ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» How to open reliance and essar petrol pump

  રિલાયન્સ અને એસ્સારનો પેટ્રોલ પંપ ખોલવા આ રીતે કરો ઓનલાઈન અરજી

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 06:19 PM IST

  દેશમાં પ્રાઈવેટ ક્ષેત્રમા બે મોટી કપનીઓ રિલાયન્સ પેટ્રોલિયમ અને એસ્સાર ઓઈલ પેટ્રોલ અને ડિઝલના રિટેલિંગના કારોબારમાં લાગે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દેશમાં પ્રાઈવેટ ક્ષેત્રમા બે મોટી કપનીઓ રિલાયન્સ પેટ્રોલિયમ અને એસ્સાર ઓઈલ પેટ્રોલ અને ડિઝલના રિટેલિંગના કારોબારમાં લાગેલી છે. આ કંપનીઓ પોતાનો કારોબાર વધારવાની કોશિશ કરી રહી છે. આ અંતર્ગત આ કંપનીઓ સમગ્ર દેશમાં હજારો નવા પેટ્રોલ પંપ ખોલવાની યોજના પર કામ કરી રહી છે. આ માટે કંપનીઓએ તેમની વેબસાઈટ પર માહિતી ઉપલબ્ધ કરાવી છે. આ આધાર પર જો તમે કોઈ કંપનીઓનો પેટ્રોલ પંપ ખોલવા માંગો છો તો તમે તેના માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

   હાલ શું છે દેશના પેટ્રોલ પંપની સ્થિતિ

   હાલ દેશમાં સરકારી કંપનીઓના પેટ્રોલ પંપની બોલબાલા છે. લગભગ 90 ટકા પેટ્રોલ પંપ સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)ની છે. આ સરકારી કંપનીઓના કુલ 56 હજારથી વધુ પેટ્રોલ પંપ છે. જયારે પ્રાઈવેટ કંપનીઓમાં રિલાયન્સ પેટ્રોલિયમના લગભગ 1400 અને એસ્સાર ઓઈલના લગભગ 4500 પટ્રોલ પંપ છે. આ બંને કંપનીઓ અગામી એકથી બે વર્ષમાં લગભગ 2500 પેટ્રોલ પંપ ખોલવાની યોજના પર કામ કરી રહી છે.

   એસ્સાર ઓઈલના પેટ્રોલ પંપ માટે આ રીતે કરો અરજી

   એસ્સાર ઓઈલે પેટ્રોલ પંપની ફ્રેન્ચાઈઝી લેવા માટે સંપૂર્ણ ફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે.
   https://www.essaroil.co.in/media/13109/EOI-Form-final-Hindi-SAPL.PDF સાઈટ પર જઈને લોકો આ ફોર્મને ડાઉનલોડ કરી શકે છે. આ ફોર્મમાં કંપનીએ સંપૂર્ણ માહિતી માંગી છે, જેનાથી ફ્રેન્ચાઈઝી આપવાનું કામ ઝડપથી શરૂ કરી શકાય છે. આ ફોર્મ 12 પેજનું છે, જેના અંતમાં કંપનીના તમામ ઝોનનું એડ્રેસ આપવામાં આવ્યું છે. જો ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો આ ઓફિસનો સંપર્ક કરી શકાય છે.

   કયા કયા માગવામાં આવે છે માહિતી

   આ ફોર્મમાં નામ એડ્રેસ સિવાય પેટ્રોલ પંપ ચલાવવાનો અનુભવ હોય તો તેને પણ આપી શકો છો. જો આવો અનુભવ ન હોય તો પણ અરજી કરી શકાય છે. તમે જે જગ્યાએ પેટ્રોલ પંપ ખોલાવવા માંગો છો ત્યાં તમારી પાસે જમીન છે કે નહિ. જો છે તો તેનું વિવરણ અને તે જમીનનુ લોકેશન. આ સિવાય કંપની એ પણ જાણવા માંગે છે કે આ જમીનની આસપાસ કેવી કારોબારી ગતિવિધિઓ છે.

   રિલાયન્સ પેટ્રોલિયમ માટે કઈ રીતે કરશો અરજી

   રિલાયન્સ પેટ્રોલિયમે તેની વેબસાઈટ પર આ અંગે જાણકારી આપી છે. https://www.reliancepetroleum.com/businessEnquiry પર જઈને લોકો એક ફોર્મ ભરી શકે છે. તેમાં પેટ્રોલ પંપ સિવાય કંપની સાથે અન્ય રીતે જોડાવવાની તક પણ અપાઈ રહી છે. લોકો લુબ્રીકન્ટસ, ટ્રાન્સ કનેકટ ફ્રેન્ચાઈઝી, A1 પ્લાઝા ફ્રેન્ચાઈઝી, એવિએશન ફ્યુઅલથી લઈને અન્ય રીતે પણ તમે કંપની સાથે જોડાઈ શકો છો. આ ફ્રેન્ચાઈઝીનું વિવરણ પણ સાઈટ પર આપવામાં આવ્યું છે.

   શુ આપવામાં આવી છે માહિતી

   કંપની આ ફોર્મમાં નામ, મોબાઈલ નંબર, ઈમેલ સિવાય રાજય અને શહેરનું નામ માંગી રહી છે. આ સિવાય તમારો કોઈ કારોબાર છે તો તેનું વિવિરણ પણ આપી શકો છો.

   આગળની સ્લાઈડમાં વાંચો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How to open reliance and essar petrol pump
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top