જાણો CNG પંપ ખોલવાની પ્રોસેસ, 12 વર્ષમાં ઓપન થશે 10 હજાર નવા સ્ટેશન

In India, 10,000 CNG stations will be opened by 2030

divyabhaskar.com

Sep 07, 2018, 06:08 PM IST

યુટિલિટી ડેસ્ક: CNG પંપને ખુબજ ફાયદાકારક વ્યાપાર માનવામાં આવે છે. જો તમે એક યોગ્ય જગ્યા પર CNG સ્ટેશન ખોલો તો સારી એવી કમાણી કરી શકો છો. પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેદ્ર પ્રધાને SIAMના વાર્ષિક સમારોહમાં જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2030 સુધી 10,000 CNG સ્ટેશન ખોલવામાં આવશે. દેશમાં ઘણા લોકો એવા છે, જે CNG પંપની ડીલરશિપ લેવા માંગે છે પરંતુ તેમને એપ્લાય કેવી રીતે કરવું તેની પ્રોસેસ વિશે જાણકારી હોતી નથી. આજે અમે તમને આ રિપોર્ટમાં CNG પંપ ડીલરશિપ લેવાની સંપૂર્ણ પ્રોસેસ વિશે જણાવીશું...

એક CNG યુનિટથી વાર્ષિક 750 લીટર પેટ્રોલની બચત
પેટ્રોલિયમ મિનિસ્ટરે જણાવ્યું કે પ્રત્યેક CNG યુનિટ અંદાજિત દર વર્ષે 750 લીટર પેટ્રોલની બચત કરે છે. તે સિવાય CNG વ્હીકલ ઓછું ઉત્સર્જન પણ આપે છે. તેમના અનુસાર સીએનજી કાર્સ 20-30 ટકા ઓછું CO2 ઉત્સર્જન કરે છે.

કોણ ખોલી શકે છે CNG પંપ
CNG પંપ માલિક બનવા માટે તામારું ભારતીય નાગરિક હોવું જરૂરી છે. સાથે જ તમારી ઉંમર 21થી 55 વર્ષની વચ્ચેની હોવી જોઇએ અને ઓછામાં ઓછું ધો. 10 સુધીનું ભણતર જરૂરી છે.

જમીન હોવી જરૂરી

-CNG પંપ ઓપન કરવા માટે તમારી પાસે જમીન હોવી જરૂરી છે. જો જમીન તમારી ખુદની નથી તો તમારે જમીનના માલિક સાથે NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લેવું પડશે.
- તમે તમારા પરિવારના કોઇપણ સદસ્યની જમીન પર CNG પંપ માટે એપ્લાય કરી શકો છો. જો કે તેના માટે પણ તમારે NOC અને affidavit બનાવવું પડશે.
- લીઝ પર લેવામાં આવેલી જમીન માટે lease agreement હોવું અનિવાર્ય છે. સાથે જ Registered sales deed અથવા lease deed પણ હોવું જોઇએ.
- જમીન green beltમાં ના હોવી જોઇએ.
- જમીન જો કૃષિ ભૂમિમાં આવે છે તો તમારે તમારું કનવર્ઝન કરાવવાનું રહેશે અને તેને ગેર કૃષિ ભૂમિ કરાવવી પડશે.
-તમારી પાસે જમીનના સંપૂર્ણ ડોક્યુમેંટ્સ અને નક્શા હોવા જોઇએ.


CNG પંપ ખોલવાનો ખર્ચ
CNG પંપ ખોલવામાં જે ખર્ચ આવે છે તે જગ્યા અને કંપની પર નિર્ભર કરે છે. દેશમાં ગ્રામીણ અને શહેરી બંન્ને પ્રકારના CNG પંપ હોય છે. CNG પંપ લગાવવાનો ખર્ચ 30થી 50 લાખ રૂપિયા આવે છે. જો કે જગ્યા હિસાબથી આ ખર્ચ પણ બદલાઇ શકે છે. CNG પંપ માટે એપ્લાય કરનાર પાસે અંદાજિત 1500 સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જરૂરી છે.

કેવી રીતે કરશો એપ્લાય
કંપનીઓ ન્યૂઝ પેપર અને વેબસાઇટ પર એડ આપતા રહે છે કે તેમને કેટલીક જગ્યાઓ પર CNG પંપ ઓપન કરવા છે. જો તમારી જમીન પણ એ જ જગ્યા પર અથવા તેની આસપાસ છે તો તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે પેટ્રોલિયમ કંપનીઓની વેબસાઇટ પર ઓપ્શન ઉપલબ્ધ છે.

X
In India, 10,000 CNG stations will be opened by 2030
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી