Home » National News » Utility » 14 એપ્રિલથી શરૂ થશે મોદીની ત્રીજી મોટી યોજના, આ રીતે મળશે 5 લાખનો ફાયદો । How to get benefits of ayushman scheme

14 એપ્રિલથી શરૂ થશે મોદીની ત્રીજી મોટી યોજના, આ રીતે મળશે 5 લાખનો ફાયદો

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 12:44 PM

ઉજ્જવલા અને પ્રધાનમંત્રી આવાસ યોજના બાદ હવે પીએમ નરેન્દ્ર મોદી તેમની ત્રીજી મેગા યોજના શરૂ કરવા જઈ રહ્યાં છે

 • 14 એપ્રિલથી શરૂ થશે મોદીની ત્રીજી મોટી યોજના, આ રીતે મળશે 5 લાખનો ફાયદો । How to get benefits of ayushman scheme
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ ઉજ્જવલા અને પ્રધાનમંત્રી આવાસ યોજના બાદ હવે પીએમ નરેન્દ્ર મોદી તેમની ત્રીજી મેગા યોજના શરૂ કરવા જઈ રહ્યાં છે. આ રાષ્ટ્રીય યોજનાના આરંભ માટે છતીસગઢને પસંદ કરવામાં આવ્યું છે. મોદી ડો. ભીમરાવ આમ્બેડકરની જયંતી 14 એપ્રિલથી શરૂ થઈ રહેલા કેન્દ્ર સરકારના ગ્રામ સ્વરાજ અભિયાનના પ્રથમ દિવસે છતીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લાના જાંગલામાં સમગ્ર દેશ માટે આયુષ્માન યોજનાનો શુભારંભ કરશે. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત પ્રતિ વર્ષ 10 કરોડ પરિવારને સારા ઈલાજ માટે 5-5 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમાનું કવર મળશે. આ યોજનાને મોદી કેરનું નામ આપવામાં આવ્યું છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેનારાઓને કેવો લાભ મળશે. શરતો શું છે અને રીત કઈ હશે...

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, દરેક પરિવારને 5 લાખનું કવર...

 • 14 એપ્રિલથી શરૂ થશે મોદીની ત્રીજી મોટી યોજના, આ રીતે મળશે 5 લાખનો ફાયદો । How to get benefits of ayushman scheme
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દરેક પરિવારને 5 લાખનું કવર

   

  સરકાર પ્રત્યેક પરિવારને દર વર્ષ 5 લાખ રૂપિયા સુધીનો ઈલાજ ફ્રીમાં કરાવવાની સુવિધા આપશે. આ સ્કીમમાં ફાયદો લેનાર પરિવારમાં કેટલા પણ સભ્યો હોય, તમામ તેનો ફાયદો ઉઠાવી શકશે. આ સ્કીમનો ફાયદો યોગ્ય રીતે બધાને મળે, આ માટે એક કાઉન્સિલનું નિર્માણ કરવામાં આવશે. તેની અધ્યક્ષતા હેલ્થ મિનિસ્ટર કરશે.

   

  કોણ લઈ શકશે આ સ્કીમનો ફાયદો

   

  ગ્રામીણ ક્ષેત્રમાં રહો છો તો આ શરતો છે. એક રૂમનું કાચું મકાન, ખપરેલમાં રહેનાર ફેમિલિ જેમાં 16થી 59 વર્ષની વચ્ચેની ઉંમરનો કોઈ એડલ્ટ સભ્ય કેમ ન હોય. મહિલા મુખ્ય હોય તેવા પરિવાર, જેમાં 16થી 59 વર્ષની વચ્ચે કોઈ પુરુષ ન હોય. એવા પરિવાર જેમાં વિકલાંગ સભ્ય હોય અને તેની દેખરેખ કરનાર કોઈ એડલ્ટ સભ્ય પરિવારમાં ન હોય. એસસી અને એસટી સિવાય એવા પરિવાર જેમની પાસે જમીન ન હોય અને તેમની કમાણી કેઝયુઅલ મજૂરી હોય. જે પરિવારની પાસે છત ન હોય અને કાયદાકીય રૂપથી બાળકોને મજૂરીમાંથી મુકત કરાવવામાં આવ્યા હોય.

   

  આગળ વાંચો, શહેરી વિસ્તારો માટે શરતો

 • 14 એપ્રિલથી શરૂ થશે મોદીની ત્રીજી મોટી યોજના, આ રીતે મળશે 5 લાખનો ફાયદો । How to get benefits of ayushman scheme
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શહેરી ક્ષેત્રમાં રહો છો તો આ છે શરતો

   

  શહેરી ક્ષેત્રમાં રહેનાર ગરીબોને આ સ્કીમનો ફાયદો મળશે. ગરીબોના સિલેકશન માટે ઘણી કેટેગરી બનાવવામાં આવી છે. કુલ મેળવીને 11 કેટેગરીમાં શહેરી ગરીબોને વિભાજત કરવામાં આવ્યા છે, જે આ સ્કીમનો ફાયદો લઈ શકશે. આ સ્કીમમાં મળશે સુવિધાઓ. આ અંતર્ગત પ્રતિ પરિવાર વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવર મળશે. તેમાં લગભગ તમામ ગંભીર બિમારીઓનો ઈલાજ કવર થશે. આ સિવાય કોઈ પણ વ્યક્તિ આ ઈલાજથી વંચિત ન રહી જાય, તેના માટે સ્કીમમાં ફેમિલિ સાઈઝ અને ઉંમર પર કોઈ સીમા લગાવવામાં આવી નથી. આ સ્કીમમાં હોસ્પિટલલાઈઝેશન પહેલાના અને તે પછીના ખર્ચને સામેલ કરવામાં આવ્યો છે. આ વખતે હોસ્પિટલાઈઝેશન માટે ટ્રાન્સપોર્ટ અલાઉન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ચુકવણી લાભાર્થીઓન કરવામાં આવશે.

   

  આગળ વાંચો, કઈ હોસ્પિટલમાં થશે ઈલાજ

 • 14 એપ્રિલથી શરૂ થશે મોદીની ત્રીજી મોટી યોજના, આ રીતે મળશે 5 લાખનો ફાયદો । How to get benefits of ayushman scheme

  કઈ હોસ્પિટલમાં થશે ઈલાજ

   

  આ સ્કીમનો ફાયદો સમગ્ર દેશમાં લઈ શકાશે. સાથે જ સ્કીમ અંતર્ગત પેનલમાં સામેલ દેશની કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજ કરાવી શકાશે. રાજયની તમામ સરકારી હોસ્પિટલ આ સ્કીમમાં સામેલ માનવામાં આવશે. આ સિવાય એમ્પલોઈ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની સંબધિત હોસ્પિટલોને બેડ ઓક્યુપેન્સી રેશ્યોના પેરામીટરના આધાર પર તેની પેનલમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રાઈવેટ હોસ્પિટલોના મામલામાં નિશ્ચિત ક્રાઈટેરિયાના આધાર પર ઓનલાઈન એમપેનલ્ડ કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ