આ રીતે સિલેકટ કરો પોતાના માટે બેસ્ટ ક્રેડિટ કાર્ડ, આ 7 ટિપ્સ કરશે મદદ

નોટબંધી બાદ દેશમાં પ્લાસ્ટિક મની દ્વારા ટ્રાન્ઝેકશન સતત વધી રહ્યું છે

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 08:04 PM
How to choose credit card

નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં પ્લાસ્ટિક મની દ્વારા ટ્રાન્ઝેકશન સતત વધી રહ્યું છે. એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેકશનમાં 84 ટકાનો વધારો થયો છે. એ બાબત સ્પષ્ટ છે કે લોકો હાલ મોટા પ્રમાણમાં ક્રેડીટ કાર્ડથી ખરીદી કરી રહ્યાં છે. એવામાં એ બાબત ખૂબ જ મહત્વની છે કે તમે કયું ક્રેડિટ કાર્ડ પસંદ કરો છે. આજે અમે અહીં 7 ટિપ્સ જણાવી રહ્યાં છે જે તમને ભારતમાં બેસ્ટ ક્રેડિટ કાર્ડ https://www.applykaroo.com/credit-cards સિલેકટ કરવામાં મદદ કરશે.

1 વ્યાજ દર કેટલો છે ?

ક્રેડિટ કાર્ડ માટે સૌથી પહેલા જરૂરી પોઈન્ટ છે. ક્રેડિટ કાર્ડ લેતા પહેલા એ બાબતની જરૂર ઈન્કવાયરી કરી લો કે તમારે અનબિલ્ડ રકમ પર વ્યાજ કેટલું ચુકવવું પડશે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ પર બેન્ક 22થી 48 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ વસુલી શકે છે.

2 વાર્ષિક ફીસ કેટલી છે ?

લગભગ તમામ ક્રેડિટ કાર્ડ તેમના ગ્રાહકો પાસેથી વાર્ષિક ફીસ લે છે. જોકે ઘણી વાર બેન્ક ઓફર અંતર્ગત વાર્ષિક ફીસમાં છુટ પણ આપવામાં આવે છે. ઘણી બેન્કો તેના એકાઉન્ટહોલ્ડરને લાઈફટાઈમ ફ્રીમાં કાર્ડ પણ આપે છે. ક્રેડિટ કાર્ડનું સિલેકશન કરતા પહેલા આ તમામ ઓપ્શનની તપાસ કરી લેવી જોઈએ.

3 જોઈનિંગ ફીસ કેટલી છે ?

ક્રેડિટ કાર્ડ લેતી વખતે જોઈનિંગ ફીસનું પણ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક બેન્ક ક્રેડિટ કાર્ડ પર જોઈનિંગ ફીસ વસુલે છે. સુપર પ્રીમયમ કેટેગરીના કાર્ડ પર જોઈનિંગ ફીસ અધિક હોય છે. ક્રેડિટ કાર્ડ લેતા પહેલા અલગ-અલગ બેન્કોના ક્રેડિટ કાર્ડની જોઈનિંગ ફીસનું તુલનાત્મક અધ્યન કરી લેવું જોઈએ.

4 ઈન્ટરેસ્ટ ફ્રી ઈઝી ઈએમઆઈ ઓપ્શન છે કે નહિ

ક્રેડિટ કાર્ડ લેતા પહેલા એ બાબત જરૂર ચેક કરી લો કે તેમાં ઈન્ટરેસ્ટ ફ્રી ઈઝી ઈએમઆઈનું ઓપ્શન છે કે નહિ. મોંઘી ચીજ ખરીદવા દરમિયાન આ ઓપ્શન ખૂબ જ ઓચું આવે છે.

5 બિલિંગ ડેટની ફલેક્સિબિલિટી છે કે નહિ

કોઈ પણ ક્રેડિટ કાર્ડની બિલિંગ ડેટ ખૂબ જ મહત્વની છે. બિલિંગ ડેટ જતી રહ્યાં બાદ મોટા પ્રમાણમાં ચૂકવણી કરવાની હોય છે. એટલે કે તમારે ક્રેડિટ કાર્ડ લેતી વખતે એ બાબતની કાળજી રાખવાની છે કે બિલિંગ ડેટના મામલામાં બેન્ક કેટલી ફલેકસિબલ છે.

6 રિવોર્ડ પોઈન્ટ કેટલા છે ?

ઘણી બેન્ક તેના ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટ આપે છે. આ જ રીતે ઘણી બેન્ક કેશબેકની પણ ઓફર આપે છે. જો તમે ક્રેડિટ કાર્ડનો વધુ યુઝ કરનાર છો તો તેને જરૂર ચેક કરી લો કારણ કે રિવોર્ડ પોઈન્ટ અને કેશબેકથી તમને સારી એવી બચત થઈ શકે છે.

7 ઈઝી પેમેન્ટ ઓપ્શન છે કે નહિ

ક્રેડિટ કાર્ડ માટે એપ્લાઈ કરતા પહેલા એ ચેક કરી લેવું જોઈએ કે તેમાં પેમેન્ટનું ઓપ્શન શું છે ? ઘણી બેન્ક NEFT કે નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટનું ઓપ્શન આપે છે, પરતું કઈ પણ આપતા નથી.

આ છે અવેલેબલ બેસ્ટ ક્રેડિટ કાર્ડ


- Sbi Simply Save Credit Card

- Rbl credit card

- Citi rewards card

- ICICI coral credit card

X
How to choose credit card
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App