Home » National News » Utility » how to get internship in google know this things

Google આપે છે ઇન્ટર્નશિપની તક, એપ્લાય કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 12:10 AM

નામાંકિત કંપનીઓમાં કરેલી ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને ઘણો ફાયદો કરાવે છે

 • how to get internship in google know this things
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ જોબ પહેલાં ઇન્ટર્નશિપ હવે સ્ટૂડન્ટ્સ માટે ઘણું મહત્વ ધરાવે છે. ખાસ કરીને મોટી કંપનીઓની ઇન્ટર્નશિપ. કારણ કે નામાંકિત કંપનીઓમાં કરેલી ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને ઘણો ફાયદો કરાવે છે, પરંતુ તેને હાંસલ કરવી ઘણી જ મુશ્કેલ હોય છે. જોકે સાચી દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો ગુગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળી શકે છે. ગુગલમાં ઇન્ટર્નશિપ કરનારને સારી એવી સેલરી પણ ઓફર કરવામાં આવે છે. ગ્લાસડોરના એક અહેવાલ પ્રમાણે ગુગલ પોતાના ઇન્ટર્નને 6 હજાર ડોલર સુધીની સેલરી ઓફર કરે છે. અહીં એવી જ કેટલિક ટિપ્સ આપવામાં આવી રહી છે જે તમને ગુગલમાં ઇન્ટર્નશિપ કરવામાં મદદ કરી શકે છે.

  આ રીતે કરી શકો છો ગુગલ ઇન્ટર્નશિપ માટે એપ્લાય


  એમ્પ્લોઇ રેફરલ


  જો ગુગલમાં કોઇ તમારા પરિચિત હોય તો તેને રેફર કરવા માટે કહો. તમે આ પ્રોફેશનલ્સને લિંક્ડઇન અથવા ફેસબુક પર શોધી શકો છો.

  જ્યારે સિલેક્ટ થઇ જાય રિઝ્યૂમ


  સૌથી પહેલા રિક્રૂટિંગ ટીમ તમારા રિઝ્યૂમને એકઠાં કરે છે અને જો તમે જે-તે રોલ માટે ફિટ સાબિત થાવ છો તો તમને ટેક્નિકલ ઇન્ટરવ્યૂઝની સંપૂર્ણ સિરિઝમાં સામેલ થવું પડે છે. જેમાં કેટલાક ઇન્ટરવ્યૂ ફોન પર, કેટલાક સોશિયલ મીડિયા અથવા દેશમાં સ્થિત ગુગલની ઓફિસોમાં લેવામાં આવે છે. મોટાભાગના ઇન્ટરવ્યૂ ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ પર ફોકસ્ડ હોય છે, જેમાંના અમુક જનરલ કોડિંગ સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે.

  ઓનલાઇન એપ્લિકેશન


  ગુગલ કેરિઅર સેક્શનમાં જઇને તમે ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરી શકો છો. આ માટે તમે https://careers.google.com/students/ ની મુલાકાત લઇ શકો છો. અહીં સ્ટૂડન્ટ્સ ઇન્ટર્નશિપ ઉપરાંત સ્કોલરશિપ અને ગ્રાન્ટ્સ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે પણ જાણી શકો છો. ઇન્ટર્નશિપ માટે તમારે વેબસાઇટ પરથી એપ્લાય કરવું પડશે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે કરશો સિલેક્શન થયા પછીની તૈયારી

 • how to get internship in google know this things
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  આ પ્રક્રિયામાંથી થવું પડશે પસાર

  સાઇડ પ્રોજેક્ટ્સ


  રિક્રૂટર્સ એ બાબતો પણ ચકાસતા હોય છે કે તમે તમારી જાતને માત્ર એકેડેમિક્સ સુધી જ સિમિત તો નથી રાખીને. તેવામાં તમે રિક્રૂટર્સને જણાવો કે તમને ક્લાસરૂમની બહારના પ્રોજેક્ટ્સ છે જેમાં તમે રસ ધરાવો છો. આ માટે તમે કોઇ વેબસાઇટ અથા એપ તૈયાર કરીને તેનો ઉલ્લેખ પણ તમારા રિઝ્યૂમમાં કરી શકો છો. કોઇ નાના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છો તો તેનો ઉલ્લેખ પણ કરો. તમારે તમારા રિઝ્યૂમથી એ સમજાવું પડશે કે તમારી પાસે ક્રિએટિવિટી, જોશ અને કંઇક નવું કરવાની ઉર્જા છે.
   

  હાયરિંગ કમિટી

  ઇન્ટરવ્યૂ બાદ આ કમિટીના સભ્યો ઇન્ટરવ્યૂઅર સાથે મળીને તમારા ફિડબેકનો રિવ્યૂ કરે છે. જો તમે તેમને એક પ્રતિભાશાળી ઉમેદવાર લાગશો તો તમારી પસંદગી હોસ્ટ મેચિંગ પ્રક્રિયા માટે કરવામાં આવે છે.
   

  હોસ્ટ મેચિંગ

  આ એવી પ્રક્રિયા છે જેના માટે તમારે ધિરજ રાખવી પડશે. અહીં એવી ટીમ હોય છે, જેને પોતાના માટે ઇન્ટર્ન્સની શોધ હોય છે. જો અહીં કોઇ હોસ્ટ હશે તો તમારે કેટલાક ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપવા પડશે. જે સામાન્ય રીતે નોન ટેક્નિકલ હોય છે. હોસ્ટ એ નક્કી કરવાનો પ્રયાસ કરે છે કે તમે તેમની ટીમ માટે બેસ્ટ છો કે નહીં. તેથી આ પ્રક્રિયા માટે સારી તૈયારી કરો.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે કરશો સિલેક્શન થયા પછીની તૈયારી

 • how to get internship in google know this things

  કનેક્શન્સ

  કોઇ અજાણ્યા કેન્ડિડેટ્સની સરખામણીએ ગુગલના હાલના કે પૂર્વ કર્મચારી તરફથી રિફર કરવામા આવેલા કેન્ડિડેટ્સ પાસે યોગ્ય લોકો સુધી પહોંચવાની તક હોય છે. તેવામાં તમે પણ લિંક્ડઇનથી આવા કોન્ટેક્ટ શોધીને મદદ મેળવી શકો છો. 
   

  એચઆરનો ઇમેઇલ

  ગુગલના કોઇ પૂર્વ કર્મચારી અથવા ઇન્ટર્ન પાસેથી એચઆરનો ઇમેઇલ મેળવો. એચઆરને સીધો મેઇલ કરો. એક સારા કવર લેટર અને રિઝ્યૂમ સાથે તેને તમારો ઇમેઇલ કરવાનો હેતું જણાવો. 
   

  ઓનલાઇન પ્રેઝન્સ

  ઇન્ટર્નશિપ માટે આવનારા હજારો એપ્લિકેશન્સની વચ્ચે યોગ્ય ઉમેદવારની પસદંગી કરવા માટે રિક્રૂટર્સ ઓનલાઇન સર્ચ વધારે કરે છે. જો તમે સોફ્ટવેર એન્જિનિયર છો તો ગિટહબ સાથે જોડાઓ. ટ્વિટર અથવા ક્વોરા થકી ટેક કોમ્યૂનિટીમાં સામેલ થઇ શકો છો. અથવા તમારો બ્લોગ સ્ટાર્ટ કરી શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ