• Home
  • Utility
  • how to choose insurance policy know in these simple steps

આ સરળ સ્ટેપ્સ થકી પસંદ કરી શકો છો ઈન્સ્યોરન્સ પોલિસી, નહીં થાય નુકસાન

how to choose insurance policy know in these simple steps

divyabhaskar.com

Nov 08, 2018, 06:18 AM IST

યુટિલિટી ડેસ્કઃ ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે ઈન્સ્યોરન્સ પોલિસી પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈન્સ્યોરન્સ થકી માત્ર નક્કી સમયે મોટી આર્થિક મદદ જ નથી મળતી પરંતુ વ્યક્તિના મૃત્યુ અથવા તો બીમાર થતી વખતે પણ આર્થિક સહારો મળી રહે છે. જોકે ઘણીવાર ઈન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે આપણે અમુક વસ્તુઓને ધ્યાને લેતા નથી જેના કારણે નુકસાન પહોંચે છે. આજે અમે અહીં એવા જ કેટલાક સરળ સ્ટેપ્સ અંગે જણાવી રહ્યાં છીએ જે તમને મદદરૂપ થઇ શકે છે.

આ બાબતો છે મહત્વની
- આવનારા દિવસોમાં બાળકોના હાયર એજ્યુકેશન પર ખર્ચ, બાળકોના લગ્ન અંગેનો ખર્ચ.
- અર્નિંગ મેમ્બરનુ અચાનક મૃત્યુ થવાનો ભય.
કોઇ ફેમેલી મેમ્બરને અચાનક હોસ્પિટલાઇઝેશન કરવાનો ભય.
- રેગ્યુલર આવકને પ્રભાવિત કારણ લાંબા સમય સુધી રહેવાનો ભય.
- વ્યક્તિગત સંપત્તિ, વાહનને અચાનક નુકસાન જવાનો ભય.


કઇ પોલિસી લેવી છે
તમે લાઇફ ઈન્સ્યોરન્સ, હેલ્થ ઈન્સ્યોરન્સ, પર્સનલ એક્સિટડન્ટ એન્ડ ડિસેબિલિટી ઈન્સ્યોરન્સ, ઓટો ઈન્સ્યોરન્સ, હોમ ઈન્સ્યોરન્સ, શોપ અથવા ઓફિસ ઈન્સ્યોરન્સ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને ઓવરસીઝ મેડિકલ ઈન્સ્યોરન્સ જેવી પોલિસી તમારી જરૂરિયાત પ્રમાણે લઇ શકો છો.

કેટલાનું કવર રાખવું છે
ઈન્સ્યોરન્સ કવર લેતા પહેલા તેમાં કેવી રીતે અને કેટલું વળતર આપવામાં આવે છે તે જાણી લેવું જોઇએ. માત્ર કિંમતના આધારે પોલિસીની તુલના કરવી ન જોઇએ. સીએસઆર, સર્વિસિઝ ક્વોલિટી, ઈન્સ્યોરન્સ કવર પર પણ વિચાર કરવો જોઇએ. તમારી જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે સારી પોલિસી લેવાનો પ્રયાસ કરવો જોઇએ, કારણ કે પોલિસી ખરીદ્યા બાદ ઈન્સ્યોરન્સ કવરને બદલી શકતા નથી.

કઇ વાતોનું રાખશો ધ્યાન
- માત્ર પ્રીમિયમ સસ્તુ હોવાથી પોલિસી પસંદ ન કરો, ઈન્સ્યોરન્સ આપતી કંપનીના પ્રદર્શનને પણ જુઓ.
- કોઇપણ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલા હંમેશા પોલિસી સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચો.
- તમારું ફોર્મ ભરતી વખતે તમારી સાચી માહિતી આપો.
- ક્લેમ સેટલમેન્ટ રેશિયો તપાસી લો. તેનાથી એ વાત જાણવા મળશે કે એક ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ગયા વર્ષે કેટલા ટકા ઈન્સ્યોરન્સ ક્લેમનો નિવેડો લાવવામાં આવ્યો હતો.
- સીએસઆર જેટલો વધારે હોય છે, તેટલો તે ફાયદાકારક હોય છે.

X
how to choose insurance policy know in these simple steps
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી