સમય પર નહીં જમા કરો પર્સનલ લોનની EMI તો 2 ટકા સુધીનું આપવું પડશે વધારે વ્યાજ

પર્સનલ લોનની ઓફર મળે તો પુછી લો આ સવાલ, એક્સ્ટ્રા ચાર્જથી રહેશે સેફ

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 07:09 PM
if you miss personal loan emi, bank charge extra 2 percent interest rate

યુટિલિટી ડેસ્ક: જો તમે પર્સનલ લોનની EMI સમયસર નથી જમા કરવાતા તો તમારે તે એમાઉન્ટ પર 2 ટકા પીનલ ઇન્ટરેસ્ટ આપવું પડી શકે છે. બેંક પર્સનલ લોનની ઇએમઆઇ સમય પર ન જમા થવા પર પીનલ ઇન્ટરેસ્ટ લગાવે છે. આવામાં જો તમે પણ પર્સનલ લોન લીધી છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે સમય પર તમારો હપ્તો નથી ભરતા તો તમારે લોન પર વધારે વ્યાજ ચુકવવું પડી શકે છે.

એસબીઆઇની પર્સનલ લોન
એસબીઆઇમાં 25000 રૂપિયા સુધીની પર્સનલ પર પીનલ ઇન્ટરેસ્ટ ચાર્જ લાગતો નથી. જો કોઇ કસ્ટમરે 25000 રૂપિયાથી વધારે પર્સનલ લોન લીધી છે અને તે સમય પર ઇએમઆઇ જમા કરાવતો નથી તો બેન્ક તેની પાસેથી બાકી રકમ પર 2 ટકા વધારે વસૂલે છે. 2 ટકા વધારે વ્યાજ તે વ્યાજદર પર લાગશે જે વ્યાજ પર પર્સનલ લોન લીધી છે. ઉદાહરણ તરીકે, જો કોઇએ 12 ટકા વાર્ષિક વ્યાજ પર પર્સનલ લોન લીધી છે અને તે સમય પર ઇએમઆઇ ચુકવણી નથી કરી રહ્યો તો બેન્ક તેની પાસેથી 2 ટકા વ્યાજ વસૂલશે. એટલે તે કસ્ટમરને 12ની જગ્યાએ 14 ટકા વ્યાજ આપવાનું રહેશે. આને જ પીનલ ઇન્ટરેસ્ટ કહેવાય છે. પીનલ ઇન્ટરેસ્ટ્સ તે પીરિયડ માટે લાગુ થાય છે જ્યા સુધી બાકી રકમની ચુકવણી કરવામાં ના આવે.

પર્સનલ લોનની ઓફર મળે તો પૂછી લો આ સવાલ
જો તમારે પાસે બેન્કથી પર્સનલ લોન માટે ઓફર આવે છે તો તમારે બેન્કના કર્મીને પૂછી લેવું કે આ કયા પ્રકારની ઓફર છે. તમારે આ ઓફર હેઠળ પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફી આપવાની રહેશે કે નહીં. તેના માટે તમારે પાન કાર્ડ,આધાર કાર્ડ, ફોટો અને એડ્રેસ પ્રૂફ જેવા ડોક્યુમેન્ટ આપવા પડશે કે નહીં. સામાન્ય રીતે પર્સનલ લોનની ઓફર બે પ્રકારની હોય છે. એક, ઓફરમાં તમારે પ્રોસેસિંગ ફી આપવી પડે છે. તે સિવાય તમારે પોતાના બધાજ જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપી પણ આપવાની રહે છે.

ઓનલાઇન બેન્કિંગ ઓફર
બીજી, ઓફરમાં બેન્ક તમને ઓનલાઇન બેન્કિંગ દ્વારા 10 મિનિટમાં પર્સનલ લોન તમારા એકાઉન્ટમાં આપવાનું પ્રોમિસ કરે છે. આ ઓફરમાં તમારે કોઇપણ પ્રોસેસિંગ ફી આપવી પડતી નથી અને ના કોઇ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. સામાન્ય રીતે બેન્ક એકાઉન્ટ આ પ્રકારની ઓફર બેંક એકાઉન્ટ હોલ્ડર્સને આપે છે.

ઇન્ટરેસ્ટ પર છૂટ મળે છે કે નહીં
પર્સનલ લોનની ઓફર આવતા તમારે બેન્ક કર્મી સાથે લોન પર કેટલું ઇન્ટરેસ્ટ રહેશે તેની સમગ્ર જાણકારી લઇ લેવી જોઇએ. સામાન્ય રીતે પર્સનલ લોન પર બેન્ક 12થી 36 ટકા સુધીનું ઇન્ટરેસ્ટ રેટ લે છે. આ વ્યાજ તમારી સેલરી અથવા ઇનકમ અને કંપનીની પ્રોફાઇલ પર નિર્ભર કરે છે. તે સિવાય તમે બેન્ક સાથે વ્યાજ માટે બાર્ગેનિંગ કરી શકો છો. જો તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોર સારો હશે તો બેન્ક તમને ઓછા વ્યાજદર પર પર્સનલ લોન આપી શકે છે.

ચેક કરી લેવી પ્રી પેમેંટ અને પ્રી ક્લોઝરની શરતો
bankbazaar.comના સીઇઓ આદિલ શેટ્ટીએ વાતચીતમાં જણાવ્યું કે, જો તમને તરત પર્સનલ લોન માટે ઓફર કરવામાં આવે છે તો તમારે કેટલીક વસ્તુઓ જરૂર ચેક કરી લેવી જોઇએ. સૌથી પહેલા તમારે એ ચેક કરી લેવું કે પર્સનલ લોન પર કેટલું વ્યાજ લાગશે. તમને તે જાણકારી હોવી જોઇએ કે અન્ય બેંક પર્સનલ લોન પર કેટલું વ્યાજ લે છે. સાથે જ તમને તે પણ જાણકારી હોવી જોઇએ કે લોન પર પ્રોસેસિંગ ફી છે કે નહીં. ઘણી બેંકમાં પ્રોસેસિંગ ફી હોતી નથી. સાથે જ તમારે પ્રી પેમેન્ટ અને પ્રી ક્લોઝરની શરતો વિશેની પણ જાણકારી હોવી જરૂરી છે.

X
if you miss personal loan emi, bank charge extra 2 percent interest rate
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App