Divya Bhaskar

Home » National News » Utility » Indian railway to change few rules, you must know

મહિલાઓ માટે ટ્રેનમાં હશે સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ, જાણો નવા ફેરફાર વિશે

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 05:13 PM

ટ્રેનમાં એકલા મુસાફરી કરનાર મહિલા પેસેન્જર્સ માટે ખુશીના સમાચાર છે.

  • Indian railway to change few rules, you must know
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ટ્રેનમાં એકલા મુસાફરી કરનાર મહિલા પેસેન્જર્સ માટે ખુશીના સમાચાર છે. રેલવેએ મહિલાઓની સુરક્ષા માટે દરેક ટ્રેનમાં સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ આપવાનો આદેશ આપ્યો છે. સ્લીપર કોચમાં મહિલા કે તેમના ગ્રુપને એક જગ્યાએ 6 બર્થ મળશે. અહીં પુરુષોને જગ્યા આપવામાં આવશે નહિ.

    આ યોજના અંતર્ગત સુપરફાસ્ટ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં મહિલાઓ માટે વિશેષ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાનીએ પ્રીમયમ ટ્રેનોમાં ફ્લેક્સી ભાડાની રીતમાં સુધારાના સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમાં કેટલાક સુધારા કરવામાં આવશે, જેનાથી મુસાફરો અને રેલવે બંનેને ફાયદો થશે. વિશેષ કમ્પાર્ટમેન્ટમાં પુરુષ મુસાફરને સીટ મળશે નહિ

    - આ કમ્પાર્ટમેન્ટમાં લેડીઝ કોટામાંથી જે મહિલા મુસાફરોએ ટિકિટ બુક કરાવી હશે તેમને અને ગ્રુપમાં ટિકિટ બુક કરાવનાર મહિલાઓને સીટ ફાળવવામાં આવશે. તેમાં કોઈ પણ પુરુષ મુસાફરોને સીટ ફાળવવામાં આવશે નહિ.

    - એટલું જ નહિ વેટિંગ લિસ્ટના સમયે ગર્ભવતી મહિલાઓને પુરુષ યાત્રીની જગ્યાએ ઓટોમેટિક કન્ફર્મ બર્થ એલોટ કરવામાં આવશે. રેલવે બોર્ડે તાજેતરમાં તમામ ઝોનલ રેલવે રિઝર્વેશન સિસ્ટમમાં નવો ફેરફાર ઝડપથી લાગુ કરવા માટેના આદેશ આપ્યા છે.

    ગર્ભવતી મહિલાઓને એક જ કમ્પાર્ટમેન્ટમાં સીટ એલોટ કરવામાં આવશે, વાંચો આગળની સ્લાઈડ્સમાં...

  • Indian railway to change few rules, you must know
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રેગ્નન્ટ વુમનને એક જ કમ્પાર્ટમેન્ટમાં મળશે સીટ

     

    - રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હાલ 45 કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓને લેડિઝ કોટા અંતર્ગત લોઅર અને કન્ફોર્મ બર્થનો લાભ મળે છે જોકે આ બર્થ અલગ-અલગ કોચમાં એલોટ કરવામાં આવે છે.

     

    - તેના કારણે તે મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી થાય છે, જે ગ્રુપ બુકિંગ દ્વારા ટિકિટ લે છે અથવા તો જે એકલી જ મુસાફરી કરે છે, પરતું હવે ઝડપથી એકલા, ગ્રુપની સાથે કે ગર્ભવતી હોય તેવી મહિલાઓને એક જ કમ્પાર્ટમેન્ટમાં સીટ એલોટ કરવામાં આવશે.

     

    - તેના કારણે તે અસુરક્ષિતતાનો અનુભવ નહિ કરે. તેના માટે હાલ સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (ક્રિસ) દ્વારા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) સાથે જોડાયેલા સોફટવેરમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

     

    સુપરફાસ્ટ, મેલ, એકપ્રેસ કે સેકન્ડ અને થર્ડ એસીમાં ત્રણ, જયારે રાજધાની દુરન્તોમાં ચાર બર્થ રિઝર્વ હશે, જોવો આગળની સ્લાઈડમાં...

  • Indian railway to change few rules, you must know

    લોઅર બર્થનો કોટા નક્કી હશે

     

    સુપરફાસ્ટ, મેલ, એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ અને થર્ડ એસના પ્રત્યેક કોચમાં ત્રણ લોઅર બર્થનો કોટા મહિલાઓ માટે રિઝર્વ હશે. આ વ્યવસ્થા ગરીબ રથ ટ્રેનમાં પણ લાગુ પડશે. આ સિવાય હવે રાજધાની, દુરન્તો જેવી પ્રીમયમ કલાસ ટ્રેનોમાં પણ થર્ડ એસીના પ્રત્યેક કોચમાં મહિલાઓ માટે ચાર બર્થ રિઝર્વ રાખવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending