તાત્કાલિક પણે લાગુ થયો પાસપોર્ટનો નવો નિયમ: હવે 3 મહિનામાં જમા નહીં થાય ડોક્યુમેન્ટ,તો ફાઇલ થઇ જશે કેન્સલ

માત્ર 1 ડોક્યુમેન્ટ થી બની જાય છે પાસપોર્ટ, એપ્લાય કરવાની પ્રોસેસ છે સરળ

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:32 AM
Immediate new law of applied passport

યુટિલિટી ડેસ્ક: જો તમે પાસપોર્ટ માટે એપ્લાય કરી ચુક્યાં છો અથવા કરવાના છો, તો તમને પાસપોર્ટ સાથે જોડાયેલા નવા નિયમ વિશે જાણકારી હોવી જરૂરી છે. સુષ્મા સ્વરાજના વિદેશ મંત્રાલયે દેશભરમાં વર્ષોથી પડેલી હોલ્ડ ફાઇલની પેડેંસીને સમાપ્ત કરવા માટે ત્રણ મહિનાનો સમય નક્કી કર્યો છે. અને, આ નિયમ તાત્કાલિક પણે લાગુ થઇ ગયો છો. એટલે પાસપોર્ટની પ્રોસેસ સમયે અધૂરા ડોક્યુમેન્ટ પ્રસ્તુત કરનાર અરજદાર 3 મહિનાની અંદર જમા નહીં કરાવે તો તેમની ફાઇલ ઓટૉમેટિક ક્લોઝ થઇ જશે. ત્યારબાદ અરજદારને નવેસરથી પાસપોર્ટ માટે એપ્લાય કરવાનું રહેશે.

વધી જશે પેન્ડેંસી
ઘણા અરજદાર પછી ડોક્યુમેન્ટ જમા કરાવવાની વાત કરીને જતા રહે છે. નોટિસ આપ્યા બાદ પણ ઘણા મહિનાઓ સુધી આવતા નથી જેના કારણે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)માં હોલ્ડ ફાઇલની પેન્ડેન્સી વધી જાય છે. આ વિષય પર ભોપાલના પાસપોર્ટ અધિકારી રશ્મિ બધેલે જણાવ્યું કે હોલ્ડ ફાઇલના અરજદારોને એક મહિના બાદ નોટિસ આપવામાં આવશે. તે પછી પણ અરજદર પોતાનો પક્ષ રાખવા અને ડોક્યુમેન્ટ જમા નથી કરાવતા તો બે મહિના બાદ તેમની ફાઇલ બંધ કરી દેવામાં આવશે. અરજદારે જમા કરેલી ફીસ પરત નહીં મળે.

માત્ર 1 ડોક્યુમેન્ટ થી બની જાય છે પાસપોર્ટ
પાસપોર્ટ માટે હવે ઓનલાઇન એપ્લાય કરવાનું રહે છે. તેના માટે અરજદારને માત્ર પોતાના આધાર કાર્ડની ડિટેલ આપવાની રહે છે. જોકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઓરિજનલ આધાર કાર્ડની સાથે તમારે ધો.10ની માર્કશીટ દેખાડવાની રહેશે. નોર્મલ પાસપોર્ટની ફી 1500 રૂપિયા છે. SMS સર્વિસ લેવા પર 50 રૂપિયા વધારાના આપવાના રહેશે. નોર્મલ પાસપોર્ટ 3 દિવસની અંદર મળી જાય છે.

નામ-એડ્રેસ માટે આ ડોક્યુમેન્ટની પણ કરી શકો છો યુઝ
-બર્થ સર્ટિફિકેટ, માર્કશીટ, આધાર કાર્ડ અથવા ઇ-આધાર કાર્ડ, વોટર આઇડી, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ
-પાણીનું બિલ, વિજળી બિલ, ઇનકમ ટેક્સ વિભાગનું અસેસમેંટ ઓર્ડર, વોટર આઇડી, ગેસ કનેક્શનની ડાયરી, બેન્ક પાસબુક.
-પુખ્ત નથી તો પેરેન્ટ્સના પાસપોર્ટની કોપી એનેક્શચર- 1 ફોર્મેટમાં, ભારતની નાગરિકતા તથા ક્રિમિનલ રિકોર્ડ ના હોવાનું એફિડેવિટ

X
Immediate new law of applied passport
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App