Home » National News » Utility » ચાંદીના ભાવે વેચાય છે આ ફળ, ભારતમાં પણ કરી શકો છો આ રીતે ખેતી । how to do Farming Vanilla Cultivation Information in india

ચાંદીના ભાવે વેચાય છે આ ફળ, ભારતમાં પણ કરી શકો છો આ રીતે ખેતી

Divyabhaskar.com | Updated - May 11, 2018, 05:12 PM

2015માં વેનીલા બીન્સ 11500 રૂ. પ્રતિ કિલો હતી, જે 2016માં વધીને 14500 અને 2017માં 24 હજાર સુધી પહોચી ગઇ છે

 • ચાંદીના ભાવે વેચાય છે આ ફળ, ભારતમાં પણ કરી શકો છો આ રીતે ખેતી । how to do Farming Vanilla Cultivation Information in india
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્ક: તમે વેનીલાની ખેતી કરીને સારી આવક મેળવી શકો છો. આ ફળની ડિમાંડ ઘણા દેશોમાં છે. ભારતીય મસાલા બોર્ડના રિપોર્ટ અનુસાર, સમગ્ર દુનિયામાં જેટલી પણ આઇસ્ક્રીમ બને છે, તેમાંથી 40% વેનીલા ફ્લેવરની હોય છે. માત્ર આઇસ્ક્રીમ જ નહી પણ, કેક, કોલ્ડ ડ્રિંક, પરફ્યૂમ અને અન્ય બ્યૂટી પ્રોડક્સમાં પણ વેનીલાનો ઉપયોગ થાય છે. વેનીલાની ડિમાંડ ભારતની સરખામણીએ વિદેશોમાં વધારે છે. તેવામાં જો આ ફળને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે તો તેમા વધારે નફો મળે છે.

  છેલ્લા થોડાક વર્ષોમાં વેનીલાની કિંમત ખુબ ઝડપથી વધી રહી છે. 2015માં વેનીલા બીન્સ 11500 રૂ. પ્રતિ કિલો હતી, જે 2016માં વધીને 14500 અને 2017માં 24 હજાર સુધી પહોચી ગઇ છે. થોડા દિવસો પહેલા મેડાગાસ્કરમાં આવેલા વિનાશક વાવાઝોડાના કારણે આ વર્ષે વેનીલાની કિંમત 40 હજાર રૂ. પ્રતિ કિલો થઇ ગઇ છે. દુનિયામાં 75% વેનીલા મેડાગાસ્કરમાંથી આવે છે. ભારતમાં તેની કિંમત ઉપર-નીચે થતી રહે છે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે કેવી રીતે તમે વેનીલાની ખેતી કરીને કમાણી કરી શકો છો.

  40 હજાર રૂપિયા સુધી આપવા પડે છે

  ભારતમાં 1 કિલો વેનીલા ખરીદવા માટે 40000 રૂપિયા સુધી આપવા પડે છે. બ્રિટન બજારમાં ભાવ 600 ડૉલર પ્રતિ કિલો સુધી પહોચી ગયો છે. ભારતમાં ચાંદી 43,200 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઇ રહી છે ત્યારે બ્રિટનમાં ચાંદીનો ભાવ 530 ડોલર (35,000 રૂપિયા) પ્રતિ કિલો છે.

  ફળમાંથી મળે છે બીજ

  મસાલા બોર્ડ અનુસાર, વેનીલા આર્કિડ પરિવારનું મેમ્બર છે. આ એક બેલ પ્લાન્ટ છે, જેની દાંડી લાંબી અને નળાકાર હોય છે, ફૂલ સુકાઇ જાય ત્યારે સુગંધિત થઇ જાય છે અને તેના એક ફળમાંથી ઘણા બધા બીજ નીકળે છે.

  ખેતી કરવા માટે આ જરૂરી વાતનું રાખવું જોઇએ ધ્યાન

  - વેનીલાના પાકને ભેજ, છાયડો અને મધ્યમ તાપમાનની જરૂર પડે છે.
  - તમે શેડ હાઉસ બનાવી ફાઉન્ટેન પદ્ધતિ દ્વારા આવું વાતાવરણ બનાવી શકો છો.
  - તાપમાન 25થી 35c સુધી રહે તો પાક માટે સૌથી સારુ માનવામાં આવે છે.
  - ઝાડમાંથી ફિલ્ટર થઇને જે પ્રકાશ મળે તે વેનીલાના પાક માટે ખુબ સારો માનવામાં આવે છે.
  - જો તમાર ખેતરમાં વધારે ઝાડ છે તો તમે ઇન્ટરકોર્પની જેમ આ ખેતી સરળતાથી કરી શકો છો.
  - વેનીલાનો પાક 3 વર્ષ બાદ ફળ આપવાનું શરૂ કરે છે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી હોવી જોઇએ માટી?

 • ચાંદીના ભાવે વેચાય છે આ ફળ, ભારતમાં પણ કરી શકો છો આ રીતે ખેતી । how to do Farming Vanilla Cultivation Information in india
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કેવી હોવી જોઇએ માટી? 
   

  વેનીલાની ખેતી કરવા માટે તેની માટી ફળદ્રૂપ અને ઓર્ગેનિક પદાર્થોથી ભરપૂર હોવી જોઇએ. તમે એક્સપર્ટની સલાહ લઇને તેની જાણકારી લઇ શકો છો, કે તમે જે જગ્યા પર વેનીલાની ખેતી કરવા જઇ રહ્યા છો તે માટીની ગુણવત્તા કેવી છે. 
   

  -  વેનીલાની ખેતીમાં પાણી સ્થિર કે રોકાયેલું ન થવું જોઇએ. 

  -  જમીનની ph 6.5થી 7.5 સુધીની હોવી જોઇએ. જેથી સૌ પહેલા માટીની તપાસ કરવી લેવી જોઇએ. 

  -  તપાસ સમયે જૈવિક પદાર્થોની અછતની જાણ થાય તો છાંણનું ખાતર, અળસિયું ખાતર અહીં નાખી શકાય છે. 
   

  લગાવાની શું છે પ્રોસેસ... 
   

  - વેનીલાની વેલો લગાવવા માટે કટિંગ અથવા બીજ બંન્નેનો ઉપયોગ કરી શકાય છે, જોકે બીજનો ઉપયોગ વધારે પ્રમાણમાં ના કરી શકાય, કારણકે તેના દાણા નાના હોય છે અને તેને ઉગવામાં લાંબો સમય લાગે છે. 

  - વેલ લગાવવા માટે મજબૂત અને સ્વસ્થ કટિંગને સિલેક્ટ કરવું જરૂરી છે. 

  - જ્યારે વાતાવરણમાં ભેજ હોય ત્યારે તમે તેની કટિંગ લગાવી શકો છો. કટિંગ લગાવો તે પહેલા ખાડો બનાવી તેમાં પૂરી રીતે છાંણનું ખાતર નાખી દો. કટિંગને માટીમાં દબાવવાની જરૂર નથી પડતી. સપાટીની ઉપર તરફ થોડુ ખાતર અને પત્તા વડે તેને ઢાંકી દેવામાં આવે છે. કટિંગનું અંતર 8 ફૂટ રાખવામાં આવે છે. 

  - સપોર્ટ માટે ઝાડ અથવા તો 7 ફિટ લાંબી લાકડી અથવા સીમેન્ટના પિલ્લર લગાવાય છે. વેલોને ફેલાવા માટે તાર બાંધવામાં આવે છે. જો તમે ખેતરમાં લગાવી રહ્યા છો તો એક એકરમાં 2400થી 2500 વેલ હોવી જોઇએ. 

  આગળની સ્લાઇડ્સમાં વાંચો પાક લગાવ્યા બાદ શું કરવું જોઇએ?

 • ચાંદીના ભાવે વેચાય છે આ ફળ, ભારતમાં પણ કરી શકો છો આ રીતે ખેતી । how to do Farming Vanilla Cultivation Information in india

  પાક લગાવ્યા બાદ શું કરવું જોઇએ? 
   

  - ખેતરમાં છાંણનું ખાતર, અળસિયું ખાતર, લીમડાના ભુકાને નાખતું રહેવું જોઇએ. 
  2 દિવસના અંતરમાં ફાઉન્ટેન પદ્ધતિ અથવા ટપક પદ્ધતિ દ્વારા પાણી આપતું રહેવું જોઇએ. 
  - 1 કિલો એનપીકેને 100 લીટર પાણીમાં મેળવી સ્પ્રે કરતું રહેવું. 
  - વેલને તારની ઉપર ફેલાવામાં આવે છે. તેની ઉંચાઇ 150 સેમીથી વધારે ના હોવી જોઇએ. 
  - વેનીલાને સંપૂર્ણ રીતે પકવવા માટે ક્યુરિંગ, સ્વેટિંગ, ડ્રાઇન્ગ અને કંડિશનિંગની પ્રોસેસ કરવી પડે છે. ત્યારબાદ જ વેનીલા તૈયાર થાય છે.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ