ઇન્ડિયન ઓઇલમાં 345 જગ્યાઓ પર કરાશે ભરતી, 21 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

indian oil recruit 345 Apprentices know how to apply

divyabhaskar.com

Sep 08, 2018, 04:00 PM IST

એજ્યુકેશન ડેસ્કઃ જો તમે 10 ધોરણ પાસ છો અને દેશની કોઇ સંસ્થામાંથી આઇટીઆઇ કર્યું છે તો પેટ્રોલિંગનું માર્કેટિંગ કરતી સરકારી કંપની ઇન્ડિયન ઓઇલમાં એપ્રેન્ટિસ કરવાની તક મળી શકે છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જેમાં 345 જેટલા એપ્રેન્ટિસની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2018 છે.

પોસ્ટઃ એપ્રેન્ટિસ- માર્કેટિંગ વિભાગ, દક્ષિણ ક્ષેત્ર
જગ્યાઃ 345
શૈક્ષણિક લાયકાતઃ 10 પાસ અને 2 વર્ષનો આઇટીઆઇ કોર્સ અને ડિપ્લોમા.
વય મર્યદાઃ 18થી 24 વર્ષ સુધી.
અરજી કરવાની છેલ્લી તારીખઃ 21 સપ્ટેમ્બરા 2018.
પસંદગી પ્રક્રિયાઃ ઇન્ટરવ્યુ અને એક્સપિરિયન્સના આધારે કરાશે ભરતી.
નોકરી સ્થળઃ ચેન્નાઇ.
કેવી રીતે કરશો અરજીઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા માટે https://www.iocl.com પર જાઓ જ્યાં કેરિયર કોલમમાં Apprenticeships પર ક્લિક કરો. જ્યાં વેકેન્સી અંગે માહિતી હશે, જે વાંચીને અરજી કરવાની રહેશે.

X
indian oil recruit 345 Apprentices know how to apply
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી