શુભારંભ / ઘર બેઠા પેટ્રોલ-ડીઝલ મળશે, ઇન્ડિયન ઓઇલે ફ્યૂલ એટ ડોર સ્ટેપ શરુ કર્યું

divyabhaskar.com | Updated - Jan 04, 2019, 04:35 PM
India Oil started fuel at door step from Chennai
X
India Oil started fuel at door step from Chennai

  • ફયૂલની હોમ ડિલિવરી માટે રિપોઝ (Repos) એપનો ઉપયોગ કરી શકાય
  • પાયલટ પ્રોજેક્ટના રૂપમાં ચેન્નઈના કોલાથુર સ્થિત પંપથી હોમ ડિલિવરી શરુ કરાઈ 
  • 1000 લિટરથી વધુના ફયૂલની ખરીદી પર કોઈ પ્રકારનો ચાર્જ નહીં

 


યૂટિલિટી ડેસ્ક: ટૂંક સમયમાં જ તમે તમારા ઘરે પેટ્રોલ પણ મંગાવી શકો છો. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાંથી એક એવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) પાયલટ પ્રોજેક્ટ રૂપે આ શરૂઆત કરી છે. ચેન્નઈના કોલાથુર સ્થિત પંપથી હોમ ડિલિવરી શરુ થઇ ગઈ છે. ફ્યૂલ એટ ડોર સ્ટેપના નામથી શરુ થયેલી આ સુવિધા હેઠળ અત્યારે નોન-કોમર્શિયલ ગ્રાહકોને પેટ્રોલ ઉપલબ્ધ કરાવાશે. જલ્દી જ તેનો વિસ્તાર વધારીને તેને કોમર્શિયલ સ્તરે આખા દેશમાં લાગુ કરવામાં આવશે.


ફયૂલ 2500 લિટર સુધી મંગાવી શકાશે

1.આ સુવિધાની મદદથી ઓછામાં ઓછું 200 લિટર પેટ્રોલ મંગાવી શકાય. એક વખતમાં પ્રતિવ્યક્તિ ફયૂલ ખરીદવાની મહત્તમ હદ 2500 લિટર છે. આ સુવિધા હેઠળ ગ્રાહકોને માર્કેટ પ્રાઈઝ પર જ પેટ્રોલ મળશે. 500 લિટર કે તેથી ઓછું ફયૂલ ખરીદવા પર પ્રતિ લિટર 1 રૂપિયાનો ચાર્જ, જયારે 500થી 1000 લિટર ફયૂલનો ઓર્ડર કરવા પર 50 પૈસા પ્રતિ લિટર ચાર્જ લેવાશે. 1000 લિટરથી વધુના ફયૂલની ખરીદી પર કોઈ પ્રકારનો ચાર્જ વસૂલાશે નહીં.
 
રિપોઝ (Repos) એપની મદદથી ઓર્ડર બુક કરી શકાય
2.ફયૂલ ડિલિવર કરતા ઇન્ડિયન ઓઈલના આ વાહનમાં એક મોબાઈલ ડિસ્પેન્સર લાગેલું છે. તે સિવાય તેમાં 6000 લિટર ફયૂલ ટેન્ક પણ હશે, આ જ ફયૂલ ટેન્કમાં પેટ્રોલ ભરીને ડિલિવર કરવામાં આવશે. આ સુવિધાના ઉપયોગ માટે ગ્રાહકોએ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન(પેસો)થી ફયૂલ સ્ટોરેજનું લાયસન્સ લેવું પડશે. આથી પહેલા માર્ચ 2018માં કંપનીએ પુણેમાં ડીઝલ એટ હોમ ડિલિવરી પણ શરુ કરી હતી. તમે દેશભરમાં ડીઝલની હોમ ડિલિવરી માટે રિકવેસ્ટ કરી શકો છો. ફયૂલની હોમ ડિલિવરી માટે રિપોઝ (Repos) એપનો ઉપયોગ કરી શકાય છે. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App