1

Divya Bhaskar

Home » National News » Utility » How to record your income

ઈન્કમ 1 લાખ હોય કે 10 લાખ, આ રેકોર્ડ રાખવો છે જરૂરી

Divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 09:08 PM IST

ઈન્કમ ટેકસ અંતર્ગત આ સોર્સનો રેકોર્ડ મેન્ટેન કરવો છે જરૂરી

  • How to record your income
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ તમારી ઈન્કમ વાર્ષિક 1 લાખ રૂપિયા છે કે 10 લાખ કે તેનાથી વધુ છે તો તમારે ઈન્કમનો રેકોર્ડ મેન્ટેન કરવો જોઈએ. કેન્દ્ર સરકાર તમને પૂછી શકે છે તમારી ઈન્કમનો સોર્સ કયો છે. એવામાં તમારી પાસે આ અંગેનો રેકોર્ડ હોવો જોઈએ. જેનાથી તમે એ બાબત સાબિત કરી શકો કે તમારી ઈન્કમનો સોર્સ શું છે. જો તમે આવું નહિ કરી શકો તો તમે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

    કેમ જરૂરી છે ઈન્કમનો રેકોર્ડ મેન્ટેન

    ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેકસ અંતર્ગત તમને જયાંથી પણ ઈન્કમ થઈ રહી છે, તે સોર્સનો રેકોર્ડ મેન્ટેન કરવો જરૂરી છે અથવા તો તમારી પાસે કોઈ એવું પ્રુફ હોવું જોઈએ, જેનાથી તમે સાબિત કરી શકો કે પૈસા તમારી ઈન્કમના છે.

    વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી અધિક ઈન્કમવાળા માટે જરૂરી છે સોર્સનો રેકોર્ડ

    જો તમારી ઈન્કમ વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ છે તો તમારા માટે ઈન્કમનો સોર્સ રેકોર્ડ રાખવો જરૂરી છે. આવા લોકો માટે ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. રિટર્ન ફાઈલ ન કરનારને સરકાર પૂછી શકે છે કે તમારી ઈન્કમ કેટલી છે અને તમારી ઈન્કમનો સોર્સ કયો છે. આ સિવાય ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ નોટિસ આપીને પૂછી શકે છે કે તમે ઈન્કમ ટેકસ રિટર્ન કેમ ફાઈલ કરી રહ્યાં નથી.

    આગળની સ્લાઈડમાં વાંચો, ઈન્કમ માટે જરૂરી છે પ્રુફ...

  • How to record your income

    ખેતીથી થનારી ઈન્કમ માટે પણ જરૂરી છે પ્રુફ

     

    ઈન્કમ ટેકસના હાલના નિયમો અંતર્ગત ખેતીમાંથી થનારી ઈન્કમ પર ટેકસ લાગતો નથી. જોકે તમને માત્ર ખેતીમાંથી ઈન્કમ થઈ રહી છે ત્યારે પણ તમારે તમે ખેતીમાંથી થનારી આવક અને ખેતીમાં થનાર ખર્ચનું સબુત આપવાનું રાખવું જોઈએ. ઈન્કમ ટેકસ અધિકારી તમારી પાસેથી ઈન્કમ અને ખર્ચનું પ્રુફ માંગી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending