આ વેકેશનમાં જાવ આ દેશોમાં ફરવા, વિઝાની નહિ પડે જરૂર

આ દેશોમાં ફરવા માટે ભારતીયોને નથી લેવા પડતા વિઝા

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 07:59 PM
Indians do not require visa  for these countries

યુટિલિટી ડેસ્કઃ અમેરિકાના વિઝા માટે એપ્લાઈ કરનારને હવે પોતાનો જૂનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સોશિયલ મિડિયાની હિસ્ટ્રી આપવી પડશે. તેમણે નવા નિયમો અંતર્ગત ફોર્મમાં આપવામાં આવેલા સવાલોના જવાબ આપવાના રહેશે. અમેરિકા આ પગલું દેશને વધુ સુરક્ષિત કરવા માટે લઈ રહ્યું છે. જોકે શુ તમે જાણો છે કે ભારતીયો માટે ઘણાં દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. એટલે કે માત્ર પાસપોર્ટથી જઈ શકાય છે. આ સિવાય ઘણાં દેશો એવા છે, જયાં વિઝા ઓન એરાઈવલની સુવિધા પણ ભારતીયોને મળે છે. આજે અમે તમને આ અંગેની જાણકારી આપી રહ્યાં છે.

ખર્ચો ઓછો, સુંદરતા વધારે

ઘણાં એવા દેશ છે, જયાં ઈન્ડિયન્સને એન્ટ્રી માટે વિઝાની જરૂરિયાત હોતી નથી. જયા વિઝા ઓન એરાઈવલ વિઝા મળવાની સુવિધા ઈન્ડિયન્સને છે. તેના માટે તમારી પાસે ઈન્ડિયન પાસપોર્ટ હોવો જોઈએ. આ દેશોની સુંદરતા ખુબ જ સરસ છે અને ખર્ચો પણ વધુ આવતો નથી. એવામાં સમર વેકેશનના હિસાબથી આ દેશો પૈકીના કોઈ દેશની ટ્રીપ પ્લાન કરી શકાય છે.

વિઝાની નહિ પડે જરૂરિયાત, આગળની સ્લાઈડ્સમાં વાંચો...

Indians do not require visa  for these countries

આ દેશો માટે વિઝાની જરૂરિયાત નથી

 

- મોરિશિયસ, માલદિવ, ફિઝી, હોંગકોંગ, જૈમકા, નેપાળ, કુક આઈલેન્ડ, ઈક્વાડોર, ભૂતાન, સમોઆ, મકાઉ, સેનેગલ, સર્બિયા, ત્રિનિદાદ અને ટોબૈગા, ટકર્સ એન્ડ કાઈકોસ આઈલેન્ડ, વાનૂઆતૂ, જેજૂ આઈલેન્ડ, ગુયાના, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ઈન્ડિયન્સ વગર વિઝાએ પણ જઈ શકે છે.
-જોકે આ દેશોમાં રોકાવાનો એક ચોક્કસ ટાઈમ પિરિયડ હોય છે. તે મિનિમમ 30 દિવસથી લઈને 6 માસ અને સમગ્ર વર્ષનો હોય છે.

 

આ દેશોમાં વીઝા ઓન એરાઈવલની સુવિધા, જોવો આગળની સ્લાઈડમાં...

Indians do not require visa  for these countries

આ દેશોમાં વિઝા ઓન એરાઈવલની સુવિધા

 

- ભારતીયો થાઈલેન્ડ, કમ્બોડિયા, કેપ વર્ડે, કોમરોસ, ઈક્વાડર, ઈથોપિય, મકાઉ, જેમકા, જોર્ડન, કેન્યા, મલેશિયા, ઈથોપિયા, લાઓસા, કતર, સોમાવિયા, તાનઝાનિયા, ટોગો, વિયતનામ, જામ્બિયા જેવા દેશોમાં વિઝા ઓન એરાઈવલની સુવિધા મળે છે. અલગ-અલગ સમયે વિઝાને લઈને સંબધિત દેશો નિયમ-કાયદાઓમાં ચેન્જીસ કરતા રહે છે.

X
Indians do not require visa  for these countries
Indians do not require visa  for these countries
Indians do not require visa  for these countries
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App