આ 90 રેલવે સ્ટેશન્સમાં મળશે એરપોર્ટ જેવી સગવડ, જાણો તમારા શહેરનું નામ છે કે નહિ

ટ્રેન માટે રેલવે સ્ટેશન પર રાહ જોવી તે મુસાફરો માટે એક મુશ્કેલ કામ બની ગયું છે

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 04:18 PM
Indian railway encompasses 90 stations

યુટિલિટી ડેસ્કઃ ટ્રેન માટે રેલવે સ્ટેશન પર રાહ જોવી તે મુસાફરો માટે એક મુશ્કેલ કામ બની ગયું છે. સામાન સાથે હોવાને કારણે ચોરીનો પણ ડર રહે છે. એક-એક મિનિટ મુશ્કેલીથી પસાર થાય છે. જોકે હવે પેસેન્જર માટે એક સારા સમાચાર આવ્યા છે.

હવે રેલવે સ્ટેશન્સની હાલતમાં સુધારો થવાનો છે. અહીં સીસીટીવીથી લઈને વાઈફાઈ સુધીની સુવિધા પેસેન્જર્સને મળશે. ઈન્ડિયન રેલવે દેશના 90 જેટલા રેલવે સ્ટેશન્સને વર્લ્ડ કલાસ એરપોર્ટની જેમ ડેવલોપ કરવાના પ્લાનિંગમાં છે. આમ પેસેન્જર્સને વધુ સુવિધાઓ અને વર્લ્ડ કલાસ અનુભવ આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

શું હશે સ્ટેશન્સમાં

જે સ્ટેશન્સનું રિ-ડેવલોપમેન્ટ થશે, તેમાં સીસીટીવી કેમેરા, વાઈફાઈ, મોડયુલર વોટર કિયોસ્ક, એલઈડી લાઈટસ, લિફટસ, એસ્કેલેટર, મોડયુલર કેટરિંગ કિયોસ્ક જેવી સુવિધા હશે. વેટિંગ હોલ, વેટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ, વોશરૂમમાં પણ વર્લ્ડ કલાસ ફેસિલિટિઝ હશે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ 2018ની બજેટ સ્પીચમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ સ્ટેશન્સ પણ છે સામેલ...

Indian railway encompasses 90 stations

આ સ્ટેશન્સ પણ છે સામેલ

 

જે સ્ટેશન્સનું રિનોવેશન થનાર છે તેમાં વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, પટના, ચંદીગઢ, રાયપુર, દિલ્હી, મડગાંવ, અમદાવાદ, શિમલા, રાંચી, જમ્મુતાવી, ભોપાલ, પુના, ભુવનેશ્વર, પોન્ડીચેરી, ચેન્નાઈ, લખનઉ સહિત અન્ય ઘણાં સ્ટેશન્સ સામેલ છે. તમામ રાજયોના સ્ટેશન્સ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

X
Indian railway encompasses 90 stations
Indian railway encompasses 90 stations
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App