Divya Bhaskar

Home » National News » Utility » કેવી રીતે પસંદ કરશો સારી કોલેજ, આ 5 ટિપ્સ કરશે મદદ । How To Select A Good College for further education after 12th pass

કેવી રીતે પસંદ કરશો સારી કોલેજ, આ 5 ટિપ્સ કરશે મદદ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 05:45 PM

સંપૂર્ણ કારકિર્દી કોલેજના સિલેક્શન પર આધારિત હોય છે

  • કેવી રીતે પસંદ કરશો સારી કોલેજ, આ 5 ટિપ્સ કરશે મદદ । How To Select A Good College for further education after 12th pass
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટીલિટી ડેસ્કઃ 12મા ધોરણની પરીક્ષા બાદ નવું મિશન એ હોય છે કે કોઇ સારી કોલેજમા એડ્મિશન મળે. કારણ કે સંપૂર્ણ કારકિર્દી કોલેજના સિલેક્શન પર આધારિત હોય છે. તેથી કોલેજનું સિલેક્સન કરતી વખતે સંપૂર્ણ સાવધાની રાખવી જોઇએ. આજે અમે અહીં એવી જ કેટલીક વાતો જણાવી રહ્યાં છીએ, જે કોલેજની પસંદગી કરતી વખતે દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવી જોઇએ.

    માન્યતા પ્રાપ્ત છે કે નહીં


    કોઇપણ કોલેજમાં એડ્મિશન લેતા પહેલા એ વાત જરૂરથી જાણી લેવી જોઇએ કે તેને કઇ યુનિવર્સિટીની માન્યપ્રાપ્ત છે કે નહીં. હાલના સમયમાં એવી ઘણી કોલેજ છે જે બહારથી સારી લાગે છે, પરંતુ તેને કોઇપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત હોતી નથી.

    કોર્સ કેટલો રેપ્યુટેટેડ છે


    કોલેજની પસંદગી કરતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે તમે જે કોર્સ કરવા માગો છો, તેની રેપ્યુટેશન કેવી છે. કારકિર્દીમાં આ કોર્સ કામ લાગશે કે નહીં. ઘણી વખત એવું થાય છે કે સારી કોલેજમાં કરવામાં આવેલો કોર્સનું પણ કોઇ મહત્વ હોતું નથી. તેની જાણકારી તમે કોર્સ સંબંધિત એક્સપર્ટ અથવા કોર્સ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પાસેથી મેળવી શકાય છે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • કેવી રીતે પસંદ કરશો સારી કોલેજ, આ 5 ટિપ્સ કરશે મદદ । How To Select A Good College for further education after 12th pass

    ફેકલ્ટી કેવી છે

    કોલેજની પસંદગી કરતી વખતે એ વાત પર પણ વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે ફેકલ્ટીની ઇમેજ કેવી છે. તેની જાણકારી કોલેજના પૂર્વ વિદ્યાર્થી પાસેથી સરળતાથી મળી શકે છે. 
     

    પ્લેસમેન્ટ રેકોર્ડ કેવો છે

     જો તમે કોઇ પ્રોફેશનલ કોર્સમાં એડ્મિશન લેવાની યોજના બનાવી રહ્યાં છો તો એ પણ જાણવું જરૂરી છે કે કોલેજનો પ્લેસમેન્ટ રેકોર્ડ કેવો છે. કેમ્પસ પ્લેસમ્ન્ટ અંગે વધુ જાણકારી ત્યાંથી પાસ થઇ ચૂકેલા વિદ્યાર્થીઓ પાસેથી મળી શકે છે. કોલેજના ટીચર્સ પાસેથી પણ તેની માહિતી મેળવી શકાય છે. 
     

    લોકેશન કેવું છે

    લોકેશન પણ ઘણું મહત્વ ધરાવે છે. કોલેજ તમારા ઘરથી કેટલી દૂર છે. કેવી લોકાલિટી છે, તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. જો તમે કોઇ બીજા શહેરમાં રહીને ભણવાની યોજના બનાવી રહ્યાં છો તો એ જાણી લેવું જોઇએ કે જે સ્થળે કોલેજ છે તેની આસપાસનો માહોલ કેવો છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending