આ નિયમોના કારણે 36 કલાક પછી પણ શ્રીદેવીનો પાર્થિવ દેહ નથી આવ્યો ઈન્ડિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ શ્રીદેવીની મોતને આશરે 36 કલાક થઈ ગયા છે તેમ છતાં તેનો પાર્થિવ દેહ દુબઈથી ભારત નથી લાવી શકાયો. જ્યારે દુબઈમાં ઈન્ડિયન એમ્બેસીના અધિકારી લોકલ ઓથોરિટીની સાથે મળીને સતત પ્રોસેસ પૂરી કરવામાં લાગ્યાં છે.

 

 

કાઉન્સલર જનરલ ઓફ ઈન્ડિયા વિપુલના મુજબ, અમે શ્રીદેવીની બોડીને ઈન્ડિયા લાવવા માટે દુબઈ પોલીસની સાથે મળીને સતત કામ કરી રહ્યા છીએ. શ્રીદેવીની મોત પછીથી જ વિપુલ અને ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ સતત કપૂર પરિવારની સાથે છે. વાસ્તવમાં દુબઈના કાયદા ખૂબ સખત છે. નિયમો પૂરા કર્યા વિના ત્યાંથી કોઈ પણ વિદેશી નાગરિકની ડેડ બોડી લઈને નથી જઈ શકાતી. આજે અમે તમને દુબઈના એવા જ કાયદા વિશે જણાવી રહ્યા છીએ, જે તમને ખબર હોવી જોઈએ.

 

શું ચાલી રહ્યું છે અત્યારે?

 

દુબઈનો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પોતાની તપાસ કરી રહ્યો છે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોલીસને આપશે. પોલીસ ક્લિયરન્સ અને ફોરેન્સિક રિપોર્ટ મળ્યાં પછી જ આગળની પ્રક્રિયા શરૂ કરશે. 2થી 3 કલાકમાં ઈમિગ્રેશન અને એમ્બોલમિંગની પ્રોસેસ પૂરી થઈ શકે છે. સોમવારે સવારથી જ શ્રીદેવીની બોડી દુબઈ પોલીસના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પાસે છે.

 

સામાન્ય મોત પર પણ થાય છે પોસ્ટમાર્ટમ

 

- દુબઈના કાયદા મુજબ, ત્યાં કોઈ પણ વિદેશી નાગરિકની અચાનક મોત થઈ જાય તો પોસ્ટમાર્ટમ ફરજિયાતપણે કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય મોતનું સાચું કારણ જાણવાનો હોય છે.

 

- પોલીસના પેપર વર્ક્સ પણ ખૂબ લાંબા હોય છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટ પર પોલીસની મોહર લાગે છે. સંપૂર્ણ તપાસ કર્યા પછી સંબંધિત દેશની એમ્બેસીને માહિતી આપવામાં આવે છે. પછી એમ્બેસી દ્વારા મૃતકનો પાસપોર્ટ કેન્સલ કરવામાં આવે છે.

 

- તેની સાથે જ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવે છે. આટલી પ્રક્રિયા થયા પછી જ કોઈ ડેડ બોડીને દુબઈની બહાર લઈ જઈ શકે છે.

 

આગળ જાણો, દુબઈના એવા કાયદા, જેની માહિતી તમને હોવી જોઈએ....

અન્ય સમાચારો પણ છે...