Indigoએ શરૂ કર્યો 4 દિવસનો સેલ: 999 રૂપિયામાં કરી શકો છો મુસાફરી, આ શહેરો માટે છે બેસ્ટ ઓફર, 10 લાખ સીટ્સ થશે બુક

મોબીક્વિકથી બુકિંગ કરાવવા પર કંપની આપશે 600 રૂપિયા સુધી સુપર કેશ એમાઉન્ટ

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 06:19 PM
Indigo launches 4 day sale, passenger can travel at Rs 999 only

યુટિલિટી ડેસ્ક: Indigo 10 લાખ પેસેન્જર્સને ખુબ જ સસ્તામાં એર ટૂરની સુવિધા આપશે. સીટ્સની બુકિંગ 999 રૂપિયાથી શરૂ થશે. આ ઓફર લિમિટેડ ટાઇમ પીરિયડ માટે છે. કંપની મોબીક્વિકથી બુકિંગ કરાવવા પર 600 રૂપિયા સુધી સુપર કેશ એમાઉન્ટ પણ આપશે. કંપની ફેસ્ટિવલ સેલ હેઠલ આ ઓફર લાવી છે.

જાણો ઓફર સાથે જોડાયેલી ડિટેલ
-બુકિંગ સોમવારથી શરૂ થઇ છે.
- ટ્રાવેલ પીરિયડ 18 સપ્ટેમ્બરથી 30 માર્ચ 2019 સુધીનો છે.
- 3થી 6 સપ્ટેમ્બર એટલે 4 દિવસ સુધી આ સેલ ચાલશે. આ દિવસોમાં ઓફરનો ફાયદો ઉઠાવી શકાય છે.
- ડોમેસ્ટિક ફ્લાઇટની બુકિંગ 999 રૂપિયા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટની બુકિંગ 3199 રૂપિયાથી શરૂ થશે.
-www.goindigo.in પર જઇને તમે બુકિંગ કરાવી શકો છો.

કયા શહેરોમાં કરી શકો છો ટ્રાવેલ
- ઇન્દોરથી નાગપુરની બુકિંગ 1599 રૂપિયામાં થઇ રહી છે.
- દિલ્હીથી જયપુર 999, ચંડીગઢ 999, અમદાવાદ 1399, અમૃતસર 1499, વારાણસી 1799 અને ઉદયપુરની બુકિંગ 1899 રૂપિયામાં થઇ રહી છે.
- હૈદરાબાદથી બેંગલુરુ 1399, અમદાવાદ 1799 રૂપિયામાં બુકિંગ થઇ રહી છે.
- ગોવાથી મુંબઇ 1599, ચેન્નઇ 2199 રૂપિયામાં બુકિંગ થઇ રહી છે.
- આ પ્રકારથી અન્ય શહેરોમાં પણ ઓફર્સ મળી રહી છે.

X
Indigo launches 4 day sale, passenger can travel at Rs 999 only
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App