કોઈએ તમારી સામે લખાવી દીધી ખોટી FIR, તો આ છે બચવાની રીત

આવા સંજોગોમાં કોર્ટે અરજકર્તાની દલીલને યોગ્ય ગણી તો તેને રિલિફ મળી શકે છે.

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 06:01 PM
How to overcome from protection

યુટિલિટી ડેસ્કઃ જો કોઈએ કોઈની વિરુધ્ધ જૂઠ્ઠી FIR કરી દીધી છે તો તમે તેને ચેલેન્જ કરી શકો છો. એવામાં જો તમારી દલીલો યોગ્ય રહી તો તમને હાઈકોર્ટ દ્વારા રાહત મળી શકે છે. અમે જણાવી રહ્યાં છે કે કોઈ ખોટી એફઆઈઆર કરી દે તો તેનાથી કઈ રીતે બચી શકાય. આ અંગે હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે ભારતીય દંડ સહિતાની કલમ 482 અંતર્ગત આ પ્રકારના મામલામાં ચેલેન્જ કરી શકાય છે. કોર્ટે અરજકર્તાની દલીલને યોગ્ય ગણી તો તેને રિલિફ મળી શકે છે.

શું છે કલમ 482

કોઈએ તમારી વિરુધ્ધ જૂઠી એફઆઈઆર કરાવી છે તો આ કલમનો તમે ઉપયોગ કરી શકો છો. આ કલમ અંતર્ગત વકીલના માધ્યમથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકાય છે. આ અરજીની સાથે તમે ગુનો નથી કર્યો તેનું સબુત પણ આપી શકો છો. જેમ કે વિડિયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફસ, ડોક્યુમેન્ટસ અરજી સાથે એટેચ કરી શકો છે. જેથી તમે ગુનેગાર ન હોવાની બાબતને મજબૂતાઈથી કોર્ટમાં રાખી શકશો.

પોલિસે તરત જ રોકવાની રહેશે કાર્યવાહી, આગળની સ્લાઈસમાં...

How to overcome from protection

પોલિસે તરત રોકવાની રહેશે કાર્યવાહી

 

ચોરી, મારપીટ, બળાત્કાર સહિતના મામલાઓમાં તમને ષડયંત્ર કરીને ફસાવવામાં આવ્યા છે તો તમે હાઈકોર્ટમાં અપીલ કરી શકો છે. હાઈકોર્ટમાં કેસ ચાલવા દરમિયાન પોલિસ તમારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકતી નથી. એટલું જ નહિ જો તમારી સામે કોઈ વોરન્ટ પણ ઈસ્યું કરે છે તો પણ કેસ ચાલવા દરમિયાન તમારી કોઈ પણ ધરપકડ કરી શકતું નથી. કોર્ટ તપાસકર્તા અધિકારીને તપાસ માટે જરૂરી દિશા-નિર્દેશ પણ આપી શકે છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો..

How to overcome from protection

તૈયાર કરવાની હોય છે ફાઈલ

 

જો તમે આ કલમ અંતર્ગત હોઈકોર્ટમાં અરજી કરવા માંગો છો તો પહેલા એક ફાઈલ તૈયાર કરો. આ ફાઈલમાં એફઆઈઆરની કોપીની સાથે જ ઈવિડન્સ પણ ખૂબ જ જરૂરી ડોકયુમેન્ટસ છે, તે લગાવો. તમે વકીલના માધ્યમથી ઈવિન્ડસ તૈયાર કરી શકો છો. જો તમારા પક્ષમાં કોઈ સાક્ષી છે તો તેનો પણ ઉલ્લેખ અહીં કરો.

X
How to overcome from protection
How to overcome from protection
How to overcome from protection
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App