નવા સુધારા / દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુક એક જેવા જ હશે, 15 એવી વાતો જે 2019માં તમારું જીવન સરળ બનાવશે

15 Changes that will change your 2019
X
15 Changes that will change your 2019

divyabhaskar.com

Jan 02, 2019, 05:52 PM IST
યુટિલિટી ડેસ્ક: 2018માં કેટલાયે ફેરફાર થયા. આ ફેરફારોથી આપણને કેટલીયે સુવિધાઓ મળી. 2019માં પણ આ જ રીતે કેટલાયે ફેરફાર થવાના છે. 2019માં થનારા ફેરફારોની જાહેરાત થઇ ગઈ છે. તેમાં રેલવેથી લઈને ઇન્કમ ટેક્સ સુધીના નિયમ સામેલ છે. આ અહેવાલ સાથે જાણો કેટલાક એવા જ ફેરફારો અંગે જે 2019માં લાગુ થશે અને કોઈને કોઈ રીતે આપણી સુવિધાઓમાં ઉમેરો કરશે.

2019માં થનારા મોટા ફેરફારો

ટ્રેનમાં મહિલાઓ અને વડીલો માટેના ક્વોટામાં વધારો
1.

સિનિયર સિટીઝન્સ, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ તેમના માટે ટ્રેનોમાં લોઅર બર્થ આરક્ષણનો ક્વોટા વધારી દીધો. હવે કોઈપણ કેટેગરીની સિંગલ કોચ ધરાવતી મેલ / એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર, એસી-3 ટાયર અને એસી-2 ટાયરમાં તેમના માટે રિઝર્વ લોઅર બર્થની સંખ્યા 13 રહેશે. 1થી વધુ કોચ ધરાવતી ટ્રેનોમાં રિઝર્વ કરાતા બર્થની સંખ્યા 15 થશે. આ સિવાય રાજધાની, દૂરંતો અને અન્ય એસી ટ્રેનોમાં તેમના માટે 9 લોઅર બર્થ રિઝર્વ રહેશે.

 

અત્યાર સુધી આ નિયમ હતો: પહેલા આ કેટેગરી નીચે આવતા યાત્રિકો માટે રાજધાની અને દુરંતો જેવી ફૂલ એસી ટ્રેન્સમાં માત્ર 7 સીટ જ રિઝર્વ્ડ હતી. મેલ, એક્સપ્રેસ કેટેગરી ધરાવતી અન્ય ગાડીઓમાં તેની સંખ્યા 12 રહેતી હતી.

જે ચેનલ જોશો માત્ર તેના જ પૈસા લાગશે
2.

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)એ દેશના તમામ કેબલ ટીવી અને ડીટીએચ યુઝર્સને પોતાની પસંદની ચેનલ સિલેક્ટ કરવા 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. નવી સ્કીમ અંતર્ગત યુઝર પોતાની પસંદની ટીવી ચેનલ જોઈ શકશે અને તેમણે બિલ માત્ર એ ચેનલ્સ માટે જ આપવાનું રહેશે. 


અત્યારે આ છે નિયમ: અત્યારે કેબલ ટીવી અને ડીટીએચ યુઝર્સના ઓપરેટર દ્વારા નક્કી કરી લેવું પેક લેવું પડે છે અને તેના આધારે પૈસા ચૂકવવા પડે છે. 

પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું જરૂરી
3.

પાન કાર્ડ બેન્કિંગ અને ઇન્કમ ટેક્સ મામલે એક મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે પાન કાર્ડ માટે આધારનો ઉપયોગ ગેરમાન્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ આધારથી પણ કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ  31 માર્ચ 2019 નક્કી થઇ છે. 


લિંક નહીં કરાવનાર પર શું અસર થશે? 31 માર્ચ સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાય તો ઇન્કમ ટેક્સ વિભાગ પાન નંબર રદ્દ કરી શકે છે.

એક્સિડેન્ટલ વીમોં અલગ-અલગ નહીં લેવો પડે
4.

1 જાન્યુઆરી 2019થી વાહનોના વીમાને લઈને દેશમાં નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે. આ હેઠળ જો તમારી પાસે એકથી વધુ વાહન છે તો તમારે દરેક વાહનનો અલગ એક્સિડેન્ટલ વીમો નહીં લેવો પડે. કોઈપણ એક વાહન સાથે આ કવર લઈને અન્ય વાહનો ઉપરથી તે અન્ય વાહનોને માન્ય ગણાય. 


અત્યાર સુધી આ નિયમ હતો: અત્યાર સુધી દરેક વાહન માટે અલગ-અલગ વીમો લેવો પડતો હતો જેના લીધે ગ્રાહક પર વધુ પડતો બોજ પડતો હતો. 

મેગ્નેટિક સ્ટ્રીપવાળા કાર્ડ બંધ થશે
5.

1 જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રીપ ધરાવતા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કામ નહીં કરે. તેના બદલે ગ્રાહકોને ચિપ ધરાવતા કાર્ડ લેવા પડશે. મેગ્નેટિક સ્ટ્રીપ ધરાવતા કાર્ડ ઓછા સુરક્ષિત હોય છે માટે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પગલું લેવાયું છે. જો તમે તમારું કાર્ડ હજુ સુધી રિપ્લેસ ન કરાવ્યું હોય તો બેન્ક સાથે સંપર્ક કરીને બદલાવી શકો છો. આ માટે તમારે અલગથી કોઈ ચાર્જ આપવો પડશે નહીં. 


મેગ્નેટિક સ્ટ્રીપ ધરાવતા કાર્ડ આવા હોય છે: મેગ્નેટિક સ્ટ્રીપ ધરાવતા કાર્ડમાં ચિપ નથી હોતી અને સિક્યોરિટી માટે પાછળની બાજુ એક કાળી પટ્ટી હોય છે.

ચેક ઝડપી ક્લિયર થશે
6.

એક જાન્યુઆરીથી નોન-સીટીએસ વાળા ચેક બંધ થઇ જશે. RBIના આદેશ મુજબ, જો ગ્રાહક હજુ સુધી આવી ચેકબુક ઉપયોગ કરી રહ્યા છે તો તેમણે બેંકથી ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ)વાળી નવી ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેન્ક RBI 12 ડિસેમ્બરથી જ નોન સીટીએસ ચેક લેવાનું બંધ કરી ચુકી છે. 


સીટીએસ ચેક શું છે?: આ ચેકના ક્લિયરન્સ માટે ફિઝિકલ ચેકને એક બેંકથી બીજી બેન્કના ક્લિયરિંગ હાઉસમાં મોકલવાની જરૂર પડતી નથી. ચેકની ઇલેક્ટ્રોનિક ઇમેજ મોકલીને સમગ્ર પ્રોસેસ ઓનલાઇન થઇ જાય છે. આમ થવાથી ચેક જલ્દી ક્લિયર થશે અને બેન્કોને ખર્ચ પણ ઓછો થશે.

વ્યાજદર નક્કી કરવાની વ્યવસ્થા બદલાઈ જશે
7.

1 એપ્રિલ 2019થી હોમ લોન અને ઓટો લોન પર લાગુ પડતા વ્યાજની વ્યવસ્થા બદલાઈ જશે. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં પરિવર્તન કર્યા બાદ હવે બેન્ક પોતે જ નક્કી કરે છે કે વ્યાજ દર ક્યારે ઘટાડવો-વધારવો છે. પણ એપ્રિલથી RBIના રેપો રેટ ઘટાડ્યા પછી તરત વ્યાજ ઘટાડવા માટે પાબંધી લાગશે. આ જ વ્યવસ્થા નાના વેપારીઓને અપાતી લોન પર પણ લાગુ થશે.


આ માટે થયો આ બદલાવ: બેન્ક રેપો રેટ વધવા પર વ્યાજ દર તરત વધારી દે છે પણ રેપો રેટ ઘટ્યા પછી જલ્દીથી લોન સસ્તી કરતા નથી. આ કારણે લોન લેનાર ગ્રાહકને નુકસાન ઉપાડવું પડે છે.

વાહન સાથે જ એક્સિડેન્ટલ વીમો લેવો પડશે
8.

ઇરડાના નવા નિયમો મુજબ, 1 જાન્યુઆરીથી મોટર ઇન્સ્યોરન્સ સાથે જ 15 લાખ રૂપિયાનો વીમો લેવો ફરજીયાત થશે. અકસ્માતમાં વાહન માલિક કે ડ્રાઈવરનું મોત કે સંપૂર્ણ દિવ્યાંગ થવા પર તેમના પરિવારને આ રાશિ મળશે. એક્સિડેન્ટલ કવર માટે 750 રૂપિયાનું વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સિવાય કંપનીઓ ઈચ્છે તો વાહન માલિકો પાસેથી વધુ પ્રીમિયમ લઈને 15 લાખથી વધુનું વળતર પણ આપી શકશે.


અત્યાર સુધી શું નિયમ હતો?: અત્યાર સુધી દ્વિચક્રી વાહન માલિકોને 1 લાખ રૂપિયાના એક્સિડેન્ટલ કવર માટે 50 રૂપિયા અને ફોર વહીલર વાહન માટે 100 રૂપિયા પ્રીમિયમ આપવું પડતું હતું. આ સિવાય કોમર્શિયલ વાહનો પર 2 લાખ રૂપિયા કવર મળતું હતું.

રિટર્ન ન ભરવા બદલ પેનલ્ટી વધી જશે
9.

નાણાકીય વર્ષ 2017-18નું રિટર્ન 31 જુલાઈ સુધી પેનલ્ટી વિના ભરી શકાતું હતું. આ પછી 1 ઓગષ્ટથી 31 ડિસેમ્બર સુધી 5 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવનારાઓને 5 હજાર રૂપિયાની પેનલ્ટી બાદ જ રિટર્ન ભરવાની યોગ્યતા ધરાવતા હતા. જો હજુ પણ રિટર્ન નહીં ભરો તો એક જાન્યુઆરીથી આ પેનલ્ટી 10 હજાર રૂપિયા થઇ જશે. આ પેનલ્ટી ભરીને કરદાતા 31 માર્ચ 2019 સુધી રિટર્ન ફાઈલ કરી શકશે.


5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે આ નિયમ: 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે આ પેનલ્ટી 31 જુલાઈ પછી ITR ભરવા પર 1 હજાર રૂપિયા હતી. 31 માર્ચ 2019 સુધી આ એટલી જ રહેશે.

હાઈ સિક્યોરિટી પ્લેટથી વાહન સુરક્ષિત થશે
10.

નવા વર્ષમાં 1 એપ્રિલથી તમામ વાહનોમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત થઇ જશે. આ તારીખ પછી માર્કેટમાં આવતા તમામ વાહનોમાં પહેલેથી જ સિક્યોરિટી પ્લેટ લાગેલી રહેશે. આ વ્યવસ્થાના કારણે ગ્રાહકોને હાઈ સિક્યોરિટી પ્લેટ લગાવવા માટે RTOમાં રાહ જોવી પડશે નહીં.


હાઈ સિક્યોરિટી પ્લેટથી શું ફાયદો થશે?: આ રજીસ્ટ્રેશન પ્લેટમાં હોલોગ્રામ લાગેલું હશે અને લેઝર માર્કથી ગાડીનો નંબર લખેલો રહેશે. તેની સાથે છેડછાડ કરવા પર તે તૂટી જશે. આ કારણે વાહન ચોરી અને ફ્રોડની ઘટનાઓથી પણ રાહત મળી શકશે. આ હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ માટે ગ્રાહકોએ અલગથી પૈસા આપવા નહીં પડે. 
 

આખા દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુક એક જેવા જ હશે
11.

1 જુલાઈ 2019થી આખા દેશમાં એક જેવા જ ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીઓના રજીસ્ટ્રેશન કાર્ડ મળશે. બંને કાર્ડ્સમાં QR કોડ સાથે ચિપ પણ હશે. કાર્ડ પર પ્રિન્ટ જાણકારી સિવાય ચીપમાં ચાલક અને વાહનની દરેક જાણકારી શામેલ થશે. નવા કાર્ડમાં વાહનની સીટિંગ, સ્ટેન્ડિંગ અને સ્લીપર કેપેસીટી પણ લખેલી હશે.


અત્યાર સુધી આ નિયમ છે: અત્યાર સુધી અલગ-અલગ રાજ્યમાં લાયસન્સ અને RC બુક જુદી રીતે અપાતા હતા. ચીપમાં તમામ જાણકારી હોવાના લીધે તેને એક ક્લિક પર કાઢી શકાય છે. 

ઉડાન ઇન્ટરનેશનલ યોજનાથી વિદેશયાત્રા સસ્તી થશે
12.

2019માં આખા દેશમાં એર પેસેંજર્સ માટે ડિજી યાત્રા સિસ્ટમ લાગુ પડી જશે. એરપોર્ટ પર તપાસ માટે આઈડી રાખવાની જરૂર ઓછી થઇ જશે. એરપોર્ટમાં એન્ટ્રી કરવા માટે ફેસ સ્કેનિંગથી ઓળખ સંભવ થશે. હૈદરાબાદ અને બેંગ્લોર એરપોર્ટથી શરુ થઈને આ સિસ્ટમ ધીરે-ધીરે અન્ય એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે. આ સિવાય વિમાનમાં વાઈ-ફાઈ કનેક્ટિવિટી શરુ થઇ શકે છે. 


વિદેશયાત્રા 50% સુધી સસ્તી થશે: આ સાથે જ ઉડાન ઇન્ટરનેશનલ યોજના શરુ થઇ શકે છે. આવું થવા પર દુબઇ, સિંગાપોર, ચીન, મલેશિયા, શ્રીલંકા જેવા પડોસી દેશો માટે 50% સીટ સસ્તી થઇ શકે છે.

ચાલતી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળશે
13.

ટ્રેન ચાલ્યા પછી કોઈ યાત્રીએ ટિકિટ કેન્સલ કરાવી છે તો ટીટીઈને જાણકારી ઘણા ઓછા સમય પછી મળી શકે છે. આ કારણે વેઈટીંગ લિસ્ટમાં નામ ધરાવતા લોકોની ટ્રેનમાં કન્ફર્મ થઇ શકતી નથી. હવે ટીટીઈ પાસે હેન્ડ-હેલ્ડ ટર્મિનલ હશે, જેનાપર ચાલતી ટ્રેનમાં જ ડેટા અપડેટ થઇ જશે અને વેઇટિંગમાં નામ ધરાવનારને સીટ મળી શકશે. શતાબ્દી, રાજધાની અને દુરંતોના 500 ટીટીઈને હેન્ડ-હેલ્ડ ટર્મિનલ આપવામાં આવશે.


આવી રીતે ટિકિટ કન્ફર્મ થશે: ટીટીઈને મળનારું આ ડિવાઇસ રેલવે સર્વરથી કનેક્ટ હશે. તેના દ્વારા ટિકિટ કેન્સલેશનની દરેક અપડેટ ટીટીઈને મળતી રહેશે. આ રીતે કોઈ ટિકિટ કેન્સલ થવા પર ટીટીઈ વેઇટિંગ લિસ્ટના હિસાબથી બર્થ આપી દેશે.

25 જાન્યુઆરી સુધી વોટર લિસ્ટમાં નામ જોડાવાનો ચાન્સ
14.

લોકસભા ચૂંટણી માટે વોટર લિસ્ટમાં નવા મતદારોનું નામ જોડવાનું શરુ થઇ ગયું છે. 1 જાન્યુઆરી 2019ના રોજ 18 વર્ષના થઇ ચૂકેલા લોકો પોતાનું નામ આ યાદીમાં જોડી શકે છે. આવું કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી છે. જેમના નામ કોઈ કારણથી કપાઈ ગયા હોય તેઓ પણ આ યાદીમાં નામ નોંધાવી શકે છે.


આ રીતે નામ નોંધાવો: વોટર લિસ્ટમાં નામ નોંધાવવા માટે તમામ મતદારોએ BLOથી મળીને ફોર્મ 6 ભરવું પડશે. મતદાર ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર જઈને આ માટે એપ્લિકેશન કરી શકે છે. 

મિક્સ ફ્યુલવાળી ગાડીઓથી 20% બચત થશે
15.

2019માં ડીઝલ, પેટ્રોલ સાથે સીએનજી (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), બાયોફ્યુઅલ અને એલએનજી (લિકવીફાઇડ નેચરલ ગેસ)ના મિક્સ ફ્યુલથી ચાલનારી ગાડીઓ બજારમાં આવશે. આવું થવાથી ડીઝલ ગાડી ચલાવનાર અઢી કરોડ લોકોને ફાયદો થશે.


આવી રીતે બચત થશે: મિક્સ ફ્યુલના ઉપયોગથી ઇંધણના ખર્ચમાં ઘટાડો થશે. આ ઇંધણના ઉપયોગથી ખર્ચમાં 20 ટકા સુધી ઘટાડો થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી