હવે વોટ્સએપથી પણ ચેક કરી શકો છો પોતાનું PNR સ્ટેટસ,માત્ર એક નંબર કરવો પડશે સેવ

હવે રેલવેની રનિંગ સ્ટેટસ અને પીએનઆર વિશે પરફેક્ટ જાણકારી મેળવી શકાશે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 05:36 PM
how to check PNR Status from WhatsApp

યુટિલિટી ડેસ્ક: ટ્રેનનું રનિંગ સ્ટેટસ જાણવા અથવા PNR (passenger name record)સ્ટેટસની જાણકારી મેળવવી પહેલા સરળ નહોતી. તેના માટે રેલવેના કસ્ટમર કેર 139 નંબર પર કોલ કરવાનો રહેતો અથવા આઇઆરસીટીસીની વેબસાઇટ પર પીએનઆરને ચેક કરી શકાતું હતું. પરંતુ હવે તમને ટ્રેનનું લાઇવ સ્ટેટસ આપવા માટે રેલવેએ મેક માય ટ્રિપ સાથે પાર્ટનરશિપ કરી છે. જે હેઠળ તમને રેલવેની રનિંગ સ્ટેટસ અને પીએનઆર વિશે પરફેક્ટ જાણકારી મળી શકે છે.

* આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને તમારા ફોનમાં ઇન્સ્ટૉલ કરવાનું રહેશે.
* ફોન પર 7349389104 નંબર સેવ કરવો. આ મેક માય ટ્રિપનો ઓફિશિલય વોટ્સએપ નંબર છે.
* ત્યારબાદ વોટ્સએપ ઓપન કરી કોન્ટેક્ટ લિસ્ટને રી-ફ્રેશ કરો.
* કોન્ટેકને સર્ચ કરો અને ચેટ વિંડોને ટેપ કરો.
* ટ્રેનનું રનિંગ સ્ટેટસ ચેક કરવા માટે ટ્રેન નંબર લખીને સેંડ કરો.
* પીએનઆરની સ્થિતિ જાણવા માટે તમારો 10 આંકડાનો પીએનઆર નંબરમાં નાખો.
* ત્યારબાદ મેક માય ટ્રિપ તમને ટ્રેન અને પીએનઆરની સ્થિતિ મોકલશે.

X
how to check PNR Status from WhatsApp
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App