આધાર સાથે લિંક નથી પીએફ એકાઉન્ટ, તો પૈસા ઉપાડવામાં થશે મુશ્કેલી

આધાર કાર્ડ વગર પીએફની એકાઉન્ટની વિગતો પણ ચેક નહીં થાય

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 05:41 PM
how to linked Adhar card to the PF account

યુટિલિટી ડેસ્ક: જો તમારું પીએફ એકાઉન્ટ છે અને તમે પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો તો હવે થોડું મુશ્કેલ બની શકે છે. હવે તમારે પીએફ એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે, ત્યારે જ તમે પૈસા ઉપાડી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠણ (ઇપીએફઓ)એ આ વિષય પર શેરધારકોને સલાહ આપી છે કે તે ખાતાને આધાર સાથે લિંક કરાવી લે.

બાકી છે માત્ર એક જ મહિનો
ઇપીએફઓએ જણાવ્યું કે, ખાતાધારકો પાસે માત્ર એક મહિનાનો જ સમય બાકી છે. એક મહિનામાં ખાતાધારકોએ પોતાના યૂએએન નંબર આધાર સાથે લિંક કરાવી લેવું પડશે. જો આવું નહીં કરે તો પછી ખાતાધારક પોતાના જુના પીએફ ખાતાને પણ ટ્રાંસફર નહીં કરાવી શકે.

અત્યારથી લગાવી રોક
ઇપીએફઓએ અત્યારથી જ એવા એકાઉન્ટથી પૈસા ટ્રાંસફર કરવામાં રોક લગાવી દીધી છે, જેમના યૂએએન હજુ સુધી આધાર સાથે લિંક નથી. આ સાથે જ ઓનલાઇન એડવાન્સ અને ટ્રાંસફર એપ્લિકેશન તો સિસ્ટમમાંથી જ રોકી દેવામાં આવી છે. તે સાથે જ ઇપીએફઓએ બધા જ ઇપીએફ ખાતાને આધાર લિંક કરવા માટે અભિયાન પણ શરૂ કર્યું છે. એમ્પ્લોયરોને નોટિસ આપીને આધાર લિંક કરાવવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

નહીં મળી શકે એકાઉન્ટની વિગતો
ઓનલાઇન સિસ્ટમ એવી કરી દેવામાં આવી છે કે આધાર ના હોવા પર શેરધારકોને તેમના ખાતાની ડિટેલ ચેક કરવા નહીં મળે. જે લોકોએ આવું નથી કર્યું તેમને ઇપીએફઓ દ્વારા નોટિસ મળી રહી છે. દેશમાં પીએફના અંદાજિત 5 કરોડ શેરધારકો છે. રિટાયર્ડ થઇ ચુકેલા ખાતાધારકોને જો જોડી દેવામાં આવે તો આ સંખ્યા 19 કરોડને પાર છે. તેમાથી અંદાજિત 8.38 કરોડ ખાતાધારકોની જન્મ તિથિ અને 11.07 કરોડના પિતાનું નામ નથી. આ કારણથી ખાતાધારકોના આધારથી લિંક કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

ડિટેલ્સ બદલાવવા માટે જરૂરી છે આ ચાર કામ
તમારે તમારી ડિટેલ ઓનલાઇન જ બદલાવવી પડશે. આધાર માટે તમારે યૂઆઇડીએઆઇની વેબસાઇટ પર જઇને ડિટેલ્સને ચેક કરાવવી પડશે. તે સિવાય પીએફ ખાતાને આધારથી લિંક કરાવવા માટે ચાર કામ કરવા પડશે. પહેલા યૂએએન નંબર એક્ટિવ હોવું જોઇએ. બીજુ ઇપીએફઓની યૂએએન વેબસાઇટ પર એક્સેસ હોવું જોઇએ. ત્રીજુ, આધાર નંબર અને ચોથું એમ્પ્લોયરની ડિટેલ્સ ચેક કરવા માટે ઓનલાઇન જ એપ્લાય કરવાનું રહેશે.

આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારે યૂએએનની વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર લોગ ઇન કરવું પડશે.
અહીં તમારો યૂએએન નંબર અને પાસવર્ડ સબમિટ કરો.
સબમિટ કર્યા બાદ તમારે મેનેજ>મોડિફાઇ બેસિક ડિટેલ્સના ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારે આધારના બેસિસ પર પોતાની ડિટેલ્સ આપવાની રહેશે.
આ ડિટેલ્સને સિસ્ટમ પોતાની તરફથી વેરિફાઇ કરશે.
અપડેટ ડિટેલ્સને ક્લિક કર્યા બાદ તમારા અનુરોધને ઇપ્લોયર પાસે અપ્રવલ માટે મોકલવામાં આવશે.
એમ્પ્લોયરના સબમિટ કર્યા પહેલા કર્મચારી તેને ડિલિટ પણ કરી શકે છે.

X
how to linked Adhar card to the PF account
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App