૮. સફેદ કપડાં કે જૂતાંમાં પીળાશ આવી ગઈ હોય તો, તેને લીંબુના રસમાં બોલીને મૂકો અને થોડીવાર બાદ ધોઇ લો.

૯. ભાત બનાવતી વખતે અંદર એક નાના લીંબુનો રસ નાખો. દાણા ચીપકશે નહીં અને ભાત છૂટ્ટા બનશે.

૧૦. કિચન સિંકના ડાઘ સાફ ન થતા હોય તો મિઠ્ઠામાં લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી તેનાથી સાફ કરો. 

 

10 રૂપિયામાં વેચાઇ રહી છે હાલતી-ચાલતી બીમારી, પીતાં પહેલાં કરી લો ચેક!