આ રીતે શરૂ કરો ચંપલનો બિઝનેસ, મહિને 1 લાખ સુધી કમાવાની તક

સામાન્ય મશીનમાં કટિંગની સાથે ચંપલ સ્ટ્રિપ માટે હોલ પણ પડી જાય છે

divyabhaskar.com | Updated - Jun 14, 2018, 07:19 PM
if you start slippers business you will get 1 lake per month

યુટિલિટી ડેસ્ક: જો ઘરે બેઠા ઓછા પૈસામાં વધારે પ્રોફિટ કમાવવાનું વિચારી રહ્યા છો તો ચંપલ બનાવવાનો બિઝનેસ તમને સારો મોકો આપી રહ્યો છે. મોટાભાગે આ બિઝનેસ માટે 1થી 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. જો બિઝનેસ ચાલી ગયો તો તમે મહિને 1.5 લાખ રૂપિયા મહિને કમાઇ શકો છો. તો આજે તમને જણાવીશું બિઝનેસ ચાલૂ કરવાથી લઇને તેમા લાગતા ખર્ચ વિશે.

બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી સામાન

1 સોલ કટિંગ મશીન: 70 હજારથી શરૂ થાય છે
2 સોલ પ્રિન્ટિગ મશીન: 20 હજારથી શરૂ થાય છે
2 ગ્રાઇડિંગ મશીન: 8 હજારથી શરૂ થાય છે

રો-મટિરિયલ

1. શીટ: 300થી 750 રૂપિયા પ્રતિ
2. સ્ટ્રિપ( દોરી): 5 રૂપિયા પ્રતિ પેર

આ રીતે તૈયાર થાય છે ચંપલ

ગાજિયાબાદમાં ચંપલ બનાવવાની ફેક્ટ્રી ચલાવનાર રાજકુમાર જણાવે છે કે, ચંપલ બનાવવાનો બિઝનેસ ઘરે અથવા કોઇપણ નાના કોમર્શિયલ સ્પેસમાં શરૂ કરી શકાય છે. તેના માટે બેથી ત્રણ નાના મશીનની જરૂર પડે છે. સૌથી પહેલા રબર શીટને કોઇ ખાસ નંબરમાં રાખી સોલ કટિંગ મશીનમાં કટિંગ કરવાનું રહેશે. સામાન્ય મશીનમાં કટિંગની સાથે ચંંપલ સ્ટ્રિપ માટે હોલ પણ પડી જાય છે. ગ્રાઇડિંગ મશીનમાં ચંપલ ના રફ ભાગને સરળ બનાવી શકો છો. છેલ્લે નંબર પ્રમાણે સ્ટ્રિપ નાખ્યા બાદ તમારું ચંપલ બનીને તૈયાર થઇ જશે.

કેટલી થાય છે કમાણી

સામાન્ય રીતે એક ચંપલ ની કિંમત 20થી30 રૂપિયાની વચ્ચે હોય છે. તો બીજી તરફ તમે બલ્કમાં તેને 40થી 50 રૂપિયામાં સરળતાથી વેચી શકો છો. વીજળી સહિતના અન્ય ખર્ચા નિકાળી દેવામાં આવે તો એક ચંપલ પર 10 રૂપિયાનો નફો મળે છે. મશીન એક કલાકમાં અંદાજિત 80 ચંપલ તૈયાર કરે છે. દિવસના 8 કલાકમાં 640 જોડી ચંપલ નું પ્રોડક્શન થઇ શકે છે. જેનાથી તમને લગભગ 6400 રૂપિયાની ઇનકમ થઇ શકે છે. એક અઠવાડિયામાં દિવસના પ્રોડક્શન હિસાબથી ઇનકમ 38,400 રૂપિયા અને મહિનામાં 1.5 લાખ રૂપિયા સુધી પહોંચે છે. જો કે તેના માટે જરૂરી છે કે તમારી પાસે પયાપ્ત ડિમાન્ડ હોય.

કેવી રીતે થાય છે રજિસ્ટ્રેશન?

જો તમે નાના લેવલ પર ચંપલ બનાવીને માર્કેટમાં વેચવા માંગો છો તો તમે ઘરે જ નાનું મશીન લગાવીને શરૂ કરી શકો છો, પણ જો તમે મોટા લેવલ પર કારોબાર કરવાનું વિચારી રહ્યા છો તો તમારે બિઝનેસ એમએસએમઇ હેઠળ રજિસ્ટ્રેશન અથવા ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સાથે તમારે તમારી બ્રાન્ડની નોંધણી ટ્રેડ લાઇસેન્સ, ફર્મનું વર્તમાન એકાઉન્ટ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની પણ જરૂર પડશે. ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન થઇ ગયા બાદ તમે સ્લીપર ઉત્પાદન ઉદ્યોગ માટે મુદ્રા લોન પણ લઇ શકો છો.

ક્યાથી લઇ શકો છો ટ્રેનિંગ

મશીનથી ચંપલ બનાવવું સરળ છે, જો કે બેટર એ રહેશે કે તમે આ બિઝનેસમાં પ્રવેશ કર્યા પહેલા તેની ટ્રેનિંગ લઇ લો. ટ્રેનિંગ માટે તમે ખાદી ગ્રામઉદ્યોગનો સંપર્ક કરી શકો છો. kvic.org.in પર વિઝિટ કરી ટ્રેનિંગને લખતી વિશેષ જાણકારી પણ લઇ શકો છો. તે સિવાય તમે તમારા ક્ષેત્રના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકો છો. ત્યાં તમને ટ્રેનિંગ અને બિઝનેસને લાગતી સમગ્ર જાણકારી પ્રાપ્ત થઇ જાય છે.

ક્યાથી ખરીદી શકાય રો-મટિરિયલ?

તમે મોટા ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રો જેવા કે યૂપીમાં કાનપુર, ગાજિયાબાદ, પંજાબમાં ઘુલિયાના, દિલ્હી, મુંબઇ, ઇંન્દોર, જેવા શહેરોથી મશીન અને રો-મટિરિયલ ખરીદી કરી શકાય છે. જો તમને વધારે જાણકારી નથી તો તમે અલીબાબા હોલ સેલ અને ઇન્ડિયા માર્ટ જેવી વેબસાઇટ પર જઇને પણ સરળતાથી મશીન અને રો-મટિરિયલના રેલર્સના કોન્ટેક્ટ નંબર મેળવી શકો છો.

X
if you start slippers business you will get 1 lake per month
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App