તત્કાલ ટિકિટને આ રીતે કરાવો કેન્સલ, આ છે ચાર્જ

મોટા ભાગે લોકો લાંબી મુસાફરી માટે ટ્રેનને પસંદ કરતા હોય છે

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 01:31 PM
How to cancel tatkal ticket, know steps

મુંબઈઃ મોટા ભાગે લોકો લાંબી મુસાફરી માટે ટ્રેનને પસંદ કરતા હોય છે. પરતું જયારે કોઈ જગ્યા અચાનક જવાનું આવી પડે ત્યારે તેમના માટે ટ્રેનમાં બુકિંગ કરાવવા માટે એક જ ઓપ્શન હોય છે તે તત્કાલ ટિકિટીનો. પરતું કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે તત્કાલમાં લીધેલી ટિકિટ પણ કેન્સલ કરાવવી પડે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કઈ રીતે તત્કાલ ઈ- ટિકિટને કેન્સલ કરાવી શકાય અને વેઈટિંગ ટિકિટનો કેન્સલેશન ચાર્જ શું હોય છે તેના વિશે...

તત્કાલ ટિકિટના બુકિંગ રૂલ્સ

- AC કલાસની તત્કાલ ટિકિટ માટેનું બુકિંગ જે દિવસે તમારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તેના એક દિવસ પહેલા સવારે 10 વાગે ઓપન થાય છે અને નોન-એસી કલાસનું બુકિંગ સવારે 11 શરૂ થાય છે.

- હાલના નિયમ પ્રમાણે રેલવે દ્વારા કન્ફોર્મ થયેલી તત્કાલ ટિકિટને કેન્સલ કરવા બદલ કોઈ પણ પ્રકારનું રિફન્ડ આપવામાં આવતું નથી.

- જયારે વેઈટિંગ કે RAC તત્કાલ ટિકિટને ટ્રેન ઉપડવાની હોય તેની 30 મિનિટ પહેલા કેન્સલ કરાવી શકાય છે.

- પરતું જયારે તમે એક કરતા વધુ પેસેન્જર્સ માટે તત્કાલ ટિકિટ કરાવી છે, પરતું લિસ્ટમાંથી કેટલાક પેસેન્જર્સની ટિકિટ કન્ફોર્મ થઈ ગઈ છે અને કેટલાક પેસેન્જર્સની ટિકિટ કન્ફોર્મ થઈ નથી પરતું વેઈટિંગમાં છે. આવા સજોગોમાં ટિકિટનું ફુલ કેન્સલેશન કરવામાં આવે તો જે તત્કાલ ઈ-ટિકિટ કન્ફોર્મ થઈ છે તેનું પણ રિફન્ડ આપવામાં આવે છે.

- ટ્રેન જો 3 કલાક કે તેનાથી વધુ સમય મોડી ચાલી રહી હોય અને પેસેન્જર જો તેની કન્ફોર્મ થયેલી તત્કાલ ઈ-ટિકિટને કેન્સલ કરાવવા માંગતો હોય તો તે IRCTCની વેબસાઈટ પર કન્ફોર્મ થયેલી તત્કાલ ઈ-ટિકિટના રિફન્ડ માટે એક TDR ફાઈલ કરી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ સ્ટેપ્સને ફોલો કરીને તત્કાલ ઈ-ટિકિટને કરાવી શકાય છે કેન્સલ

How to cancel tatkal ticket, know steps

આ સ્ટેપ્સને ફોલો કરીને  તત્કાલ ઈ-ટિકિટને કરાવી શકાય છે કેન્સલ

 

સ્ટેપ 1: તમારા IRCTC એકાઉન્ટમાં લોગઈન કરો

 

સ્ટેપ 2:  'Cancel Tickets' પર ક્લીક કરો

 

સ્ટેપ 3: તમે જે ટિકિટને કેન્સલ કરાવવા માંગો છો તેને ચુઝ કરો અને પછીથી 'Cancel' પર ક્લીક કરો

 

તમે ટિકિટ કેન્સલ કરાવી દેશો એટલે તરત જ તમારા રજિસ્ટર્ડ મેલ આઈડી અને મોબાઈલ નંબર પર કેન્સલેશનનો મેસેજ આવશે.

 

આગળની સ્લાઈડમાં વાંચો, વેઈટિંગ ટિકિટના કેન્સલેશન ચાર્જ વિશે

How to cancel tatkal ticket, know steps

વેઈટિંગ ટિકિટ કેન્સલેશન ચાર્જ

 

- વેઈટિંગ ટિકિટ જે ટ્રેનમાં બુકિંગ કરાવ્યું હોય તેની ઉપડવાની 30 મિનિટ પહેલા પણ કેન્સલ કરાવવામાં આવે તો પણ તેનું રિફન્ડ મળે છે.

 

- જો તમે જાતે જ ઈન્ટરનેટ દ્વારા ઈ-ટિકિટ બુક કરાવી હશે તો ટિકિટની રિફન્ડ અમાઉન્ટ પણ તમે જે એકાઉન્ટમાંથી ટિકિટનું પેમેન્ટ કર્યું હશે તેમાં જમાં થશે. આ સિવાય રેલવે દ્વારા તમારી પાસેથી ટિકિટ કેન્સલેશન ચાર્જ પણ લેવામાં આવશે નહિ.

 

- જો ટ્રેન ત્રણ કલાક કે તેના કરતા વધુ સમય માટે લેટ ચાલી રહી હોય અને જો પેસેન્જર ટિકિટને કેન્સલ કરાવે તો પણ ટિકિટની રકમમાંથી કેન્સલેશન ચાર્જ કાપવામાં આવતો નથી અને સંપૂર્ણ રકમ તેના એકાઉન્ટમાં જમા થાય છે.

 

- જો વેઈટિંગ ટિકિટનું બુકિંગ કાઉન્ટર પરથી કરવામાં આવ્યું હોય તો તેને ઓફલાઈન કાઉન્ટર પર જઈને પણ કેન્સલ કરાવી શકાય છે, આ સિવાય તેને ઓનલાઈન પણ કેન્સલ કરાવી શકાય છે અને પેસેન્જરે રિફન્ડની રકમ નજીકના કાઉન્ટર પરથી મેળવવાની રહે છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો,  કન્ફોર્મ ટિકિટના કેન્સલેશન ચાર્જ વિશે

How to cancel tatkal ticket, know steps

કન્ફોર્મ ટિકિટનો કેન્સલેશન ચાર્જ

 

ટ્રેન ટિકિટ ઓનલાઈન લીધી હોય કે ઓફલાઈન, તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કેન્સલ કરી શકો છો. જોકે કન્ફોર્મ થયેલી ટ્રેન ટિકિટનો કેન્સલેશન ચાર્જ કેન્સલેશન પિરિયડ અને ટ્રાવેલ કલાસ પ્રમાણે અલગ હોય છે. અહીં અમે તમને કન્ફોર્મ થયેલી ટિકિટના કેન્સલેશન ચાર્જ વિશે ટુકમાં માહિતી આપી રહ્યાં છે. 

 

- જો કન્ફોર્મ ટિકિટને ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા કેન્સલ કરાવવામાં આવે તો કેન્સલેશન ચાર્જ ટ્રાવેલિંગના કલાસ પ્રમાણે અલગ-અલગ કાપવામાં આવે છે. જો એસી ફર્સ્ટ કલાસની ટિકિટમાં કેન્સલેશન ચાર્જ 240 રૂપિયા લેવામાં આવ્યો તો સેકન્ડ એસ કલાસ માટે આ ચાર્જ 200 રૂપિયા વસુલવામાં આવે છે. જયારે થર્ડ એસી કલાસમાં આ ચાર્જ 180 રૂપિયા વસુલવામાં આવે છે. જયારે સ્લીપર કલાસમાં આ ચાર્જ 120 રૂપિયા વસુલવામાં આવે છે.

 

- જો પેસેન્જર તેની ટિકિટ ટ્રેન ઉપડવાના 48 કલાકની અંદર કે તેના 12 કલાક પહેલા કેન્સલ કરાવે તો ટિકિટની રકમમાંથી ફલેટ 25 ટકા અમાઉન્ટ કેન્સલેશન ચાર્જ તરીકે કાપવામાં આવે છે.

 

- જો ટિકિટ ટ્રેન ઉપડવાના 12 કલાકની અંદર અને 4 કલાક પહેલા કેન્સલ કરવામાં આવે તો ટિકિટની રકમમાંથી ફલેટ 50 ટકા અમાઉન્ટ કેન્સલેશન ચાર્જ તરેક કાપવામાં આવે છે અથવા તો મિનિમમ કેન્સલેશન રેટ જે હોય તે ટિકિટની રકમામાંથી કાપવામાં આવે છે. સામાન્ય રીતે બેમાંથી જે રકમ ઓછી હોય તે ટિકિટમાંથી કાપવામાં આવે છે.

X
How to cancel tatkal ticket, know steps
How to cancel tatkal ticket, know steps
How to cancel tatkal ticket, know steps
How to cancel tatkal ticket, know steps
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App