Home » National News » Utility » નીટ નથી કરી શક્યા? આ કોર્સિસ થકી બનાવી શકો છો બાયોલોજીમાં કારકિર્દી । if not clear neet exam you can choose biology for better career

નીટ નથી કરી શક્યા? આ કોર્સિસ થકી બનાવી શકો છો બાયોલોજીમાં કારકિર્દી

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 05:34 PM

મેડિકલ કેરિયરને લઇને ચિંતિત છો તો બાયોલોજી સાથે જોડાયેલા છે ઘણા ઓપ્શન

 • નીટ નથી કરી શક્યા? આ કોર્સિસ થકી બનાવી શકો છો બાયોલોજીમાં કારકિર્દી । if not clear neet exam you can choose biology for better career

  એજ્યુકેશન ડેસ્કઃ જો તમારું બાળક નીટની એક્ઝામ ક્લિયર નથી કરી શક્યું અને તમે તેની મેડિકલ કેરિયરને લઇને ચિંતિત છો તો એવા ઘણા ઓપ્શન છે જે બાયોલોજી સાથે જોડાયેલા છે. મેનેજમેન્ટ, ડિઝાઇન, ઇકોનોમિક્સ, હોટલ મેનેજમેન્ટ, લો જેવા હજારો સેક્ટર્સ છે, જ્યાં એક પીસીબીના વિદ્યાર્થી તરીકે એક્સપ્લોર કરી શકો છો અને આગળની યોજના બનાવી શકો છો.

  બાયોલોજી અને લાઇફ સાયન્સના કોર્સ
  - અનેક વિદ્યાર્થી બાયોલોજીમાં રસ હોવાના કારણે મેડિકલ સેક્ટર પસંદ કરતા નથી પરંતુ પીસીબી સ્ટ્રીમને પસંદ કરે છે.
  - જો તમે આ શ્રેણીમાં છો તો નીટમાં સફળ નહીં હોવ તો પણ બાયોલોજીમાં પોતાના રસને જાળવી શકો છો. બોટની, જુઓલોજી અને માઇક્રોબાયોલોજી ઉપરાંત મરીન બાયોલોજી, બાયો-કેમેસ્ટ્રી અને જેનેટિક્સ જેવા ફીલ્ડના દરવાજા પણ ખુલ્લા છે.

  - અહીં રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં અનેક સંભાવનાઓ છે, જ્યાં તમે કટિંગ એજ રિસર્ચ થકી હેલ્થ સેક્ટરમાં નવા ઇનોવેશન સાથે જોડાઇ શકો છો.
  - તમે પીસીએમબીના વિદ્યાર્થી છો તો બાયોલોજીના ઇન્ટર ડિસીપ્લીનરી ફીલ્ડ જેમકે બાયોટેક્નોલોજી, જીનેટિક્સ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને બાયોસ્ટેટિસ્ટિક્સમાં પણ જઇ શકો છો.
  - આ ક્ષેત્રોમાં તમે પહેલા ગ્રેજ્યુએશન અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને કારકિર્દી ઘડી શકો છો.

  અલ્ટરનેટ મેડિસિન બ્રાન્ચ

  - બાયોલોજી પસંદ કરવાનો એકમાત્ર ટાર્ગેટ એમબીબીએસની ડિગ્રી લઇને ડોક્ટરનો ટેગ હાંસલ કરવાનો નથી હોતો.
  - નીટ ક્લીયર ન હોય તો તમે મેડિસિનની અલ્ટરનેટ બ્રાંચ જેમ કે હોમિયોપેથી, આયુર્વેદ, યુનાની મેડિસિન થકી પણ ડોક્ટરની જેમ પ્રેક્ટિસ કરી શકો છો.
  - એ માટે નીટ પાસ કરવી જરૂરી નથી. બીડીએસ(ડેંટિસ્ટ્રી), બીએચએમસ(હોમિયોપેથી), બીએએમએસ(આયુર્વેદ) અને બીયૂએમએસ(યુનાની મેડિસિન) માટે અલગ-અલગ એંટ્રેસ હોય છે, જેને પાસ કરીને તમે આગળ વધી શકો છો.

  અલાઇડ મેડિસિન
  - વિશ્વભરમાં અલાઇડ મેડિસિન સાથે જોડાયેલા હજારો એવા સેક્ટર છે, જ્યાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો.
  - આ સેક્ટર વિશ્વભરના હેલ્થકેર સિસ્ટમનો મહત્વનો ભાગ છે. જ્યાં પેશન્ટ કેરથી લઇને ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટમાં ડોક્ટરને આસિસ્ટ કરવા માટે મોટી સંખ્યમાં પ્રોફેશનલ લોકોની શરૂર હોય છે.
  - ઓપ્ટોમેટ્રી, ઓડિયોલોજી, ફિજિયોથેરેપી, મેડિકલ લેબ ટેક્નોલોજી, નર્સિંગ, રેડિયો ટેક્નલોજી, ક્લિનિકલ રિસર્ચ જેવા સેક્ટરમાં એપ્લાય કરીને તમે મેડિકલ લાઇન સાથે જોડાઇ શકો છો.

  હેલ્થકેર મેનેજમેન્ટ
  - મેડિસિનની સાથે મેનેજમેન્ટમાં પણ તમને રસ છે તો આ સેક્ટરની વધતી માગના કારણે ઘણી તકો છે.
  - હોસ્પિટલ મેનેજમેન્ટમાં હોસ્પિટલ સપ્લાય, પર્સનલ, ફાયનાન્સ, પેશન્ટ કેર સર્વિસના કામ જોવાના હોય છે. આ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન બે એવા કોર્સ છે, જેમાં તમે એપ્લાય કરી શકો છો.
  - ઉપરાંત પબ્લિક હેલ્થ એડમિનિસ્ટ્રેશન સાથે જોડાઇને તમે સરકારી હેલ્થ પ્રોજેક્ટ થકી સમાજના પછાત વગરની સેવા પણ કરી શકો છો.
  - પબ્લિક હેલ્થ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ યુજી લેવલનો હોય છે, પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ માસ્ટર લેવલનો હોય છે, આ કોર્સ માટે બાયોલોજીમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે.

  બાયોલોજી ફીલ્ડ એસોસિએટ
  - ફિટનેસને લઇને વધતી અવેરનેસના કારણે ન્યૂટ્રિશન અને ફિટનેસ સેક્ટરમાં પ્રોફેશનલની ડિમાન્ડ વધારે છે. તેવામાં ડાયટિશિયન, ન્યૂટ્રિશનિસ્ટ ઉપરાંત ફિટનેસ ટ્રેનર અને યોગા પ્રેક્ટિશનર તરીકે પણ કામ કરી શકો છો.
  - આ ઉપરાંત દેશની જીડીપીના સૌથી મોટા સેક્ટર એગ્રીકલ્ચર સાથે જોડાઇ શકો છો. જેમાં તમે હાર્ટિકલ્ચર, ડેરી ટેક્નોલોજી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફિશરીઝ સાયન્સ, એગ્રીકલ્ચર ઇકોનોમિક્સમાં પણ કારકિર્દી ઘડી શકો છો. ફાર્માકેમોલોજી સેક્ટરમાં પણ જઇ શકો છો.

  મેંટલ હેલ્થકેર
  - ક્લિનિકલ સાઇકોલોજી એક એવું ફિલ્ડ છે, જે લોકોના માનસિક સ્વાસ્થ્ય, ડિપ્રેશન, એંજાઇટી અને ટેન્શન જેવી અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલું છે.
  - આ ફિલ્ડમ પણ ડોક્ટર જેવું છે. કારણ કે તેમાં પણ એક ડોક્ટરની જેમ લોકોની બીમારીને સમજવામાં આવે છે અને પછી ડાયગ્નોઝ અને ટ્રીટ કરવામાં આવે છે.
  - સાઇકોલોજી કાઉન્સલિંગ ઉપરાંત હેલ્થ સાઇકોલોજી, ચાઇલ્ડ સાઇકોલોજી અને ન્યૂરો-સાઇકોલોજીમાં પણ બાયોલોજીના સ્ટૂડન્ટ્સ માટે વિપુલ તકો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ