ઇન્ડિયન ઓઇલમા 345 જગ્યાઓ પર કરાશે ભરતી, 21 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

150 જગ્યાઓ પર ધોરણ 10 અને આઇટીઆઇ ઉમેદવારો કરી શકશે અરજી

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:16 PM
indian oil annouce vacancies of 345 for Apprentice posts

એજ્યુકેશન ડેસ્કઃ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં 345 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ ટેક્નિકલ ટ્રેંડ એપ્રેન્ટિસ, નોન ટેક્નિકલ ટ્રેંડ એપ્રેન્ટિસ(એકાઉન્ટ) અને ટેક્નિશિયન એપ્રેન્ટિસ જેવી પોસ્ટ પર કરવામાં આવશે. અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2018 છે.


પોસ્ટઃ ટેક્નિકલ ટ્રેંડ એપ્રેન્ટિસ
જગ્યાઃ
150
શૈક્ષણિક લાયકાતઃ ધોરણ 10 પાસ ઉપરાંત આઇટીઆઇ કરેલું હોવું જરૂરી.

પોસ્ટઃ નોન ટેક્નિકલ(એકાઉન્ટન્ટ)
જગ્યાઃ
100
શૈક્ષણિક લાયકાતઃ 50 ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી.

પોસ્ટઃ ટેક્નિશિયન એપ્રેન્ટિસ
જગ્યાઃ
95
શૈક્ષણિક લાયકાતઃ સિવિલ એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ/મેકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રૂમેન્ટેશનમાં ડિપ્લોમાં કરેલું હોવું જરૂરી.

વયમર્યાદાઃ 18થી 24 વર્ષ સુધી
અરજીની છેલ્લી તારીખઃ 21 સપ્ટેમ્બર 2018
પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. આ માટે www.iocl.com પર જઇને જણાવેલી જાહેરાત પર ક્લિક કરી, જરૂરી માહિતી વાંચીને અરજી કરવાની રહેશે. પગાર ધોરણ અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

X
indian oil annouce vacancies of 345 for Apprentice posts
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App