તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવી રીતે કરશો મહિને 4 લાખ રૂપિયા મળે તેવી વ્યવસ્થા, જણાવી રહ્યાં છે ફાઈનાન્સિયલ પ્લાનર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ તમે કામ કર્યા વગર દર મહિને 4 લાખ રૂપિયાની આવકની વ્યવસ્થા કરી શકો છો. આ માટે તમારે લાંબા સમય માટે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરવું પડશે. ફાઈનાન્સિયલ પ્લાનર તારેશ ભાટિયા જણાવી રહ્યાં છે કે તમે કેવી રીતે દર મહિને 4 લાખ રૂપિયાની આવક સુનિશ્ચિત કરી શકો છો. આ માટે તમારે SIPમાં દર મહિને કેટલી રકમ અને કેટલા સમય સુધી રોકાણ કરવું પડશે.

 

18794 રૂપિયાનું મહિને કરવું પડશે રોકાણ
સર્ટિફાઇડ ફાઈનાન્સિયલ પ્લાનર તારેશ ભાટિયાએ જણાવ્યું કે 4 લાખ રૂપિયાની મંથલી આવક માટે તમારે SIPમાં 18,794 રૂપિયા મંથલી રોકાણની શરૂઆત કરવી પડશે. ત્યારબાદ તમારે SIPમાં દર મહિને તમારું રોકાણ 10 ટકા વધારવું પડશે. આ રોકાણ પર આગામી 15 વર્ષ રિટર્ન મળે છે, તો 20 વર્ષમાં 5 કરોડ રૂપિયાનું ફંડ બની જશે. લાંબા સમયમાં ઇક્વિટી ફંડમાં રોકાણમાં તમે 15 ટકાથી વધારે રિટર્ન મેળવી શકો છો. 

 

કેવી રીતે થશે 4 લાખ રૂપિયાની મંથલી આવક
તારેશ ભાટિયા અનુસાર જો તમે આ 5 કરોડ રૂપિયાને એક સાથે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકો છો તો તેના પર વર્ષે 10 ટકા રિટર્ન મળે છે, તો તમને વર્ષે 50 લાખ રૂપિયા રિટર્ન તરીકે મળશે. આ પ્રકારે તમે તમારા માટે દર મહિને લગભગ 4 લાખ રૂપિયાની આવક સુનિશ્ચિત કરી શકો છો.
 
આ વાતોનું રાખો ધ્યાન
તારેશ ભાટિયાનું કહેવું છે કે 7 ટકા મોંઘવારીના આધારે તમે આગામી 20 વર્ષમાં આજના 5 કરોડ રૂપિયાની વેલ્યૂ 1.30 કરોડ રૂપિયા થઇ જશે. આ ઉપરાંત ઇક્વિટી ફંડમાં રોકાણ પર તમને વર્ષે 1 લાખ રૂપિયાથી વધુનું રિટર્ન મળે છે તો તેના પર 10 ટકા કેપિટલ ગેન ટેક્સ લાગશે. તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં એન્ટ્રી અને એક્ઝિટ ક્લોઝ સમજવું જોઇએ. ઇક્વિટી ફંડમાં રોકાણ જોખમના આધારે હોય છે. તેવામાં શ્રેષ્ઠ એ છે કે તમે સર્ટિફાઇડ ફાઈનાન્સિયલ પ્લાનરની સલાહ લઇને રોકાણ કરો.

 

50 વર્ષની ઉંમરમાં થઇ શકો છો રિટાયર
જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 50 વર્ષની ઉંમરમાં રિટાયર થવા માગો છો તો તમારા માટે આ પ્લાન ઘણો મહત્વનો સાબિત થઇ શકે છે. 50 વર્ષની ઉંમરમાં રિટાયર થાઓ ત્યારે તમારી પાસે 5 કરોડ રૂપિયા હશે જેનું રોકાણ કરીને તેના પર મળથા રિટર્નમાં તમે તમારા ખર્ચને પૂરા કરી શકો છો અને તમારી પાસે પાંચ કરોડ રૂપિયાનું ફંડ પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...