તમારા આધાર કાર્ડનો મિસ યુઝ તો નથી થતો ને? માત્ર 1 મિનિટમાં નિકાળી શકો છો લિસ્ટ

if you check your adhaar card detail use this simple process

divyabhaskar.com

Sep 06, 2018, 06:26 PM IST

યુટિલિટી ડેસ્ક: આધાર કાર્ડ હવે એક એવું ડોક્યુમેંટ છે, જે લગભગ દરેક જરૂરી વસ્તુઓમાં એડ કરવું ફરજિયાત બનતું જાય છે. આ ડોક્યુમેંટથી બેન્ક એકાઉન્ટથી લઇને સિમ કાર્ડ મળવા સુધીના બધા જ કામ થાય છે. હવે તો માત્ર આધાર દ્વારા પાસપોર્ટ પણ બનાવી શકાય છે. જ્યારે બધા જ કામ આધાર દ્વારા થતા હોય તો તેનો ખોટો યુઝ પણ થઇ શકે છે. આવામાં તમારું આધાર કાર્ડ ક્યાં-ક્યાં યુઝ થઇ છે, તે માત્ર બે સ્ટેપ દ્વારા જાણી શકાય છે. આ પ્રોસેસ 1 મિનિટનો ટાઇમ લે છે.

આધાર કાર્ડના યુઝ સાથે જોડાયેલ લિસ્ટ જાણવાની પ્રોસેસ

STEP-1: સૌથી પહેલા www.uidai.gov.in વેબસાઇટને ઓપન કરો અને Aadhaar Authentication Historyના ઓપ્શન પર જાઓ.

STEP-2: તમારો આધાર કાર્ડ નંબર અને સિક્યુરિટી કોડ નાખીને મેક્સિમમ 6 મહિનાનો ટાઇમ સિલેક્ટ કરી OTP એડ કરો. સમગ્ર લિસ્ટ આવી જશે. તેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

નોધ: જ્યારે પણ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ કોઇ કામ કરવામાં આવે છે, ત્યારે UIDAIની તરફથી એક OTP હંમેશા આવે છે. જેને કોઇની પણ સાથે શેર ના કરો. કારણકે OTP વગર આધાર કાર્ડ સાથે જોડાયેલ કોઇ કામ કરવું શક્ય નથી.

X
if you check your adhaar card detail use this simple process
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી