ઈન્કમ ટેકસ વિભાગે ITRના 7 ફોર્મ બહાર પાડયા, જાણો કયુ ફોર્મ તમને પડશે લાગુ

ઈન્કમ ટેકસ વિભાગે ઈ-ફાઈલિંગ માટે સાત આઈટીઆર ફોર્મ બહાર પાડયા છે

Divyabhaskar.com | Updated - May 29, 2018, 06:06 PM
Income tax department issues ITR form, know details

ઈન્કમ ટેકસ વિભાગે ITRના 7 ફોર્મ બહાર પાડયા, જાણો કયુ ફોર્મ તમને પડશે લાગુ.

યુટિલિટી ડેસ્કઃ ઈન્કમ ટેકસ વિભાગે ઈ-ફાઈલિંગ માટે સાત આઈટીઆર ફોર્મ બહાર પાડયા છે. કેન્દ્રીય કર બોર્ડે 5 એપ્રિલે મુલ્યાંકન વર્ષ 2018-19 માટે નવા આઈકર ફોર્મ બહાર પાડવાનું નક્કી કર્યું હતું. 2019-19 માટે તમામ આઈટીઆર હવે ઈ-ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે. આ અંગેની માહિતી વિભાગે એક નિવેદનમાં આપી છે.

ઈન્કમ ટેકસ વિભાગે 5 એપ્રિલથી આઈટીઆર ફોર્મ બહાર પાડવાનું શરૂ કર્યું છે. સીબીડીટીએ કહ્યું હતું કે તમામ સાત આઈટીઆર વિભાગના ઓફિશિયલ પોર્ટલ ( Incometaxindiaefiling.gov.in) પર ઓનલાઈન ફાઈલ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2018 નક્કી કરી છે.

આઈટીઆર સાત પ્રકારના હોય છે, તો ચાલો જાણીએ...

આઈટીઆર 1

જો કોઈ ઈન્ડિવિઝયુઅલ કે HUFને વેતન, પેન્શન, પ્રોપર્ટી કે ભાડું કે વ્યાજથી આવક થાય છે, તો આઈટીઆર 1 કે સહજ ભરો. કોઈ પણ વ્યક્તિ જેને વેચાણ વગર કર મુકત આવક ( કૃષિ સિવાય 5 હજારથી વધુ આવક) થઈ રહી છે, તો તે આઈટીઆર-1 ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ માત્ર પચાસ લાખ સુધીની આવક પર ભરી શકાય છે.

આઈટીઆર 2

આવા ઈન્ડિવિઝયુઅલ અને HUF જેને કૃષિ, એકથી વધુ પ્રોપર્ટીમાંથી ભાડું, કેપિટલ ગેન, લોટરી કે અન્ય સ્ત્રોતથી આવકમાં લોટરી અને રેસિંગથી પણ આમદાની થાય છે. આ લોકોએ પણ આઈટીઆર 2 ફોર્મ ભરવું જરૂરી છે.

આઈટીઆર 3

જેમને વ્યાજ, સેલેરી, બોનસથી આવક, કેપિટલ ગેન, એકથી વધુ પ્રોપર્ટી દ્વારા આવક થાય છે, તેના માટે આ ફોર્મ ભરવું જરૂરી હોય છે. સરળભાષામાં તેને સમજો કે કોઈ પોતે બિઝનેસ કરે છે, કે કોઈ પ્રોફેશનમાંથી આમદાની પ્રાપ્ત કરી રહ્યું છે, તો તેણે આઈટીઆર 3 ફોર્મ ભરવું જોઈએ.

આઈટીઆર 4

આવા ઈન્ડિવિઝયુઅલ અને HUF ( હિન્દુ અવિભાજિત પરિવાર) લોકો જેને બિઝનેસ, પ્રોફેશન (ડોકટર, વકીલ વગેરે) દ્વારા આવક થઈ રહી છે.

આઈટીઆર 5

આઈટીઆર 5 તે સંસ્થાઓએ ભરવાનું હોય છે, જેણે ફર્મ LLPs, AOPs, BOIsના રૂપમાં રજિસ્ટર્ડ કરાવેલું છે.

આઈટીઆર 6

એ કંપનીઓ જેને ઈન્કમ ટેકસ એકટના સેકશન 11 અંતર્ગત છુટ મળતી નથી. તેમને આઈટીઆર 6 ભરવાનું હોય છે. આઈટીઆર 6 ઓનલાઈન ભરી શકાય છે.

આઈટીઆર 7

આઈટીઆર 7 ફોર્મ એવા લોકો કે કંપનીઓ માટે છે, જે સેકશન 139(4A) કે સેકશન 139 (4B) કે સેકશન 139(4C) કે સેકશન 139 (4D) અંતર્ગત રિટર્ન દાખલ કરે છે.

X
Income tax department issues ITR form, know details
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App