સવારે લગાવો પૈસા અને સાંજ સુધીમાં થઇ શકે છે કમાણી, સમજો ડે-ટ્રેડિંગની પ્રોસેસ

ઓછા પૈસા સાથે પણ કરી શકો છો રોકાણ

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 01:33 PM
how to do intraday trading in share market know the process

યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે લોકોને એવી ધારણા હોય છે કે પૈસા કમાવવામાં ઘણો સમય લાગી જાય છે. જોકે, શેર બજારમાં ઓછા સમયમાં કમાણીના પણ ઓપ્શન છે. જેમાં તમે સવારે પૈસા લગાવીને સાંજ સુધીમાં કમાણી કરી શકો છો. તેને ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કહેવામાં આવે છે. જેમાં ઓછા પૈસાથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. આ ટ્રેડિંગમાં શેરની કિંમતના 20થી 30 ટકા રોકાણકારે સવારે લગાવવા પડે છે અને સાંજ સુધીમાં પ્રોફિટ સાથે પૈસા પરત મળી શકે છે. જોકે તેમાં નુકસાન થવાની શક્યતાઓ પણ રહેલી છે.

શું છે ડે-ટ્રેડિંગ
શેર બજારમાં દિવસ દરમિયાન શેરોની ટ્રેડિંગ થાય છે. એક જ શેર દિવસમાં અનેકવાર વેચી અને ખરીદી શકાય છે. જો કોઇ શેર જે દિવસે ખરીદ્યો એ જ દિવસે વેચવામાં આવે તો તેને ડે ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ ખરીદી અને વેચાણની વચ્ચેના અંતરને નફો કહેવામાં આવે છે.

કેવી રીતે શરૂ કરી શકો છો ડે ટ્રેડિંગ
જો શેર બજારમાં ડે ટ્રેડિંગ કરવા ઇચ્છો છો તો આ માટે પહેલાં થોડીક તૈયારી કરી લેવી જોઇએ. સૌથી પહેલા એક સારી શેર બ્રોકિંગ કંપનીને પસંદ કરો. જ્યાં તમારે ડીમેટ એકાઉન્ટ અને એક ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે. આ એકાઉન્ટમાં તમે અથવા તો બ્રોકરને ફોન પર ઓર્ડર આફીને શેરનો વ્યાપાર કરી શકો છો અથવા ઓનલાઇન પણ આવું કરી શકાય છે.

કેટલા પૈસાની પડશે જરૂર
શેર બજારના નિયમ છે કે જે દિવસે શેર ખરીદવામાં આવે છે, એ દિવસે પૂરા પૈસા ચૂકવવાના નથી હોતા. T+2 નિયમ હેઠળ જે દિવસે શેર ખરીદવામાં આવે ચે, તેના 2 ટ્રેડિંગ દિવસો બાદ સંપૂર્ણ રકમ ચૂકવવાની રહે છે. ડે-ટ્રેડિંગમાં શેર જે દિવસે ખરીદવામાં આવે છે, એ જ દિવસે વેચવામાં આવે છે. આ માટે શેર ખરીદતી વખતે આખી રકમ આપવી પડતી નથી. જો કોઇ સારો શેર તમે ખરીદ્યો છે અને તેની કિંમત 100 રૂપિયા છે તો તમારે 20થી 30 રૂપિયા આપવા પડે છે.

ડે ટ્રેડિંગ માટે કેવા શેરની કરશો પસંદગી
ટ્રેડિંગ માટે દરેક સમયે એવો શેર પસંદ કરો જે મજબૂત હોય અને તેનું ટર્નઓવર સારું હોય. આ વાતની જાણકારી www.bseindia.com અને www.nseindia.comની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. આવા શેરમાં ડે ટ્રેડિંગ કરવાનો સૌથી સારો ફાયદો છે કે એ દિવસે શેર નથી વેચી શક્યા તો બાદમાં ફાયદા સાથે તેને વેચી શકાય છે.

હીરો મોટોકોર્પથી સમજો
દેશની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા હીરો મોટોકોર્પનું ઉદાહરણ લઇએ તો તેના શેરમાં ઉતાર-ચઢાવ દરમિયાન ડે ટ્રેડિંગ કેવી રીતે કરી શકીએ છીએ એ સમજી શકાય છે.

7 સપ્ટેમ્બર, 2018ના ભાવનો અંતર
- સૌથી વધારે રેટ 3345.00 રૂપિયા
- સૌથી ઓછો રેટ 3168.50 રૂપિયા
- બન્ને વચ્ચેનું અંતર 176.50 રૂપિયા
- NSEમાં વોલ્યૂમ 6,66,688
- BSE વોલ્યૂમ 38,590

કેવી રીતે મળશે ફાયદો
હીરો મોટોકોર્પને શેરમાં દિવસ દરમિયાન ઉપર અને નીચેના ભાવમાં 176.50 રૂપિયાનો ઉતાર-ચઢાવ રહ્યો. જો રોકાણકારને અંદાજે 100 રૂપિયાનો ફાયદો મળે છે તો 100 શેરની ખરીદી પર તે 10 હજાર રૂપિયાનો નફો કમાઇ શકે છે. જોકે ટ્રેડ માટે માર્જિન મની આપવી પડે છે.

જાણકારોની સલાહ
ચોઇસ બ્રોકિંગના પ્રેસિડન્ટ અજય કેજરીવાલ અનુસાર શેર બજારમાં મોટાભાગે વેપાર ડે-ટ્રેડિંગનો જ થાય છે, પરંતુ તેમ છતાં નવા લોકોએ સાવચેતી સાથે આ વેપારમાં પગ મુકવો જોઇએ. પ્રારંભમાં તેમણે પોતાના બ્રોકરની સલાહ પ્રમાણે કામ કરવું જોઇએ. બાદમાં જ્યારે સમજ પડવા લાગે તો પોતાની રીતે આ વેપારમાં આગળ વધી શકાય છે.

X
how to do intraday trading in share market know the process
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App