એમેઝોન- ફ્લિપકાર્ટ પર ચાલી રહ્યો છે Independence Day સેલ, સ્માર્ટફોન પર 40 ટકા સુધી અને અન્ય પ્રોડક્ટ્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ

Independence Day sale start in Amazon and Flipkart

divyabhaskar.com

Aug 10, 2018, 06:04 PM IST

યુટિલિટી ડેસ્ક: Independence Dayના અવસર પર ઇ-કોમર્સ સાઇટ્સ પર અલગ-અલગ સેલ અને ઓફર્સ ચાલી રહી છે. એમેઝોનનો ફ્રીડમ સેલ 9 ઓગસ્ટથી શરૂ થઇ ચુક્યો છે જે 12 ઓગસ્ટ રાત્રે 11:59 સુધી ચાલશે, જ્યારે ફ્લિપકાર્ટ પોતાના બિગ ફ્રીડમ સેલની શરૂઆત 10 ઓગસ્ટ(આજથી)થી કરી છે આ સેલ પણ 12 ઓગસ્ટ સુધી ચાલશે. બંન્ને કંપનીઓ પોતાના ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ અને કેશબેક આપી રહી છે. સાથે સેલમાં કેટલીક પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આવો જાણીએ બંન્ને કંપનીઓમાંથી કોઇ સૌથી બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે.

અમેઝોન ફ્રીડમ સેલ

ફ્રીડમ સેલ હેઠળ એમેઝોન પર સ્માર્ટફોન, કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન બ્રાંડ, ટીવી, મોટા ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સેજ સહિત પર 20000થી વધારે ડીલ ઓફર કરશે. સેલ હેઠળ 200થી વધારે કેટેગરીમાં 2500થી વધારે બ્રાંડ કબર છે. તે સિવાય એમેઝોન ઇકો ડિવાઇસેઝ, ફાયર ટીવી સ્ટિક અને કિંડલ ઇ-રીડર્સ પર પણ સારુ ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. એમેઝોનની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, ફ્રીડમ સેલ હેઠળ વિભિન્ન પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આ પ્રકારનું છે....

- સ્માર્ટફોન્સ અને Accessories પર 40 ટકા સુધી

- કપડા પર 50-80 ટકા સુધી
- રોજિંદા જરૂરિયાતોની વસ્તુઓ પર 50 ટકા સુધી
- હોમ એંડ કિચન પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધી
- ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ પર 50 ટકા સુધી
- ટીવી તથા એપ્લાયન્સેઝ પર 40 ટકા સુધી

પ્રાઇમ મેમ્બર્સ માટે ખાસ ડીલ તથા ડિસ્કાઉન્ટ

અમેઝોન ફ્રીડમ સેલમાં એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને સ્પેશિય ડીલ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે એસબીઆઇ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર લોકોને 10 ટકા ઇંસ્ટેંટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ ગ્રાહકોને કેટલીક પ્રોડક્ટ્સ પર એક્સચેંજ ઓફર અને ઇએમઆઇ ઓપ્શન પણ ઉપલબ્ધ હશે.

4 લાખનું ઇનામ જીતવાનો મોકો પણ

ઓફર્સની સાથે ગ્રાહકોને માટે એમેઝોન એપ જેકપોર્ટ પણ છે. જેમા ગ્રાહક 4 લાખ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.

ફ્લિપકાર્ટ બિગ ફ્રીડમ સેલ

સેલ હેઠળ ફ્લિપકાર્ટ પર ઘણીબધી પ્રોડક્ટ્સ પર હેવી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સૌથી વધારે ડિસ્કાઇંટ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ પર રહેશે. બિગ ફ્રીડમ સેલમાં બજેટ સ્માર્ટફોન Honor 7A પર 3000 રૂપિયા સુધી છૂટ ઓફર કરવામાં આવી છે. જ્યારે સેમસંગ ગેલેક્સી ઓન5 માત્ર 5790 રૂપિયામાં ખરીદી શકાશે, જેની માર્કેટમાં કિંમત 8990 રૂપિયા છે. સાથે જ એક્સચેન્જ ઓફરની સુવિધા પણ મળશે.

અન્ય કઇ પ્રોડક્ટ્સ પર કેટલી છૂટ

- લેપટૉપ પર 10000 રૂપિયા સુધી છૂટ, નો કોસ્ટ EMI પર એક્સચેંજ હેઠળ એક્સ્ટ્રા 3000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ
- વોટર પ્યોરિફાયર પર 40 ટકા સુધીની છૂટ
- કપડા, ફૂટવેર અને Accessories (ઘડિયાલ, બેગ, સનગ્લાસેઝ સહિત) પર 80 ટકા સુધીની છૂટ
- બાળકોના બ્રાન્ડેડ કપડા પર 50 ટકા સુધીની મિનિમમ છૂટ
- સિટી ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 10 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ

X
Independence Day sale start in Amazon and Flipkart
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી