પેસેન્જર્સને બસમાં ઉભા-ઉભા ન લઈ જઈ શકાય, જાણો પોતાના 7 અધિકાર

કોઈ પણ પેસેન્જર્સ પાસેથી ભાડું લેવામાં આવે છે તો તેને બસમાં સીટ આપવી જરૂરી છે

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:39 PM
Do you know rights of bus passengers

યુટિલિટી ડેસ્કઃ કોઈ પણ પેસેન્જર્સ પાસેથી ભાડું લેવામાં આવે છે તો તેને બસમાં સીટ આપવી જરૂરી છે. જો કોઈ ભાડું લીધા બાદ પણ સીટ નથી આપી રહ્યું તો મુસાફર તેની ફરિયાદ કરી શકે છે. આરટીઓ જીતેન્દ્ર સિંહ રધુવંશી(ઈન્દોર)એ જણાવ્યું કે કેન્દ્રીય મોટરવ્હીકલ નિયમ અંતર્ગત વધુમાં વધુ 12 મુસાફરને ઉભાઉભા બસમાં લઈ જઈ શકાય છે. જોકે બસ સંચાલકે તેની અલગથી પરમીશન લેવાની હોય છે. જો આ પરમીશન સંચાલકની પાસે નથી તો તેણે પેસેન્જર્સને સીટ આપવી જ પડશે, આમ ન થવા પર પેસેન્જર્સ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમીશનરની સાથે ક્ષેત્રીય ટ્રાન્સપોર્ટ અધિકારીને ફરિયાદ કરી શકે છે.

અહીંથી પણ નિરાકરણ ન થાય તો કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. એવામાં સંબધિત બસ સંચાલકે મુસાફરને કમ્પેન્સેશન આપવું પડી શકે છે. Divyabhaskar.com વર્લ્ડ કન્ઝયુમર ડે(15 માર્ચ)ના પ્રસંગે કન્ઝયુમરના અધિકાર સાથે જોડેલી સિરિઝ ચલાવી રહ્યું છે. એવામાં અમે એક્સપર્ટસ દ્વારા એ બતાવી રહ્યાં છે કે કન્ઝયુમરના કયાં કયાં અધિકાર છે અને કયાં મામલાઓમાં કન્ઝયુમર કોર્ટનો દરવાજો ખખડાવી શકાય છે.

અકસ્માત થવા પર કમ્પેન્સેશનનો છે હક

જો કોઈ મુસાફર પબ્લિક સર્વિસ વ્હીકલમાં મુસાફરી કરે છે અને ડ્રાઈવરની ભૂલને કારણે અકસ્માતનો શિકાર બને છે તો આવા મામલામાં સંબધિત યાત્રી કમ્પેન્સેશન કલેમ કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટ આ પ્રકારના મામલામાં આદેશ આપી ચુકી છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોરપોરેશનની બસમાં અરવિંદ મહેતા નામનો યાત્રી એકસ્માતનો શિકાર બન્યો હતો. તેણે કમ્પેન્સેશન માટે કોર્ટમાં અપીલ કરી. બાદમાં મોટર દુર્ધટનાના દાવામાં ટ્રિબ્યુનલ (MACT)એ GSRTCને મહેતાને કમ્પેન્શસેશન આપવાનો આદેશ આપ્યો હતો.

રિટાયર્ડ એસપી ટ્રાફિક આર એસ રાણાવતનું કહેવું છે કે બસ સંચાલકો જે સુવિધાઓ આપવાનો દાવો કરે છે, તેમણે તે સુવિધાઓ યાત્રીને આપવી જરૂરી છે. ન આપવા પર ઘણાં મુસાફર કન્ઝયુમર કોર્ટમાં ગયા છે અને તેમને ત્યાંથી ન્યાય મળ્યો છે. આજે અમે વાત કરી રહ્યાં છે બસમાં મુસાફરને શું અધિકાર મળે છે.

દરેક પેસેન્જર્સને મળે છે આ અધિકાર, જાણો આગળની સ્લાઈડ્સમાં...

Do you know rights of bus passengers

જો તમે AC બસમાં રિઝર્વેશન કરાવ્યું છે તો બસનું AC ચાલું હોય તે જરૂરી છે.

 

Do you know rights of bus passengers

જે ડેસ્ટિનેશન સુધી તમે બુકિંગ કરાવ્યું છે, ત્યાં સુધી જો બસ તમને ન છોડે તો તમને વળતરનો અધિકાર છે.

 

Do you know rights of bus passengers

દરેક મુસાફરને રેટ મુજબ પૈસા આપવાનો અધિકાર છે. 1 રૂપિયો પણ કન્ડકટર વધુ ન વસુલી શકે.

Do you know rights of bus passengers

બસ કેટલા વાગે ડેસ્ટિનેશન પર પહોંચશે, કયાં રૂટથી જશે, કઈ-કઈ જગ્યાએ રોકાશે, તે માહિતી મેળવવાનો મુસાફરને અધિકાર છે.

 

Do you know rights of bus passengers

બુકિંગ કર્યા બાદ પણ બસ જો તમને તમારા ડેસ્ટિનેશન પર ન છોડે તો પણ તમે રિફન્ડના હકદાર છો.

Do you know rights of bus passengers

બસમાં સુરક્ષિત યાત્રા કરાવવી તે સંચાલકની જવાબદારી છે. કન્ડકટર, ડ્રાઈવર મિસબિહેવ કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

X
Do you know rights of bus passengers
Do you know rights of bus passengers
Do you know rights of bus passengers
Do you know rights of bus passengers
Do you know rights of bus passengers
Do you know rights of bus passengers
Do you know rights of bus passengers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App