Home » National News » Utility » પોલીસ ગેરવર્તણૂક કરે તો તમે ભરી શકો છો આ પગલાં । if police attacked or misbehave you can file complaint against him how

રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલોઃ પોલીસ ગેરવર્તણૂક કરે તો તમે ભરી શકો છો આ પગલાં

Divyabhaskar.com | Updated - May 25, 2018, 11:52 AM

સામાન્ય લોકો સાથે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને તેમને નિયમોની જાણ હોતી નથી

 • પોલીસ ગેરવર્તણૂક કરે તો તમે ભરી શકો છો આ પગલાં । if police attacked or misbehave you can file complaint against him how
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સાથે એક પોલીસ કોન્સ્ટેબલે મારપીટ અને ગેરવર્તણૂક કરી હતી. જેની વિરુદ્ધ રીવાબાએ ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એ કોન્સેટબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસ હોવાના કારણે પોલીસ તુરંત એક્ટિવ થઇ ગઇ, પરંતુ સામાન્ય લોકો સાથે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને તેમને નિયમોની જાણ હોતી નથી. જ્યારે સુપ્રીમ કોર્ટે 2006માં જ એક ગાઇડલાઇન આપી છે. રિટાયર્ડ સીએસપી ગિરીશ સુબેદાર અને મધ્યપ્રદેશ હાઇકોર્ટના એડ્વોકેટ સંજય મેહરાએ જણાવ્યું છે કે કોઇપણ પોલીસ કર્મી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે તો તમે આ પગલાં ભરી શકો છો.

  સૌથી પહેલાં આ કરો


  - કોઇપણ પોલીસકર્મી તમારી સાથે ગેરવર્તણૂક કરે તો સૌથી પહેલાં તેની વિરુદ્ધ FIR દાખલ કરાવો.
  - પોલીસ સ્ટેશને FIR દાખલ કરવાની ના પાડવામાં આવે તો સીધા ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ પાસે જઇને ફરિયાદ કરો.
  - ત્યાંથી પણ સકારાત્મક પ્રતિભાવ ન મળે તો ક્ષેત્રીય મેજિસ્ટ્રેટ પાસે ફરિયાદ કરી શકો છો. મજિસ્ટ્રેટ પોલીસને FIR દાખલ કરવાનો આદેશ આપી શકે છે.
  - પીડિત પોતાની ફરિયાદને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન પાસે મોકલી શકે છે.

  ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય છે


  - આવા કેસોમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં આવે છે. સીનિયર અધિકારી કોઇ અન્ય અધિકારીને તપાસની જવાબદારી સોંપે છે. સામાન્ય રીતે 7થી 10 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવે છે.

  પોલીસ કમ્પલેઇન્ટ ઓથોરિટીમાં કરો ફરિયાદ


  2006માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યો અને યુનિયન ગવર્નમેન્ટને પોલીસ દળની કાર્ય પ્રણાલી સુધારવા માટે નિર્દેશ કર્યા હતા. ફેયર ઇન્વેસ્ટિગેશન માટે પોલીસ કમ્પલેઇન્ટ ઓથોરિટીની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે સ્ટેટ લેવલની સાથે જ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ પોલીસ કમ્પલેઇન્ટ ઓથોરિટી સેટઅપ કરવાની વાત કરી હતી, જેનાથી દરેક વ્યક્તિ પોતાની ફરિયાદ સરળતાથી નોંધાવી શકે. જોકે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી પણ ઘણા રાજ્યોમાં પોલીસ કમ્પલેઇન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી નથી. દિલ્હી સહિતના અમુક રાજ્યોમાં જ આ પ્રકારની ઓથોરિટી કામ કરી રહી છે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવા પ્રકારની ફરિયાદ કરી શકાય છે

 • પોલીસ ગેરવર્તણૂક કરે તો તમે ભરી શકો છો આ પગલાં । if police attacked or misbehave you can file complaint against him how

  કેવા પ્રકારની કરી શકાય છે ફરિયાદ

  તમે પોલીસ દ્વારા કરવામાં આવેલા કોઇપણ પ્રકારની ગેરવર્તણૂકની ફરિયાદ પીસીએમાં કરી શકો છો. જેમાં પોલીસ કસ્ટડીમાં કોઇનું મોત થવું, કસ્ટડી દરમિયાન દર્દ, રેપ, પોલીસ દ્વારા ધમકી આપવી, છેડતી કરવી, ઘર-જમીન પર પોલીસ દ્વારા કબજો કરવો અને આ પ્રકારની કોઇપણ ઘટના હોય તો તેની ફરિયાદ પીસીએમાં કરી શકો છો. 


  કોણ દાખલ કરાવી શકે છે ફરિયાદ

  પીડિત જાતે ફરિયાદ દાખલ કરાવી શકે છે. પીડિતનો મિત્ર, પરિવારના સભ્યો ફરિયાદ નોંધાવી શકે છે. કોઇપણ વ્યક્તિ જે ઘટનાનો સાક્ષી હોય, તે ફરિયાદ નોંધાવી શકે છે. 

   

  કેવી રીતે કરશો ફરિયાદ

  ઓરિસ્સા સહિત અનેક રાજ્યોમાં ફરિયાદ કરવાની એક ફોર્મેટ છે. ફરિયાદકર્તા પોતાની ફરિયાદ લખીને, પોસ્ટ દ્વારા, ફેક્સ અથવા ઇમેઇલ કરી શકે છે. ફરિયાદ પત્રમાં તમારું આખું નામ, એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેઇલ, ફોન નંબર હોવો જોઇએ. આ સાથે જ તમારે જણાવવું પડશે કે તમારી સાથે શું થયુ, ક્યારે થયું અને કોની વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી રહ્યાં છો. તેણે તમારી સાથે શું કર્યું, શું કહ્યું, ઘટનાનો સાક્ષી કોણ છે વિગેરે. તમે અમુક ડોક્યુમેન્ટ્સ પણ તેની સાથે એટેચ કરી શકો છો, જેમ કે ઇજા થઇ હોય તો તેની તસવીરો, પહેલાં ક્યારેય ફરિયાદ કરી હોય તો તેની કોપી, મેડિકલ રિપોર્ટ વગેરે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ