Divya Bhaskar

Home » National News » Utility » If company is denying salary, you can take these steps

કંપની નથી આપી રહી સેલેરી, PF તો આ રીતે પૈસા લઈ શકો છો તમે

Divyabhaskar.com | Updated - May 01, 2018, 08:43 PM

ઘણી કંપની એવી છે, જે એમ્પલોઈને તો રિક્રુટ કરી લે છે પરતું તેમને સમયે પેમેન્ટ આપતી નથી

  • If company is denying salary, you can take these steps
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ન્યુઝ ડેસ્કઃ ઘણી કંપની એવી છે, જે એમ્પલોઈને તો રિક્રુટ કરી લે છે પરતું તેમને સમયે પેમેન્ટ આપતી નથી. કેટલીક પીએફ ડિડકટ કરતી નથી. જયારે કાયદા પ્રમાણે એક નક્કી ટાઈમ લિમિટમાં સેલેરીથી લઈને પીએફ આપવું જરૂરી છે. આમ ન થવા પર કંપનીની વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી તમે કરી શકો છો.

    સેલેરી ન મળે તો શુ કરશો

    - સૌથી પહેલા એવા લોયર જે આ પ્રકારના કેસ જોતા હોય તેના દ્વારા એમ્પલોયરને લીગલ નોટીસ મોકલી શકાય છે.
    - આમ છતા પણ કંપની સેલેરી ન આપી રહી હોય તો પોલિસમાં તેની તમે ફરિયાદ કરી શકો છો.
    - આમ થવા પર તમે આ અંગેની ફરિયાદ લેબર કમિશનરને કરી શકો છો.
    - જો કમિશનર ઓફિસથી પણ તમારી સમસ્યાનું સામાધાન નથી થતું તો તમે કોર્ટમાં જઈ શકો છો. કોર્ટમાં તમે ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એકટ 1947ના સેકશન 33 (સી) અંતર્ગત કેસ કરી શકો છો.

    કઈ રીતે કલેમ કરી શકો છો

    - જો એમ્પલોયર તરફથી સેલેરી રોકવામાં આવી છે તો એમ્પલોઈ પોતે અથવા ઓથોરાઈઝડ પર્સન દ્વારા કલેમ કરી શકે છે.
    - જો એમ્પલોઈની ડેથ થઈ જાય છે તો તેના લીગલ વારસદાર કોર્ટમાં જઈ શકે છે.
    - જો કોર્ટ સંતૃષ્ટ થઈ જાય છે તો કંપનીને નક્કી અમાઉન્ટ આપવા માટે ઓર્ડર કરી શકે છે.

    એમ્પલોઈ કમ્પેનસેશન એકટ થાય છે લાગૂ,

    જોવો આગળની સ્લાઈડમાં...

  • If company is denying salary, you can take these steps
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    એમ્પલોઈ કમ્પેનસેશન એકટ હોય છે લાગૂ

     

    - હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરાએ જણાવ્યું કે એમ્પલોઈ કમ્પેનસેશન એકટ અંતર્ગત મજૂરથી લઈને કલાર્ક સુધીના એમ્પલોઈ આવે છે. જો કંપની કોઈ કારણ વગર છટણી કરે છે તો એમ્પલોઈ લેબર કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.
    -ગ્રેજયુઈટી નથી મળી રહી તો એડિશનલ લેબર કમિશનરની ઓફિસમાં તેની ફરિયાદ કરી શકો છો. જયારે પીએફ રોકવામાં આવી રહ્યું છે તો પીએફ કમિશનરને તેની ફરિયાદ કરવાની રહેશે.
    - જો કોઈ એમ્પલોઈનું પદ કલાર્કથી વધુ લેવલનું છે તો તે સિવિલ કોર્ટ અને હાઈકોર્ટમાં કેસ કરી શકે છે.

     

    કેટલી થાય છે સજા, જોવો આગળની સ્લાઈડમાં...

  • If company is denying salary, you can take these steps

    કેટલી થાય છે સજા

     

    - જો કોઈ એમ્પલોયર ફ્રોડ કરે છે તો તેની વિરુધ્ધ કંપની એકટ 2013ના સેકશન 447 અંતર્ગત કેસ કરી શકાય છે.
    - એમ્પલોયરને 6 માસથી લઈને 10 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. એમ્પલોઈ ઈન્ડિયન પિનલ કોડ અંતર્ગત એમ્પલોયરની વિરુધ્ધ ક્રિમનિલ કેસ પણ કરી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending