ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» 12 પાસ માટે આર્મીમાં વેકેન્સી, મળશે આટલો પગાર । Indian Army Recruitment 2018 in Technical Entry Scheme

    12 પાસ માટે આર્મીમાં વેકેન્સી, મળશે આટલો પગાર

    divyabhaskar.com | Last Modified - May 25, 2018, 01:41 PM IST

    14 જૂન સુધીમાં કરવી પડશે અરજી, જાણો કેવી રીતે કરશો એપ્લાય
    • 12 પાસ માટે આર્મીમાં વેકેન્સી, મળશે આટલો પગાર
      12 પાસ માટે આર્મીમાં વેકેન્સી, મળશે આટલો પગાર

      યુટિલિટી ડેસ્કઃ ભારતીય સેનામાં ધોરણ 12 પાસ યુવાનો માટે ટેક્નિકલ એન્ટ્રી સ્કીમ કોર્સ-40 હેઠળ વેકેન્સી બહાર પડી છે. આ માટે 12 પાસ યુવા સેનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકે છે. જોકે પરણિતો માટે આ જોબ નથી, કારણ કે પોતાના નોટિફિકેશનમાં આર્મીએ સ્પષ્ટ કહ્યું છે કે એ લોકો જ એપ્લાય કરી શકે છે, જેમણે લગ્ન કર્યા નતી. આ જોબ માટે પહેલાં ટ્રેનિંગ હશે અને ત્યારબાદ ઉમેદવારને લેફ્ટનન્ટ રેંકમાં રાખવામાં આવશે, આ પોસ્ટ માટે 15600 રૂપિયા પ્રારંભિક પગાર હશે.

      શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા


      - આ જોબ પર એપ્લાય કરવા માટે સૌથી પહેલો ક્રાઇટેરિયા એ છે કે કેન્ડિડેટ અનમેરિડ હોય.
      - તેમની ઉમર 16.5થી 19.5 વર્ષની વચ્ચે હોય. એટલે કે કેન્ડિડેટનો જન્મ 1 જુલાઇ 1999થી 1 જુલાઇ 2002ની વચ્ચે થયો હોય.
      - કેન્ડિડેટ 12માં ધોરણમાં ફિજિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 70 ટકા સાથે પાસ થયા હોવા જોઇએ.
      - એપ્લાય કરનાર કેન્ડિડેટની મિનિમમ ઉંચાઇ 157.5 સેન્ટિમીટર હોવી જોઇએ. જ્યારે લક્ષદ્વીપના ઉમેદવાર માટે 157.3 સેન્ટિમીટર ઉંચાઇ નક્કી કરવામાં આવી છે.

      5 વર્ષની હશે ટ્રેનિંગ


      - ભારતીય સેનામાં 90 પોસ્ટ માટે વેકેન્સી બહાર પડી છે, જોકે બાદમાં તેને વધારી શકાય છે.
      -સિલેક્શન થયા બાદ કેન્ડિડેટને 4 વર્ષની ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે. ટ્રેનિંગ બે ફેઝમાં હશે.
      - પહેલો ફેઝ 1 વર્ષનો હશે, જેમાં બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ હશે. જ્યારે બીજો ફેઝ 3 વર્ષનો હશે. જેમાં પ્રી કમિશન ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત એક વર્ષ સુધી પોસ્ટ કમિશન ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
      - જોકે 4 વર્ષની ટ્રેનિંગ બાદ કેન્ડિડેટ્સને આર્મીમાં લેફ્ટનન્ટની રેન્ક પોસ્ટ આપવામાં આવશે.

      આ રીતે કરો એપ્લાય


      - આ વેકેન્સી માટે 14 જૂન સુધી ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સે ઓફિશિયલ વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઇને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
      - ફોર્મ ભરવા માટે કેન્ડિડેટ્સે 10માં અને 12માં ધોરણની માર્કશીટ અને એક આઇડી પ્રૂફ પણ આપવું પડશે.
      - ફોર્મ સબમીટ કર્યા બાદ કેન્ડિડેટ્સને ઇમેઇલ થકી કન્ફર્મેશન મળશે.
      - ત્યારબાદ જુલાઇ 2018થી શોર્ટલિસ્ટ કરવામાં આવેલા કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 12 પાસ માટે આર્મીમાં વેકેન્સી, મળશે આટલો પગાર । Indian Army Recruitment 2018 in Technical Entry Scheme
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `