Home » National News » Utility » How to identify adulterated mava

માવામાં 2 ટીપા નાંખો આ સોલ્યુશન, તરત ખબર પડશે અસલી છે કે નકલી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 05:59 PM

માર્કેટમાં મળનાર નકલી માવાને ઘણાં લોકો ઓળખી શકતા નથી અને ખરીદી લે છે

  • How to identify adulterated mava
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ માર્કેટમાં મળનાર નકલી માવાને ઘણાં લોકો ઓળખી શકતા નથી અને ખરીદી લે છે. તહેવારના સમયે માવાની ડિમાન્ડ વધી જાય છે. તેનો ફાયદો ઉઠાવીને વેચાણ કરનાર માવામાં ભેળસેળ કરે છે. કોઈ સ્ટાર્ચ મેળવીને માવાની કોન્ટેટી વધારે છે તો કોઈ માવાનું માખણ નીકાળીને તેમાં ઓઈલ મેળવીને વેચે છે. ફુડ સેફટી ઓફીસર મનીષ સ્વામી (ઈંદોર)એ જણાવ્યું કે કઈ-કઈ રીતે માવામાં ભેળસેળ કરવામાં આવે છે અને કઈ રીતે તમે તેની ઓળખી શકો છો અને જો કોઈ આમ કરે તો કઈ રીતે તમે તેને સજા અપાવી શકો છો.

    કઈ રીતે થાય છે માવામાં ભેળસેળ

    બટાકા અને સ્ટાર્ચ મેળવીને

    માવાનું પ્રમાણ વધારવા માટે તેમાં સ્ટાર્ચ મેળવવામાં આવે છે. તેના માટે પ્રથમ બટાકાને ઉકાળવામાં આવે છે. પછીથી તેમાં સ્ટાર્ચ મેળવવામાં આવે છે. તેને માવાની સાથે મિક્સ કરીને વેચવામાં આવે છે. સ્ટાર્ચ બોડી માટે નુકશાનદાયક તો નથી પરતું એવું થવા પર શુધ્ધ માવો ગ્રાહકોને મળી શકતો નથી. તહેવારના ટાઈમ પર મોટા ભાગે આ રીતે માવાનો જથ્થો વધારવામાં આવે છે.

    ઘી નીકાળીને

    ઘણાં લોકો માવાને સેકીને તેમાંથી ઘી નીકાળી શકે છે અને તેમાં પામ ઓઈલ ભેળવી દે છે. ઘી નીકાળીને બાદમાં તેને અલગથી વેચી દે છે અને માવાને પામ ઓઈલ મેળવીને વેચી દે છે. તેનાથી વિક્રેતાને બે ગણો ફાયદો થાય છે. આ સિવાય ઘણાં લોકો મિલ્ક પાઉડર અને વનસ્પતિને મેળવીને માવો બનાવે છે. તેમાં સુગધ માટે ફલેવર મેળવવામાં આવે છે.

    આ પ્રકારની ભેળસેળ થવા પર કઈ રીતે કરશો ઓળખ, આગળની સ્લાઈડ્સમાં જોવો...

  • How to identify adulterated mava
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    થોડા માવામાં ટિંચર આયોડીન સોલ્યુશન નાંખો. કલર બ્લૂ થઈ જાય તો સમજી લેવાનું કે તેમાં સ્ટાર્ચ મેળવવામાં આવ્યું છે.

     

    આગળની સ્લાઈ્સ જોવા માટે ક્લીક કરો

  • How to identify adulterated mava
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    થોડો માવો હાથમાં લઈને તેમાં પાણી મેળવીને ચોળો. પછી કોઈ વાસણમાં હાથ ડૂબાડીને ધોવો. ઓઈલની ભેળસેળ કરેલી હશે તો પાણીમાં ઉપર તરતું દેખાશે. માખણ હશે તો માખણ પાણીમાં ઉપર આવી જશે. તેમાં થોડું  ફીણ પણ દેખાશે.

  • How to identify adulterated mava

    નકલી માવાને પાણીમાં નાખીવાથી દાણેદાર ટુકડા અલગ થઈ જાય છે. તે ખુબ જ ચીપકું હોય છે. તેની સુંગધ લાબા સમય સુધી રહેતી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ